Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Mandeep Singh ની હેટ્રિકથી ભારતે જાપાનને ૪-૩ થી હરાવ્યું

યુવા સ્ટ્રાઈકર Mandeep Singh's ની શાનદાર હેટ્રિકના આધારે ભારતે ૨૬ મી સુલતાન અઝલાન શાહ હૉકી ટુર્નામેન્ટની મહત્વપૂર્ણ મેચમાં બુધવારે જાપાનને રોમાંચક સંઘર્ષમાં ૪-૩ થી હરાવી દીધું હતું. કેપ્ટન તથા ગોલકીપર પી આર શ્રીજેશે ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી મેચમાં થયેલી ઈજા બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જવું અને છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હાર બાદ ભારતે જીતની ટ્રેક પર આવા માટે સંઘર્ષ કરતા શાનદાર જીત મેળવી છે. ભારતની જીતના હીરો રહેલા મનદીપ સિંહ જેણે ભારતને બે વખત બરાબરી અપાવી અને પછી મેચનો વિજયી ગોલ કર્યો હતો. મનદીપ સિંહે ૪૫ મી મિનીટના ગોલથી ભારતને ૨-૨ ની બરાબરી કરાવી અને પછી ૫૧ મી મિનીટમાં ભારતના માટે સ્કોર ૩-૩ થી બરબાર કર્યો હતો. તેમણે ૫૮ મી મિનીટમાં ટીમ માટે વિજયી ગોલ કર્યો હતો. મનદીપ સિંહના ત્રણ ગોલ મેદાની રહ્યા હતા. ડિફેન્ડિંગ ઉપવિજેતા ભારતની ચાર મેચમાં આ બીજી જીત છે અને તેમના સાત પોઈન્ટ થઈ ગયા છે. ભારતે બ્રિટેન સામે ૨-૨ થી ડ્રો રમ્યા બાદ ન્યુઝીલેન્ડને ૩-૦ થી હરાવ્યું હતું પરંતુ તેણે વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ૧-૩ થી હરાવ્યું હતું. ભારતને ફાઈનલની રેસમાં બન્યા રહેવા માટે આ મેચ જીતવી જરૂરી હતી અને મનદીપ સિંહના કમાલથી ભારતે જીત મેળવી લીધી હતી. મનદીપ સિંહે આવીરીતે ટુર્નામેન્ટમાં પોતાના ૫ ગોલ પુરા કરી લીધા હતા. ભારતનો એક અન્ય ગોલ છઠ્ઠી મિનીટમાં ડ્રેગ ફિલકર રૂપિન્દર પાલ સિંહે કર્યો હતો.

The post Mandeep Singh ની હેટ્રિકથી ભારતે જાપાનને ૪-૩ થી હરાવ્યું appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Mandeep Singh ની હેટ્રિકથી ભારતે જાપાનને ૪-૩ થી હરાવ્યું

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×