Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ટેસ્ટ કારકિર્દીની બેસ્ટ રેન્કિંગ પર પહોંચ્યા Lokesh Rahul

ભારતીય ઓપનર બેટ્સમેન Lokesh Rahul એ આઈસીસીની તાજેતર ટેસ્ટ રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવી છે. લોકેશ રાહુલ ધર્મશાળા ટેસ્ટની બંને ઇનિંગમાં પોતાની બે-બે અડધી સદીના આધારે ૧૧ માં નંબર પર પહોંચી ગયા છે. ૨૪ વર્ષના કર્ણાટકના બેટ્સમેન Lokesh Rahul ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝ અગાઉ ૫૭ માં નંબર પર હતા. પરંતુ ચાર ટેસ્ટ મેચની આઠ ઇનિંગમાં છ અડધી સદી લગાવનાર આ બેટ્સમેને ૪૬ સ્થાનની છલાંગ લગાવી દીધી છે. ટેસ્ટ રેન્કિંગમાં ચેતેશ્વર પુજારા ચોથા નંબર પર જયારે વિરાટ કોહલી પાંચમાં નંબર પર આવી ગયા છે. અન્ય ભારતીય બેટ્સમેનોમાં અજિંક્ય રહાણે ૧૪ માં અને મુરલી વિજય ૩૪ માં સ્થાન પર છે. બોલિંગમાં ભારતીય સ્પિનર રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન નંબર એક અને બે પર રહેલા છે. જયારે ઝડપી બોલર ઉમેશ યાદવે પાંચ સ્થાનની છલાંગ લગાવી અને તે ૨૧ માં નંબર પર આવી ગયા છે. ટેસ્ટ ઓલરાઉન્ડરની યાદીમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસન નંબર વન પર રહેલા છે જયારે રવિન્દ્ર જાડેજાએ રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી બીજું સ્થાન મેળવી લીધું છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવન સ્મિથ ટેસ્ટ બેટિંગ રેકિંગમાં નંબર એક પર રહેલા છે. બીજા નંબર પર ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન રહેલા છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સમાપ્ત થયેલી ટેસ્ટ સીરીઝમાં ભારતીય ઓપનર બેટ્સમેન Lokesh Rahul એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. લોકેશ રાહુલની શાનદાર ઇનિંગના આધારે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી. લોકેશ રાહુલ માત્ર રન જ નહિ પરંતુ ઘણી વખત પ્રેશરને પણ વિરોધીઓ પર ટ્રાન્સફર કરી દીધા હતા. આવું કરનાર પાંચમાં ખેલાડી બન્યા લોકેશ રાહુલ લોકેશ રાહુલે આ ટેસ્ટ સીરીઝમાં ૬ અડધી સદી લગાવતા ૩૯૩ રન બનાવ્યા હતા. તેમ છતાં તે આ ટેસ્ટ સીરીઝમાં કોઈ સદી તો લગાવી શક્યા નહી, પરંતુ એક રેકોર્ડ બરાબરી કરી તો લીધી છે. લોકેશ રાહુલ દુનિયાના એવા પાંચમાં બેટ્સમેન બની ગયા, જેમને એક ટેસ્ટ સીરીઝમાં ૬ અડધી સદી લગાવી, પરંતુ કોઈ પણ સદી લગાવી શક્યા ના હોય. સદી લગાવ્યા વગર ૬ અડધી સદી લગાવનાર ખેલાડી ૧. સી. હોટે વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ૧૯૬૫ ૨. એલન બોર્ડર વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ૧૯૮૯ ૩. માઈક અર્થટન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ૧૯૯૩ ૪. ક્રિસ રોજર્સ વિરુદ્ધ ભારત, ૨૦૧૪-૧૫ ૫. લોકેશ રાહુલ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ૨૦૧૭

The post ટેસ્ટ કારકિર્દીની બેસ્ટ રેન્કિંગ પર પહોંચ્યા Lokesh Rahul appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ટેસ્ટ કારકિર્દીની બેસ્ટ રેન્કિંગ પર પહોંચ્યા Lokesh Rahul

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×