Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Mahendra Singh Dhoni એ IPL માં પણ છોડી કેપ્ટનશીપ, સ્ટીવન સ્મિથ બની શકે છે નવા કેપ્ટન

Mahendra Singh Dhoni ને IPL ટીમ રાઈઝીંગ પુણે સુપરજાયન્ટ્સનાં કેપ્ટન પદથી હટાવવામાં આવ્યા છે. સુત્રો મુજબ, ઓસ્ટ્રેલીયાનાં કેપ્ટન સ્ટીવન સ્મિથને નવા કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ખબર એવી છે કે, કે ધોનીએ ખુદ કેપ્ટનશીપ છોડવાની જાણકારી પુણે ટીમના મેનેજમેન્ટને આપી છે. જણાવ્યું છે કે, હવે તે માત્ર વિકેટકીપિંગ અને બેટિંગની જવાબદારી ઉઠાવવા માંગે છે. તમને જણાવી દઈએ કે, ધોની વર્ષ ૨૦૦૮ નાં દરેક ફોર્મેટમાં કેપ્ટનશીપ સંભાળી રહ્યા હતા. ૨૦૧૪ માં તેઓએ ટેસ્ટમાં કેપ્ટનશીપ છોડી હતી. ત્યાર બાદ તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય વનડે અને ટી૨૦ ટીમની કેપ્ટનશીપ છોડવાની પણ જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં પુણેની ટીમ છેલ્લી આઈપીએલમાં સાતમાં નંબર પર રહી હતી. પુણેની ટીમ ૧૪ માંથી માત્ર ૫ મેચ જીતી શકી હતી. ધોની આ પહેલા ૮ વર્ષ ચેન્નાઈ સુપરકિંગ્સનાં કેપ્ટન રહી ચુક્યા છે. તેઓ આઈપીએલનાં સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. તેમની કેપ્ટનશીપમાં ચેન્નાઈની ટીમ બે વખત આઈપીએલ અને બે વાર ચેમ્પિયન લીગ ટ્રોફી જીતી હતી. સાથે જ ચાર વાર આઈપીએલની ઉપવિજેતા પણ રહી હતી. વર્ષ ૨૦૦૮ માં આઈપીએલની શરૂઆતથી જ તેઓ કેપ્ટન તરીકે ચેન્નાઈ સાથે હતા, પરંતુ, ત્યાર બાદ ચેન્નાઈનાં માલિક શ્રીનીવાસનનાં જમાઈ ગુરુનાથ મયપ્પનનાં સ્પોટ ફિક્સિંગમાં સામેલ રહેવાની ખબર સામે આવ્યા બાદ ચેન્નાઈને બે વર્ષ માટે આઈપીએલથી બહાર કરવામાં આવી હતી. તેના લીધે ધોનીને પુણેમાં સામેલ થવું પડ્યું હતું.

The post Mahendra Singh Dhoni એ IPL માં પણ છોડી કેપ્ટનશીપ, સ્ટીવન સ્મિથ બની શકે છે નવા કેપ્ટન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Mahendra Singh Dhoni એ IPL માં પણ છોડી કેપ્ટનશીપ, સ્ટીવન સ્મિથ બની શકે છે નવા કેપ્ટન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×