Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

રાજકોટઃ બાળકને ગેમ રમવાની ના પાડતા ભર્યું અંતિમ પગલું

મેરાન્યૂઝ નેટવર્ક,રાજકોટ: સામાન્ય રીતે દરેક ઘરનાં વડીલો પોતાના બાળકોને મોબાઇલમાં વિડીયો ગેમ રમવાન ી તેમજ ટીવી જોવાની મનાઈ કરતા હોય છે. જોકે, આ બાબત બાળકોના સારા માટે હોવા છતાં બાળકો વડીલોની આવી મનાઈને કારણે ક્યારેક ન કરવાનું કરી બેસે છે. આવા જ એક બનાવમાં શહેરના સંત કબીર રોડ પર રહેતા 14 વર્ષના પુત્રને પિતાએ મોબાઇલમાં ગેમ રમવાની ના  પાડી હતી. જેમાં પુત્રને લાગી આવતા પુત્રએ આપઘાત કરી લીધો હતો.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટના સંત કબીર રોડ પર રહેતા અને પ્રતીક સ્કૂલમાં ધો.9 માં અભ્યાસ કરતા મોહિત રાઠોડને મોબાઇલમાં ગેમ રમવાની ટેવ હતી. આથી તેના પિતાએ તેને ગેમ ન રમવા બાબતે ઠપકો આપતા લાગી આવ્યું હતું. આથી તેણે ઘરે જ આપઘાત કરી લીધો હતો. આ કરૂણ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે. પોલીસે બાળકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધું તપાસ હાથ ધરી છે.



This post first appeared on Gujarati News - News In Gujarati | Latest News In Gujarati, please read the originial post: here

Share the post

રાજકોટઃ બાળકને ગેમ રમવાની ના પાડતા ભર્યું અંતિમ પગલું

×

Subscribe to Gujarati News - News In Gujarati | Latest News In Gujarati

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×