Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

પંચમહાલ જિલ્લાના ગોધરામાં બની રહ્યું છે ગુજરાતનું પ્રથમ લોટસ ટેમ્પલ

મેરા ન્યૂઝ નેટવર્ક,ગોધરા: ગોધરામાં રાજ્યનું સૌ પ્રથમ અને ભારત દેશનું બીજા નંબરનું લોટસ ટેમ્પલ બની રહ્યું છે. અદભૂત કલાત્મક રચના ધરાવતુ પાછલા પાંચ વર્ષથી કમલાકારમાં પૃષ્ટિ ધામનું નિર્માણ થઈ રહ્યું છે. 100કરોડના ખર્ચે 7.25 એકરમાં દેશનું બીજુ લોટ્સ ટેમ્પલ બનશે આવું કમળની આકૃતિ ધરાવતુ લોટસ ટેમ્પલ દિલ્હીમાં પણ આવેલું છે. આ લોટસ ટેમ્પલ ગોધરા શહેર સહિત ગુજરાત માટે આર્કષણ બની રહેવાનું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરામાં દેશનું બીજુ અને રાજ્યનું પ્રથમ લોટસ ટેમ્પલ  7.5એકરમાં 100 કરોડથી વધુના ખર્ચે બની રહ્યું છે. આને પુષ્ટિધામ નામ પણ આપવામાં આવ્યું છે પુષ્ટિધામ સંકુલમાં ત્રણ કમલાકાર શિખર બની રહ્યા છે વચ્ચેના  શિખરમાં ભગવાન શ્રીનાથજી બિરાજમાન થશે અન્ય બે શિખર દર્શન હોલ તરીકે ઓળખાશે. અહીં પાછલા પાંચ વર્ષથી પૃષ્ટિ ધામની કામગીરી ચાલી રહી  છે 2018 ના અંતિમ મહિનામાં  પૃષ્ટિધામ  નિર્માણ કાર્ય પૂર્ણ થઇ શકે છે. ગોધરા શહેરના વાવડી બુર્ઝગ વિસ્તારમાં 100 કરોડના ખર્ચે ગુજરાતના પ્રથમ અને દેશનું બીજા લોટ્સ ટેમ્પલનું નિર્માણ થઇ રહ્યુ છે. આ પુષ્ટિધામ સંકુલમાં હાલ ત્રણ કમલાકારના શિખર બની રહ્યા છે. જેમાં વચ્ચેના શિખરમાં ભગવાન શ્રીનાથજી બિરાજમાન થશે. અન્ય બે  શિખર દર્શન હોલ તરીકે ઓળખાશે. વર્ષ 2013થી અવિરત કામ બસો  કારીગરો દ્વારા કરવામા આવી રહ્યુ છે.7.25 એકર વિસ્તારમાં પુષ્ટિધામનું કમલાકારમાં નિર્માણ થઇ રહ્યું છે.આ લોટસ ટેમ્પલની વિશેષતા જોઇએ તો લોટસ ટેમ્પલપુષ્ટિધામમાં હિન્દુ સનાતન ધર્મના અન્ય  છ મંદિરો નવ પ્રવેશદ્વાર,ત્રણ  ફાઉન્ટેન ત્રણ તળાવ જેનું ગંગા જમુના-સરસ્વતી નામ આપવામા આવશે સાથે સાથે બે  મ્યુઝિયમ એક ઓડિટોરિયમ, ત્રણ  સત્સંગકેન્દ્ર હશે.ગીરીરાજજીનો આર્ટિફિશિયલ પર્વત  બનાવામા આવશે.અહી અન્ય મેડિકલ સેન્ટર, લેબોરેટરી, એજ્યુકેશન સેન્ટર, ઓફિસ એરિયા, લાયબ્રેરી, રેસ્ટોરન્ટ,  સોળ રૂમ, ભોજન કક્ષ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ, 33 હજાર ચો.ફુટમાં બેઝમેન્ટ પાર્કિંગ, ફાયર સેફ્ટી, સીસીટીવી વગેરે સુવિધાથી સજ્જ કરવામાં આવનાર છે.

ગુજરાતનુ પ્રથમ નંબરનુ લોટસ ટેમ્પલ બનવાથી ગોધરા શહેરને પણ એક આગવી ઓળખ મળી રહેવાની છે.



This post first appeared on Gujarati News - News In Gujarati | Latest News In Gujarati, please read the originial post: here

Share the post

પંચમહાલ જિલ્લાના ગોધરામાં બની રહ્યું છે ગુજરાતનું પ્રથમ લોટસ ટેમ્પલ

×

Subscribe to Gujarati News - News In Gujarati | Latest News In Gujarati

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×