Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો…..વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરો તિજોરીની રચના

આપણે સૌ કોઈ જીવનમાં ધન-સંપતિનું મહત્વ નકારી શકતા નથી. ધન આપણને ભૂખ અને ગરીબીની પીડામાંથી બચાવી શકે છે. જીવનને આરામદાયક બનાવી આપે છે. હા, એ જરૂર છે કે ધનથી ખુશી ખરીદી શકાતી નથી. મહેનત કરીને કમાવેલ ધનનો વ્યય ન થાય અને તેનો યોગ્ય રીતે સંગ્રહ થાય તે પણ જરૂરી છે. તે માટે વાસ્તુશાસ્ત્ર આપણી મદદે આવી શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીકક્ષ ઉત્તર કે પૂર્વ દિશામા હોવો જોઈએ. ઉત્તર દિશા એ દેવોના ખજાનચી અને ધન-સંપતિના સ્વામી એવા કુબેરની દિશા છે. જો ઉત્તર દિશામાં તિજોરીકક્ષ બનાવવો શક્ય ન હોય તો પૂર્વ દિશામાં બનાવી શકાય. પરંતુ જો તિજોરી ભારે વજનની હોય કે ભારે અલમારી હોય તો દક્ષિણ - પશ્ચિમ દિશા તરફ રાખવી જોઈએ. તિજોરી એ રીતે ગોઠવો કે જ્યારે તમે તિજોરી ઉત્તર કે પૂર્વ દિશામાં ખુલે. આનાથી ધનમાં વધારો થાય છે. તિજોરીનો પાછળનો ભાગ દક્ષિણ દિશા તરફ રહે અને આગળનો ભાગ ઉત્તર દિશા તરફ રહે તે રીતે રાખવી. તિજોરીનો દરવાજો ઉત્તર દિશા તરફ ખૂલવો જોઈએ. એ રીતે શક્ય ન હોય તો પૂર્વ દિશા તરફ દરવાજો ખૂલે તે રીતે પણ રાખી શકાય. લાકડામાંથી બનેલી તિજોરી શુભ છે. સોના-ચાંદીના આભૂષણો અને અન્ય મૂલ્યવાન રત્નો તિજોરીમાં દક્ષિણ કે પશ્ચિમ બાજુએ રાખવા. તિજોરીમાં ઈશ્વરની મૂર્તિ ન રાખવી જોઈએ. તિજોરી બીમની નીચે ન હોય તેનુ ધ્યાન રાખવુ. તિજોરીકક્ષ અસ્તવ્યસ્ત કે મલિન ન હોવો જોઈએ. તેને અત્યંત સ્વચ્છ રાખવો જોઈએ. તિજોરીની સામે તિજોરીનુ પ્રતિબિંબ પાડતો અરીસો હોવો શુભ છે. તે ધનપ્રાપ્તિની તકોને બમણી કરી આપે છે. તિજોરીનો ઉપયોગ અન્ય કોઈ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે ન કરવો જોઈએ. તિજોરીકક્ષનો આકાર ચોરસ કે લંબચોરસ હોવો જોઈએ. અનિયમિત આકારનો તિજોરીકક્ષ લાભકારી નથી. તિજોરીકક્ષની છતની ઉંચાઈ ઘરના અન્ય કક્ષની ઉંચાઈથી ઓછી ન હોવી જોઈએ. તિજોરીકક્ષને એક જ દરવાજો હોવો જોઈએ અને તે મજબૂત હોવો જોઈએ. ઉત્તર કે પૂર્વ દિશામાં દરવાજો અને બારીઓ હોવા શુભ છે. તિજોરીકક્ષ અલગ હોય તો તેને ઉંબરો હોવો જોઈએ. તિજોરીનો રંગ આછો ક્રિમ હોવો જોઈએ. તિજોરી પર કોઈપણ બ્રિફકેસ ન હોવી જોઈએ. પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય હોય છે તેથી આ દિશામાં તિજોરી મુકવી શુભ કહેવાય છે. જો તિજોરી દક્ષિણ પૂર્વ મતલબ અગ્નિકોણમાં મુકવામાં આવે તો ધનનો ખર્ચ વધુ થાય છે. ઘણીવાર કર્જ લેવાનો વારો આવે છે.

The post જાણો…..વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરો તિજોરીની રચના appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો…..વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરો તિજોરીની રચના

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×