Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

અભ્યાસ મેચમાં શ્રીલંકા સામે જોવા મળ્યો ભારતીય બોલરોનો જલવો

ચાઈનામેન બોલર કુલદીપ યાદવ અને ડાબા હાથના સ્પિનર Ravindra Jadeja ની શાનદાર બોલિંગના આધારે બે દિવસની અભ્યાસ મેચમાં શ્રીલંકા બોર્ડ ઈલેવનની પ્રથમ ઇનિંગ જલ્દી સમાપ્ત કરી દીધી હતી. પ્રેસિડેન્ટ ઈલેવનની પ્રથમ ઇનિંગમાં ૧૮૭ રનમાં ઓલ આઉટ કર્યા બાદ પ્રથમ દિવસની રમત સમાપ્તીએ થયા પ્રથમ ઇનિંગમાં ૩ વિકેટે ૧૩૫ રન બનાવી લીધા છે. કેપ્ટન વિરાટ કોહલી ૩૪ અને અજિંક્ય રહાણે ૩૦ રન બનાવી ક્રીઝ પર છે. ભારત હજુ પણ મેજબાન ટીમને પ્રથમ ઇનિંગના સ્કોરથી ૫૨ રન પાછળ છે જયારે તેમની ૭ વિકેટ બાકી છે. ભારતની શરૂઆત ખુબ જ ખરાબ રહી જયારે વિશ્વા ફર્નાડોએ અભિનવ મુકુન્દ શૂન્ય રન બનાવી આઉટ થઈ ગયા હતા. ચેતેશ્વર પુજારા પણ ૧૨ રન બનાવી વિસ્વા ફર્નાડોના બીજા શિકાર બન્યા હતા. લોકેસ રાહુલ અડધી સદી બનાવ્યા બાદ રજિથાના શિકાર બન્યા હતા. આ અગાઉ કૌશલ સિલ્વા (૪) ની વિકેટ સસ્તામાં ગુમાવ્યા બાદ દાનુષ્કા ગુણતિલકા (૭૪) એ કેપ્ટન લાહિરું થીરીમાને (૫૯) ની સાથે બીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. ૧૩૦ રનની ભાગીદારી બાદ આ ભાગીદારીને રવીન્દ્ર જાડેજાએ તોડી જયારે તેમના કેપ્ટન લાહિરુ થીરીમાનેને આઉટ કર્યા હતા. ત્યાર બાદ તે જોત જોતામાં ૪૮ રનની અંદર ઓલ આઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવે ૧૪ રનમાં ૪ અને રવીન્દ્ર જાડેજા ૩૧ રનમાં ૩ વિકેટ લીધી હતી. મોહમ્મદ શામીએ ૯ રન આપીને બે વિકેટ લીધી હતી.

The post અભ્યાસ મેચમાં શ્રીલંકા સામે જોવા મળ્યો ભારતીય બોલરોનો જલવો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

અભ્યાસ મેચમાં શ્રીલંકા સામે જોવા મળ્યો ભારતીય બોલરોનો જલવો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×