Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જુઓ… ચમત્કારિક Shivling, જે દર વર્ષે ૬ થી ૮ ઇંચ વધે છે!

દેશમાં શિવાલયોમાં એક તરફ મહાકાલ જેવા અન્ય Shivling ના આકાર નાના થઇ રહ્યા છે. જ્યારે છત્તીસગઢમાં એક એવું શિવલિંગ છે જેનો આકાર દર વર્ષે વધતો જ જાય છે. આ શિવલિંગ છત્તીસગઢના ગારિયબંધ જિલ્લાના મરૌડા ગામમાં આવેલ છે. આ શિવલિંગને ભુતેશ્વરનાથ તરીકે ઓળખાવાય છે. આ શિવલિંગ સ્વંયભૂ છે. દર શ્રાવણ માસમાં શિવલિંગના દર્શન કરવા અને જળ ચઢાવવા માટે વિશાળ સંખ્યામાં કાવડિયાઓ લાંબી પગપાળા યાત્રા કરીને આવે છે. ગારિયાબંદ જિલ્લાથી ત્રણ કિલોમીટર દૂર ગાઢ જંગલ અને પહાડી વચ્ચે વસેલા મરૌડા ગામમાં આ શિવલિંગ વિરાજમાન છે. જેને ભૂતેશ્વરનાથ તરીકે ઓળખાવાય છે. આ શિવલિંગ માટે કહેવાય છે કે ઘણા સમય પહેલા તેનો આકાર ખૂબ જ નાનો હતો. સમય જતા ધીરેધીરે તેની ઉંચાઇ અને ગોળાઇમાં વધારો થતો ગયો અને હજુ પણ તેમાં વધારો થઇ રહ્યો છે. આ શિવલિંગનું કદ 18 ફૂટ ઊંચુ અને 20 ફૂટ ગોળાકારમાં છે. પૌરાણિક કથા મુજબ એક ખેતરમાંથી લોકોને બળદ અને વાઘનો અવાજ આવતો હતો. ગામવાસીઓએ તપાસ કરતા દૂરદૂર સુધી કોઇ જાનવર ન મળતા ત્યાં નાની પહાડીમાંથી અવાજ આવવાનું લોકોએ અનુમાન લગાવ્યું. જેને લોકોએ શિવલિંગનું રૂપ માની લીધું. અને પૂજા અર્ચના કરવા માંડ્યા. આ શિવલિંગમાંથી હુંકારનો અવાજ આવતો હતો. જેને છત્તીસગઢની ભાષામાં ભકુરા કહેવાય છે. આ શિવલિંગ ભકુરા તરીકે પણ ઓળખાય છે. ભૂતેશ્વર મહાદેવ કે ભકુરા મહાદેવ તરીકે આ સ્થળ પુરાણોમાં પ્રસિદ્ધ છે. જેની પૂજા-અર્ચના થી કાર્ય સિદ્ધિ થતી હોવાનો પણ તેમાં ઉલ્લેખ છે. ભૂતેશ્વર મહાદેવના સ્થાનિક પંડિતો અને મંદિર સમિતિના સભ્યોનું કહેવું છે કે, દર મહાશિવરાત્રિએ આ શિવલિંગની ઊંચાઇ અને પહોરાઇ માપવામાં આવે છે. સભ્યોનું કહેવું છે કે, દર વર્ષે આ શિવલિંગ એક ઇંચથી પોણા ઇંચ સુધી વધે છે. ભકુર્રા મહાદેવના સબંધમાં કહેવાય છે કે, ભૂતકાળમાં અહીંયા હાથી પર બેસીને અભિષેક કરતા હતા. તો આ તરફ 25 વર્ષથી ભૂતેશ્વર મહાદેવ સંચાલન સમિતિ સાથે જોડાયેલા મનોહર લાલ દેવાંગનએ જણાવ્યું કે, ભૂતેશ્વર મહાદેવને ભકુર્રા મહાદેવ પણ કહેવાય છે. આ સંભવતઃ વિશ્વનું આ પ્રથમ શિવલિંગ છે, જેની ઊંચાઇ દર વર્ષે વધે છે. 17 ગામોની સમિતિ એકસાથે મળીને સેવા કાર્યોનું સંચાલન કરે છે.

The post જુઓ… ચમત્કારિક Shivling, જે દર વર્ષે ૬ થી ૮ ઇંચ વધે છે! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જુઓ… ચમત્કારિક Shivling, જે દર વર્ષે ૬ થી ૮ ઇંચ વધે છે!

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×