Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

સલમાન ખાન નાં પિતાએ જોઈ ફિલ્મ Tubelight, ટ્રેલર આજે ૮:૫૯ વાગ્યે થશે રીલીઝ

બોલીવુડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ Tubelight નો તેના ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર અને ટીઝર પણ લોકો ઘણું જ પસંદ કર્યું છે. તેમજ સલમાનનાં પિતા સલીમ ખાનને તેમના સૌથી મોટા ક્રિટિકનાં રૂપમાં જોઈ શકાય છે. તેમને છેલ્લા ૨ વર્ષોમાં રીલીઝ થયેલ ત્રણેય ફિલ્મો પસંદ આવી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું ફિલ્મ Tubelight ને સલમાનની પરફોર્મન્સ માટે એવોર્ડ મળી શકે છે, તો તેમને કહ્યું કે ઘરમાં કોઈ પણ એવોર્ડ માટે લાલચ નથી. સલમાન ખાનને બજરંગી ભાઈજાન અને સુલતાનમાં સારું કામ કર્યું છે અને ફિલ્મ ટ્યૂબલાઈટમાં પણ સારું કામ કર્યું છે. પરંતુ તમે ત્રણેય ફિલ્મોની તુલના ન કરી શકો. તેમજ સલમાન ખાને પોતાના ટ્વીટર પર ફિલ્મનું એક પોસ્ટર શેર કરતા ટ્વીટ કરી છે કે, ફિલ્મનું ટ્રેલર આજે રાત્રે ૮ વાગીને ૫૯ મિનીટ પર સ્ટાર પ્લસ અને સ્ટાર ગોલ્ડ પર બતાવવામાં આવશે. કબીર ખાનના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ટ્યુબલાઈટ ઈદ પર રીલીઝ થશે. તાજેતરમાં આ ફિલ્મનું રેડિયો સોંગ રિલીઝ થયું હતું. આ સોંગને અવાજ કમાલ ખાન અને અમિત મિશ્રાએ આપ્યો છે. સોંગ ઘણું મજેદાર છે જેને સાંભળી તમે ડાંસ કરવા મજબુર થઇ જશો અને તમે પણ ગાશો 'સજન રેડિયો'. તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. બોલિવુડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઈટ તાજેતરમાં ઘણા કારણોથી ચર્ચામાં છે. તે દરમિયાન એક અન્ય ખબર સામે આવી છે કે, ટ્યુબલાઈટ બોલિવુડની ફર્સ્ટ એવી હિંદી ફિલ્મ છે જેની પાસે ટ્વીટર પર પોતાનું ઈમોજી છે. સૌથી પહેલા ફિલ્મના ડિરેક્ટર કબીર ખાને આ માહિતી આપી હતી. ત્યારબાદ સલમાને ટ્વીટ કરી કહ્યું કે, ટ્વીટરને ફુલ લાઈટ કરી દેશે હવે ટ્યુબલાઈનું આ ઈમોજી.

The post સલમાન ખાન નાં પિતાએ જોઈ ફિલ્મ Tubelight, ટ્રેલર આજે ૮:૫૯ વાગ્યે થશે રીલીઝ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

સલમાન ખાન નાં પિતાએ જોઈ ફિલ્મ Tubelight, ટ્રેલર આજે ૮:૫૯ વાગ્યે થશે રીલીઝ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×