Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

NEET ની પરીક્ષાને રદ કરી ફરીથી યોજવા હાઈકોર્ટમાં રિટ

અમદાવાદ: વર્ષ 2017માં લેવાયેલી NEETની પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રો જુદાજુદા કાઢ્યા હોવાના વિવાદે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી જન્મી છે. જેના કારણે વાલીઓ દ્વારા આ NEET ની પરીક્ષાને રદ જાહેર કરી નવેસરથી બંને ભાષાના એક સમાન પ્રશ્નપત્ર કાઢીને પરીક્ષા યોજવામાં આવે તેવી માંગણી કરતી રિટ પીટીશન હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ રિટમાં એવી પણ માંગણી કરવામાં આવી છે કે જો પરીક્ષા નવેસરથી લેવામાં ન આવે તો હાલની પરીક્ષામાં બંને ભાષાના પ્રશ્નપત્રો જુદાજુદા હોવાથી તેમનું મેરિટ લિસ્ટ પણ જુદું જુદું બનાવવામાં આવે. એટલું જ નહી જ્યાં સુધી આ મુદ્દાનો નિકાલ ના આવે ત્યાં સુધી પરિણામ જાહેર કરવા ઉપર સ્ટે આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રો જુદાજુદા કાઢ્યા હોવાનો વિવાદ ગુજરાત સહીત દેશભરમાં MBBS અને BDSના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ફરીથી યોજવામાં આવે અને હાલમાં લેવાયેલી NEET ની પરીક્ષાના પરિણામ પર રોક લગાવવાની માગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજન્ટ રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં પરીક્ષા આપનારા 40 જેટલા વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષામાં તેમની સાથે અન્યાય થયો હોવાથી તેમના બંધારણીય અધિકારોનું હનન થયું હોવાની પણ રજૂઆત કરાઈ છે. હાઈકોર્ટ દ્વારા આ રિટ અંગેની સુનાવણી શુક્રવારે કરવામાં આવે તેવી સંભાવના છે. NEETની પરીક્ષા માટે ‘એક રાષ્ટ્ર, એક પરીક્ષા અને એક મેરિટ’નો નિયમ લાગૂ પડે છે. પરંતુ વર્ષ 2017માં મેડિકલ કોર્સિસમાં પ્રવેશ માટે લેવાયેલી NEETની પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રો જુદાજુદા કાઢવામાં આવ્યા હતા. ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તેમનું પેપર અંગ્રેજી ભાષાના પેપર કરતા અઘરું કાઢવામાં આવ્યું હતું અને તેથી તેમની સાથે અન્યાય થયો છે. અરજદાર 40 વિદ્યાર્થીઓએ રિટ પિટિશનમાં એવી રજૂઆત કરી છે કે,‘NEETના વન નેશન, વન એક્ઝામ, વન મેરિટ’ના સૂત્રથી વિપરીત કાર્યવાહી સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા કરવામાં આવી છે. જે બંધારણના અનુચ્છેદ 14 અને 21નો ભંગ છે. પરીક્ષામાં અંગ્રેજી અને ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો અલગ-અલગ કાઢીને સમાનતાનો અધિકારનો ભંગ કરાયો છે. એવી જ રીતે ગુજરાતી ભાષાનું પ્રશ્નપત્ર પ્રમાણમાં અઘરું હોવાથી તેના વિદ્યાર્થી મેડિકલ કોર્સિસમાં પ્રવેશ માટેની યોગ્યતા ધરાવતા હોવા છતાંય પ્રવેશથી વંચિત રહી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.’ વધુમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે,‘બંને ભાષાના પ્રશ્નપત્રો જુદા હોવાથી 3500 વિદ્યાર્થીઓ પૈકી 3000 બેઠકો તો અંગ્રેજી ભાષાના વિદ્યાર્થીઓને ફાળે જતી રહે તેવી શક્યતા છે. જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને 500થી ઓછી બેઠકો મળે તેવો ઘાટ સર્જાયો છે.’

The post NEET ની પરીક્ષાને રદ કરી ફરીથી યોજવા હાઈકોર્ટમાં રિટ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

NEET ની પરીક્ષાને રદ કરી ફરીથી યોજવા હાઈકોર્ટમાં રિટ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×