Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

હિસાબ ચૂકતે!

Read this full post હિસાબ ચૂકતે! on Swati's Journal.

ચાલ, આજે છુટ્ટા પડતા પહેલા હિસાબ કરી લઈએ,

પોત-પોતાનાં હિસ્સાની જણસો વહેંચી લઈએ.

બહુ લીધું-દીધું તો કંઈ નથી, જો ને નડ્યા આ સમય ને અંતર;

હા, છે થોડી વાતો, થોડા પરિહાસ ને ઢગલો મત-મતાંતર.

લઈએ પ્રેમ ને પીડા અડધા-અડધા, પ્રાર્થનાઓ સૌ તારી;

બસ, તારું મન હું રાખી લઉં છું, બાકી ન કોઈ ઉધારી;

હિજરાવાનો હક્ક હું રાખું, શાતા તારે નામે કરીએ;
વીણી-વીણીનેે કામનાઓની નાની-મોટી ગાંસડી ભરીએ.

એળે ગયેલી મંછાઓનો આખો એક ઓરડો ભર્યો છે;
તારે જોઈએ તો લઇ જા થોડી, મેં એ દાવો જતો કર્યો છે.

આ લાગણીઓનું શું કરવાનું ? બહુ ભારી વિમાસણ છે;

જોખી, સરખી વહેંચી લઈશું , માપનું કોઈ વાસણ છે?

સુખ, શમણાં તું લઇને જાજે, જબરો મોટો ભારો છે;
અજંપાઓને હું રાખી લઉં છું, આ વખતે મારો વારો છે.

અનુકંપાનાં બે-બે અશ્રુ આંખોમાં સાચવી લઈશું;

બાકી, સઘળો હિસાબ ચૂકતે; એમ જ સૌને કહીશું.

તો બસ, આજે છુટ્ટા પડતા પહેલા હિસાબ કરી લઈએ?

પોત-પોતાનાં હિસ્સાની જણસો વહેંચી લઈએ!!

લાગણીઓનાં ઋણાનુબંધ આજીવન રહે છે પરંતુ, ક્યારેક સાથે આગળ વધવું શક્ય ન બને અને રસ્તાઓ ફંટાતા જણાય ત્યારે,લેણ-દેણ પતાવી લેવી એ માર્ગ સરળ કરે છે.ભાવનાઓ બંધન બને એ પહેલા હિસાબ ચૂકતે કરી લેવો જોઈએ… સાચું ને?

Written by - Swati Joshi

Freelance Content Writer, Indian Author

Having dealt with loads of people literally, I have mastered the subject called LIFE! Everyday encounters and years passed in greying hair push me to write. While not writing, I do behave as a normal human being. Read More

Follow it for more short stories, Articles and Poetry.

Share the post

હિસાબ ચૂકતે!

×

Subscribe to Swati's Journal - Short Stories, Motivational Articles And Poetry By Freelance Writer - Swati Joshi

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×