Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

સદ્દર્શન ચાલીસી - 40 verses on reality - Gujarati Full unicode

સદ્દર્શન ચાલીસી




મંગલાચરણ

. સત્ અર્થાત્ જ્ઞાન સ્વરુપે રહેલ વસ્તુ વિના સત્ નું જ્ઞાન હોઇ શકે ? એ સત્ય વસ્તુ કોઇ પણ વિચાર વિના વિચારના મૂળ સ્વરુપ હૃદયમાં રહે છે. માટે જેનુણ નામહૃદય છે તે સત્યવસ્તુનું ધ્યાન કેવી રીતે કરાય ? તે હૃદયમાં રહે છે તેમ આપણે હૃદયમાં રહેવું અર્થાત્ હૃદયમાં તાદાત્મ્ય ભાવ એજ એ સત્યવસ્તુનું ધ્યાન કહેવાય છે.

. જેઓ મૃત્યુથી અધિક ડરે છે તેઓ જન્મ અને મરણથી રહિતએવા મહેશ્વરના ચરણોનું જ અનન્ય ભાવથી શરણ લે છે. તેથી પોતાની તરફ અને પોતાની સંપત્તિઓ તરફ તેઓ મૃત છે. અર્થાત્ મમતા - અહંકારનો તેઓ એ નાશ કર્યો છે. એવા અમર પુરૂષો ને મૃત્યુનો વિચાર કેવી રીતે આવે ?

સદ્દર્શન ચાલીસી

() આપણે જગતને જોઇએ છીએ એ કારણ સૌએ, અનેકવિધ શક્તિવાળા એકમેવ તત્વ કારણકર્તા વિશ્વેશ્વરને સર્વાનુમતે સ્વીકાર્યે જ છુટકો. નામરૂપવાળા ચિત્રો, દ્રષ્ટા, આધારવસ્ત્ર પડદો અને પ્રકાશ - આ બધાં વસ્તુસ્વરૂપ તે પોતે જ છે.

() પ્રત્યેક મત જીવ, જગત અને ઈશ્વર- એ ત્રણ વસ્તુનું અભિમાન કરી આરંભ કરે છે. ‘એક વસ્તુજ ત્રણ રૂપે રહે છે' એમ કહેવુ અને આ ત્રણે હમેંશા ત્રણજ (જુદી જુદી વસ્તુઓ) છે' એમ કહેવું તે, અહંકાર હોય ત્યા સુધી જ. ‘હું (અહંકાર) નો નાશ થાયે, સ્વસ્થિતિમાં પોતે અવસ્થિત થવું એજ ઉત્તમ.

() સત્ય છે' ‘ના, તે મિથ્યા દ્રશ્ય છે' ‘જગત જ્ઞાનમય છે.' ‘ના' ‘જગત સુખ સ્વરૂપ છે.' ‘ના' (અર્થાતજગત સચ્ચિદાનન્દસ્વરૂપ છે.’ ‘ના') આ પ્રમાણે વિવાદ કરવાથી લાભ શો ? આ જગતદ્રષ્ટિ છોડી, (અંતર્મુખ થઈ) પોતાને જાણી (પોતાના સ્વરૂપને જાણી) અદ્વૈત અને દ્વૈત રહિત, ‘હું રહિત (અહંકાર રહિત) આ સ્વસ્થિતિ (પરમ સ્થિતિ) સર્વે ને માન્યછે.

() જો પોતે સરૂપહોય, તો જગત અને ઈશ્વર પણ તેવા જ (સરૂપ - સાકાર) છે. પોતે રૂપ હોય, તો તેઓના રૂપજુએ કોણ ? કેવી રીતે ? નેત્ર વગર દ્રષ્ટિ હોઈ શકે ? (નેત્ર વગર જોઈ શકાય?) પોને જ નેત્ર છે. એ નેત્રનો અંતનથી.

() દેહ પંચકોશાકાર છે. એટલે દેહ શબ્દમાં એ પાંચેનો સમાવેશ થાય છે. દેહથી અન્ય એવું જગત છે ? દેહ વગર જગતને જોયું હોય એવં કોઈ છે ? કહો .

() જગત (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ - ) પંચ વિષયાત્મક છે. તે સિવાય જગત અન્ય કાંઈ નથી. આ પાંચ વિષયો પંચેન્દ્રિય ગોચર છે. આ પંચેન્દ્રિયદ્વારા મન જગતને જાણે છે માટે જગત મન છે. મન સિવાય અન્ય એવું જગત છે ? કહો.

() જો કે જગત અને જ્ઞાન(મન) એક સાથે જ ઉદિત થાય છે અને અસ્તથાય છે, છેતાં જ્ઞાન(મન) દ્વારા જગત પ્રકાશે છે. જગત અને જ્ઞાન


This post first appeared on INDIASPIRITUALITY, please read the originial post: here

Share the post

સદ્દર્શન ચાલીસી - 40 verses on reality - Gujarati Full unicode

×

Subscribe to Indiaspirituality

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×