Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આજે બેંકોની રાષ્ટ્રવ્યાપી હડતાળ, ૧૦ લાખ કર્મચારી જોડાશે

સરકાર અને બેંક પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટો નિષ્ફળ થવાથી યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન (યૂએફબીયૂ) એ આજે બેન્કોમાં રાષ્ટ્રવ્યાપી હડતાળ છે. યૂએફબીયૂએ જણાવ્યું કે, આં હડતાળમાં બેંક કર્મચારીઓના નવ સંગઠન એઆઈબીઈએ, એઆઈબીઓસી, એનસીબીઈ, એઆઈબીઓએ, બીઈએફઆઈ, આઈએનબીઓસી, એનઓબીડબ્લ્યુ અને એનઓબીઓ ભાગ લેશે. તેમાં સાવર્જનિક ખાનગી તથા વિદેશી બેંકોનાં ૮૦ હજાર શાખાઓના લગભગ ૧૦ લાખ કર્મચારી સામેલ થશે. આ હડતાળ બેંકિંગ ક્ષેત્રમાં સરકાર દ્વારા કરવામાં આવેલ સુધારાના વિરોધમાં કરવામાં આવી રહ્યું છે. એઆઈબીઈએનાં મહાસચિવ સી. એચ. વેંકટચલમે બુધવારે હડતાળનું કારણ બેંક શાખાઓમાં ચેક કલીયરન્સ, રોકડ જમા અને નિકાસી સહિત અન્ય સુવિધાઓ પ્રભાવિત હશે. તેઓએ બેંકિંગ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારાઓની આલોચના કરતા કહ્યું કે, તેનો પ્રભાવ પ્રતિકૂળ થશે. તેઓએ કહ્યું કે, બેંકોમાં સાવર્જનિક મૂડી ઓછી કરવાના ખાનગીકરણને વધારો મળશે. તે સિવાય સાવર્જનિક બેંકોના વિલય તથા ખાનગી બેંકોનો વિસ્તારનો પ્રસ્તાવ, બેંકો માટે કોર્પોરેટ ગૃહોને લાયસન્સ જારી કરવા, સાવર્જનિક બેંકોમાં દેવું વસુલવાના અપ્રભાવી પગલું ઉઠવવા અને ઉધાર લેનારાઓને વસૂલીમાં છૂટછાટ આપવાની પણ યૂનિયનનો વિરોધ કર્યો છે. વેંકટચલમેં કહ્યું કે અમે સુધારણાનાં નામ પર સાવર્જનિક બેંકોના ખાનગીકરણના પ્રયાસો નો વિરોધ કર્યો. અમે સાવર્જનિક બેંકોમાં ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓની નિયુક્તિ પર સવાલ ઉઠવવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કલે મુખ્ય લેબર કમિશનરે વાતચીતમાં સામેલ પક્ષોની હડતાળથી બચવા માટે આ મુદ્દાઓને ઉકેલવાની સલાહ આપી છે. યૂએફબીયૂએ બધાજ ટ્રેડ યૂનીયાનોને સૂચિત કરવામાં આવ્યા કે, જો સરકારે પોર્ટના નિર્ણયથી પીછેહઠ કરે છે ત્યારે હડતાળને રદ્દ કરવા પર વિચાર કરી શકાય છે. તેઓએ કહ્યું કે, સરકાર સાથે થયેલી વાતચીત વગર કોઈ સમાધાનના અનિર્ણિત સમાપ્ત થઇ ગઈ છે.

The post આજે બેંકોની રાષ્ટ્રવ્યાપી હડતાળ, ૧૦ લાખ કર્મચારી જોડાશે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આજે બેંકોની રાષ્ટ્રવ્યાપી હડતાળ, ૧૦ લાખ કર્મચારી જોડાશે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×