Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

સ્કિન પ્રમાણે પસંદ કરો સ્પેશિયલ હોમમેડ Cleansers

કલીન્ઝીંગનો ઉપયોગ ત્વચાની ગંદકી હટાવવા માટે કરવામાં આવે છે, જેથી મેકઅપ કરવાથી સુંદર દેખાવ આવે. કેટલીક વખત આપણે ક્લીન્ઝર પ્રોડક્ટ ઉપયોગમાં લઇ લઈએ છીએ, જે આપણી ત્વચાને નુકશાન કરે છે. આજના આર્ટીકલમાં અમે તમને હોમમેડ ક્લીન્ઝર વિશે બતાવીશું જે તમારી ત્વચાને નુકશાન પણ નહી કરે. દૂધ-ગ્લિસરીન ક્લીન્ઝર જો તમારી ત્વચા ડ્રાય છે તો એક ચમચી દૂધમાં ત્રણ ટીપાં ગ્લિસરીન અને એક ચમચી ગુલાબજળ ભેળવો. પછી આ ક્લીન્ઝરને ફ્રિઝમાં ઠંડુ થવા રાખી દો અને ત્યાર બાદ તેનો ઉપયોગ કરો. બેસન-હળદર ક્લીન્ઝર આ બેસન અને હળદરનું ક્લીન્ઝર બધા જ પ્રકારની સ્કિન માટે બેસ્ટ છે, ખાસ કરીને જેમને ખીલની સમસ્યા છે તેમના માટે તો આ ક્લીન્ઝર રામબાણ ઇલાઝ છે. બેસન અને હળદર માં એક ચમચી ગુલાબજળ મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. દહીં, લીંબુ અને મધ ક્લીન્ઝર જો તમારી ત્વચા ઓઈલી છે તો ૧ ચમચી દહીંમાં ૧ ચમચી મધ અને લીબુંનો રસ ભેળવો. ચહેરાને પહેલા સારી રીતે ધોઈને ઓછી જ આ ક્લીન્ઝરનો ઉપયોગ કરો. બદામ અને દહીં ક્લીન્ઝર દસ બદામને પીસીને તેમાં એક ચમચી દહીં ભેળવો. આ પેસ્ટને ત્વચા પર લગાવીને દસ મિનીટ માટે રહેવા દો પછી પાણી વડે ધોઈલો. પેટ્રોલિયમ જેલી ક્લીન્ઝર પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ સમય છે, પરંતુ મેકઅપ સાફ કરવા માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો. કોટન બોલ પર વેસેલીન લઈને ચેરા પર લગાવી શકાય છે, જે ક્લીન્ઝર જેવું કામ કરે છે. ઓલીવ ઓઈલ અને જોજોબા ઓઈલ જો તમારી ત્વચા ઘણી જ સંવેદનશીલ છે અને તેના પર કોઈજ ક્લીન્ઝર કામ નથી કરતું તો તમારે ઓઈલ્વ ઓઈલ, જોજોબા ઓઈલ અથવા તો કેસ્ટર ઓઈલનો ઉપયોગ ક્લીન્ઝર તરીકે કરવો જોઈએ.

The post સ્કિન પ્રમાણે પસંદ કરો સ્પેશિયલ હોમમેડ Cleansers appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

સ્કિન પ્રમાણે પસંદ કરો સ્પેશિયલ હોમમેડ Cleansers

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×