Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

એક તરફી પ્રેમમાં પાગલ કિશોરે આત્મહત્યા કરીઃ છાતીમાં Blade થી નામ કોતર્યું હતું

અમદાવાદના ઠક્કરબાપા નગરમાં તાજેતરમાં વિદ્યાર્થી ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થીએ પ્રેમમાં નિષ્ફળતા મળતાં અાત્મહત્યા કરી હતી. ઠક્કરનગર પાસે આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતો 17 વર્ષીય કમલ રજનીકાંતભાઇ અંટારાએ 14મી જૂને તેના ઘરે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરવા પાછળ કમલનો એક તરફી પ્રેમ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર કમલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને 12મા ધોરણમાં સારા રિઝલ્ટ સાથે પાસ થયો હતો. કમલને તેની સાથે ભણતી વિદ્યાર્થિની રેશમા (નામ બદલેલ છે) સાથે એક તરફી પ્રેમ હતો. જેથી કમલે રેશમાને ફેન્ડશિપ કરવા માટે પ્રપોઝ કર્યું હતું અને જણાવ્યુ હતું કે જો તું મારી સાથે ફેન્ડશિપ નહીં કરે તો હું આત્મહત્યા કરી લઇશ. જોકે રેશમાએ તેની સાથે ફ્રેન્ડશિપ કરવાની ના પાડી દીધી હતી. રેશમાના પ્રેમમાં પાગલ કમલે તેની છાતી ઉપર રેશમાનો આર તથા કમલનો કે બ્લેડથી કોતર્યો હતો અને તેનો ફોટો મિત્રોને વોટ્સઅપથી મોકલ્યો હતો. તેના મિત્રો પાસે અાપઘાત કરવા દોરી માગી હતી. 14મી જૂને જ્યારે કમલે આત્મહત્યા કરી લેવવાનું નક્કી કરી લીધું ત્યારે રાતે તે તેના પરિવાર સાથે જમવા માટે બેઠો હતો જમીને તેણે તેના પરિવારના તમામ સભ્યોના પગે લાગ્યો હતો. આ સમયે કમલની દાદીએ પગે લાગવાનું કારણ પૂછ્યું તો ભીંડાનું શાક સારું બન્યું છે તેથી પગે લાગુ છે તેવું કહ્યું હતું. જ્યારે કમલનો પરિવાર ધાબા ઉપર સૂવા ગયો ત્યારે કમલે આત્મહત્યા કરી લીધી હતી. જોકે આત્મહત્યા કરતાં પહેલાં વોટ્સઅપના તમામ ચેટિંગ ડિલિટ કરી દીધા હતા આ સિવાય તેણે વોટ્સઅપ સ્ટેટસમાં બાય યાર લખ્યું હતું. કમલના એક તરફી પ્રેમના આ પાગલપને અંટારા પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે.

The post એક તરફી પ્રેમમાં પાગલ કિશોરે આત્મહત્યા કરીઃ છાતીમાં Blade થી નામ કોતર્યું હતું appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

એક તરફી પ્રેમમાં પાગલ કિશોરે આત્મહત્યા કરીઃ છાતીમાં Blade થી નામ કોતર્યું હતું

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×