Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, આ ખેલાડીનો રેકોર્ડ તોડ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ-૯ ની છેલ્લી મેચ કાલે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર રમત રમી હતી અને એક નવો રેકોર્ડ પોતાના નામે કરીને ઈતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ મેચમાં ૩૫ બોલમાં ૫૪ રનોની રમત રમી હતી અને તેની સાથે જ કોહલીએ ગુજરાત લાયન્સના કેપ્ટન સુરેશ રૈનાનો રેકોર્ડ તોડી દીધો હતો. સુરેશ રૈનાએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ૧૪૭ મેચોમાં ૪૦૯૮ રન બનાવ્યા હતા અને તે પ્રથમ નંબર પર હતા. આઈપીએલ-૯ ની ફાઈનલ મેચમાં ૫૪ રનોની રમત રમીને આઈપીએલ લીગમાં ૧૩૮ મેચોમાં ૪૧૪૨ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયા છે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલ-૯ ના ટાઈટલ મુકાબલામાં Sunrisers Hyderabad ની રોયલ ચેલેન્જર્સ બેંગલોરની શાનદાર રમત દેખાડી હતી. શરૂઆતમાં કેપ્ટન ડેવિડ વોર્નરની શાનદાર બેટિંગ પછી છેલ્લે બેન કટિંગની જોરદાર રમત રમીને ટીમનો સ્કોર ૨૦૦ ની બહાર પહોચાડી દીધો હતો. આઈપીએલના ટાઈટલ મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે ૨૦ ઓવરમાં ૭ વિકેટ પર ૨૦૮ રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં આરસીબીના બોલર શેન વોટ્સન ખુબ જ ખર્ચાળ રહ્યા હતા. બેન કટિંગે ૧૫ બોલમાં ૩૯ રન બનાવ્યા હતા, અને છેલ્લી ઓવરમાં એક ચોગ્ગો અને ૩ સિક્સર લગાવીને ૨૪ રન બનાવ્યા હતા. તેના જવાબમાં આરસીબીએ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ૨૦૦ રન જ બનાવી શકી હતી. ક્રિસ ગેઈલ અને વિરાટ કોહલી શાનદાર બેટિંગથી લાગી રહ્યું હતું કે આરસીબી મેચમાં જીત મેળવી લેશે. જેવી રીતે ૧૧૪ રનોની પ્રથમ વિકેટની ભાગીદારી અને ક્રિસ ગેલના ૭૫ રન માર્યા હતા. પરંતુ વિરાટ કોહલીની વિકેટ પછી આરસીબી વિકેટ ગુમાવતી રહી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે પહેલા જોરદાર બેટિંગ પછી તેમની શાનદાર બોલિંગ નિર્ણયાક રહી હતી. હારની સાથે વિરાટ કોહલીની ટીમ આરસીબીને પોતાનું પ્રથમ આઈપીએલ ટાઈટલ જીતવાનું સ્વપ્નું તૂટી ગયું હતું. તેમ છતાં બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદના માટે આ પ્રથમ આઈપીએલ ટાઇટલ હતું. ૨૦૦૯ માં ડેક્કન ચાર્જર્સે આરસીબીને હરાવીને આઈપીએલનું ટાઈટલ જીત્યું હતું.

The post વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, આ ખેલાડીનો રેકોર્ડ તોડ્યો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, આ ખેલાડીનો રેકોર્ડ તોડ્યો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×