Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો….કેવું રહેશે તમારું ૩૦-૦૫-૨૦૧૬ નું Horoscope

See your 30-05-2016 Horoscope

મેષ આજે તમારા મગજ કરતાં મનનું કહ્યું વધારે થશે. તમે પોતાની લાગણીઓને વધારે પડતું મહત્વ આપશો, પરંતુ ખરેખર તો તમારે તર્કનો ઉપયોગ કરીને મન-મગજનું સંતુલન રાખવાની અને વ્યવહારુ વલણ અપનાવવાની જરૂર છે. વૃષભ આજે તમે ઘણા ઉત્સાહી બની જશો અને અન્યોને મુશ્કેલ લાગતાં કાર્યો ખુશી-ખુશી હાથમાં લેશો. જોકે લોકો તમારું કામ વધારતાં જાય નહીં એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. મિથુન ખંત અને નિષ્ઠાને લીધે તમને સફળતા મળશે. જોકે સામે આવેલી દરેક તકને પકડવાની કોશિશ કરવી નહીં, કારણ કે એમાં વધારે જોખમ હોઈ શકે છે. કર્ક આજે તમે ભૂતકાળમાં સરી પડશો અને યાદગાર પળોને ફરી માણશો. આવા સુંદર સમયને યાદ કરવાથી તમારું મન હળવુંફૂલ બની જશે. સિંહ નસીબની દેવી આજે તમારા પર મહેરબાન રહે એવા યોગ છે. બિઝનેસમાં કે પ્રોપર્ટીના સોદામાં કે નોકરીમાં બઢતીના સ્વરૂપે ધનલાભના પણ ઉજ્જ્વળ સંજોગો છે. કન્યા આજે તમે કોઈ સ્પર્ધામાં કે પ્રવૃત્તિમાં નામ નોંધાવો એવી સંભાવના છે. કોઈ સારા સમાચારને લીધે સાંજના સમયે તમે ઉજવણી કરશો. તમારા મનની વાતો બીજાઓને કરવી. તુલા નાણાકીય વ્યવહારો કરવા તથા રોકાણ કરવા માટે આજનો સમય અનુકૂળ છે. તમને આ વ્યવહારો લાભદાયી નીવડે એવી ભરપૂર શક્યતા છે. વૃશ્ચિક આજે તમને થનારા અનુભવોમાંથી કેટલાક મહત્વપૂર્ણ બોધપાઠ મળશે. તમારે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવીને જીવનમાં આગળ વધવું. ધન આજનો દિવસ બધી રીતે સરળ રહે એવું જણાતું નથી, છતાં તમારે ચિત્તને શાંત રાખવા માટે પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસ કરવા. પૂરતો વિચાર કર્યા વગર કોઈ વાતે નિષ્કર્ષ પર પહોંચી જવું નહીં. મકર જોખમ ઉઠાવવાં એ બેધારી તલવાર જેવી વાત છે. જોખમ લઈને જ તમને વધુ વળતર મળી શકે છે, પરંતુ ક્યારેક પ્રતિકૂળ પરિણામ પણ આવી શકે છે. તમે આ બાબતે આજે આખો દિવસ દ્વિધામાં રહેશો. કુંભ આજે સામાજિક કાર્યક્રમોમાં તમારો સમય ઘણો જ સારી રીતે પસાર થશે અને તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બની જશો. મીન તમે છેલ્લા થોડા સમયથી પોતાની પાસેથી વધુપડતી અપેક્ષાઓ રાખો છો તેથી આજે તમારા ભાગે થોડી નિરાશા આવશે. તમારે પરિસ્થિતિની સમીક્ષા કરીને વાસ્તવવાદી લક્ષ્યો નક્કી કરવાની આવશ્યકતા છે.

The post જાણો….કેવું રહેશે તમારું ૩૦-૦૫-૨૦૧૬ નું Horoscope appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો….કેવું રહેશે તમારું ૩૦-૦૫-૨૦૧૬ નું Horoscope

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×