Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat માં ચૂંટણી પ્રચારની શરૂઆતમાં Rahul Gandhi એ આ મુદ્દાઓ પર કર્યું ફોકસ

Gujarat માં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વિધાનસભાની ચૂંટણી પ્રચારના કોંગ્રેસ કાર્યકરો સાથે સંવાદ કરીને શ્રી ગણેશ કર્યા હતા. જેમાં રાહુલ ગાંધીએ ઉમેદવારોને ટીકીટ, ભાજપ અને આરએસએસ સામે સીધી લડત, સ્થાનિક કાર્યકર્તા, આદિવાસીઓને હક્ક, નાના વેપારીઓને અવગણના, નોટબંધી, જીએસટી, વધતો આતંકવાદ અને ભાજપ સરકારની સરમુખત્યારશાહી પ્રણાલી અંગે આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું ગુજરાતમાં દરેક આદિવાસીને કહેવા માંગું છું કે તમારી જમીન અને તમારા હક્ક આપવાનો વાયદો કર્યો હતો તે ચોક્કસ પૂર્ણ કરવામાં આવશે. ગુજરાત સમગ્ર ભારતને નવી રાહ ચીંધી શકે તેમ છે. ગુજરાતની તાકાત તેના લધુ ઉદ્યોગોમાં છે પરંતુ ગુજરાતમાં આ ઉધોગોને મદદ કરવામાં આવતી નથી. સરકાર માત્ર ને માત્ર મોટા ઉદ્યોગપતિઓને જ છાવરે છે. રિવરફ્રન્ટ પર રાહુલ ગાંધીએ કોંગ્રેસી કાર્યકરોને સંવાદ કાર્યક્રમ હેઠળ સંબોધન કર્યું. રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે ટિકિટ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. આયાતી ઉમેદવારોને કોંગ્રેસ તરફથી ટિકિટ આપવામાં નહીં આવે. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતના ખેડૂતો પર 36હજાર કરોડ નું દેવું છે. રાહુલ ગાંધીએ તત્કાલિન મુખ્યમંત્રી નરેદ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે ગુજરાતમાં નેનો પ્રોજેક્ટ લાવવા સરકારે કરોડો રૂપિયા આપ્યા. તે સમયે નેનો પ્રોજેક્ટને 60 હજાર કરોડનો ફાયદો પહોંચાડયો. રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસીઓ અને નાના વેપારીઓનું દર્દ સંભળાય છે. આ સાથે રાહુલે કહ્યું કે કોંગ્રેસને હરાવવાનું કામ કરતા લોકોને કોંગ્રેસમાં સ્થાન નહીં મળે. રાહુલ ગાંધીએ પીએમ પર પ્રહાર કરતાં કહ્યું કે પ્રધાનમંત્રીને મનની વાત કહેવી સારી લાગે છે.મનની વાત સાંભળવી સારી નથી લાગતી. રાહુલ ગાંધીએ નોટબંધી મુદ્દે પીએમએ કોઈની સલાહ ન લીધી, નોટબંધી બાદ પણ આતંકીઓ પાસે નાણાં પહોંચી રહ્યા છે..અને કશ્મીરમાં આતંકવાદમાં વધારો થઈ રહ્યો છે. નોટબંધીથી લાખો લોકોના ઉદ્યોગ ધંધા પર થયા છે. NDAના GST અને કોંગ્રેસના GSTમાં ઘણો ફરક છે.

The post Gujarat માં ચૂંટણી પ્રચારની શરૂઆતમાં Rahul Gandhi એ આ મુદ્દાઓ પર કર્યું ફોકસ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat માં ચૂંટણી પ્રચારની શરૂઆતમાં Rahul Gandhi એ આ મુદ્દાઓ પર કર્યું ફોકસ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×