Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

BRICS સંમેલનમાં પીએમ મોદીના સંબોધનની મહત્વની વાતો

ચીન સાથે ડોકલામ વિવાદ બાદ બ્રિકસ સંમેલનમાં સામેલ થવા ચીનના શિયામન પહોંચેલા ભારતના વડાપ્રધાને BRICS નેતાઓની બેઠક બાદ પ્લેનરી સત્રને સંબોધિત કર્યું હતું.જેમાં તેમણે જણાવ્યું હતું કે અમારું મિશન ગરીબી હટાવો, આરોગ્ય, સફાઈ,કૌશલ્ય, ખાદ્ય સુરક્ષા અને શિક્ષણની ઉપલબ્ધી છે. તેમના સંબોધનના મુખ્ય મુદ્દા આ મુજબ છે. અમારું મિશન ગરીબી હટાવો, આરોગ્ય, સફાઈ,કૌશલ્ય, ખાદ્ય સુરક્ષા અને શિક્ષણની ઉપલબ્ધી છે શાંતિ અને વિકાસ માટે પરસ્પર સહયોગ જરૂરી છે બ્રિકસે સહયોગ માટે એક મજબુત આધાર તૈયાર કર્યો છે. અનિશ્ચિતતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં સ્થાયિત્વ અને વિકાસ માટે યોગદાન આપ્યું છે. આજે આપણે કૃષિ,સંસ્કૃતિ, પર્યાવરણ, ઉર્જા, ખેલ અને આઈ.ટી. જેવા ક્ષેત્રોમાં સહયોગ કરી રહ્યા છીએ. લોકો એક બીજાને મળી રહ્યાં છે.તેમજ આંતરિક સંમેલન આપણી સમજ ને વધુ વ્યાપક અને મજબુત બનાવશે. અમારો મહિલા સશકિતકરણ કાર્યક્રમ ઉત્પાદકતા વધારી રહ્યો છે અને મહિલાને મુખ્યધારામાં લાવી રહ્યો છે. અમારી કેન્દ્રીય બેંકોએ પોતાની ક્ષમતાઓને વધુ વધારવી પડશે અને રીઝર્વ વ્યવસ્થા તથા આઈએમએફ વચ્ચે સહયોગને વધારવો પડશે. બ્રિકસ દેશ આંતરરાષ્ટ્રીય સૌરઉર્જા સંગઠનને થી સૌર ઉર્જા એજન્ડાને વધુ મજબુત કરી શકે છે. બ્રિકસ રેટિંગ એજન્સી જલ્દી બનાવવી જોઈએ કારણ કે તેનાથી વિકસિત દેશોના સ્વાયત્ત અને કોર્પોરેટ સંસ્થાઓની નાંણાકીય જરુરીયાતોને પૂર્ણ કરી શકાય

The post BRICS સંમેલનમાં પીએમ મોદીના સંબોધનની મહત્વની વાતો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

BRICS સંમેલનમાં પીએમ મોદીના સંબોધનની મહત્વની વાતો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×