Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આજે બોલીવુડના અભિનેતા Vivek Oberoi નો જન્મદિવસ

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

આજે બોલીવુડ અભિનેતા Vivek Oberoi નો જન્મદિવસ છે. ૩ સપ્ટેમ્બર ૧૯૭૬ એ હૈદરાબાદમાં જન્મેલા વિવેકે વર્ષ ૨૦૦૨ માં ફિલ્મ 'કંપની' થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પોતાની ડેબ્યુ ફિલ્મમાં વિવેકે ચંદુનાં પાત્રથી ચાહકો પર જે જાદુ ચલાવ્યો હતો, તે આજે ગુમ થઇ ગયો છે. ત્યારે વિવેક ઓબેરોયનાં કામને જોઇને ક્રિટીક્સે તેને બી-ટાઉનનો નેક્સ્ટ સ્ટાર સુધીનો ખિતાબ આપી દીધો હતો. પરંતુ, આ ફિલ્મ બાદ વિવેક ઓબેરોયે પોતાના નીભાયેલા રોલ્સની જગ્યાએ બોલીવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાયની સાથેની મિત્રતાનાં કારણે વધુ ચર્ચામાં રહ્યા હતા. એક દૌરમાં બંનેનાં સંબંધોનાં કિસ્સા ઘણા જ ફેમસ થયા હતા ત્યાં સુધી કે, એશ્વર્યાનાં એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન સુધીની નારાજગી વિવેકને ઝેલવી પડી હતી. જેની સીધી અસર વિવેક ઓબેરોયેનાં કરિયર પર પણ પડી હતી. વિવેક ઓબેરોયનાં પિતા સુરેશ ઓબેરોય હિન્દી સિનેમાનાં પ્રખ્યાત કલાકાર છે. વિવેકનો અભ્યાસ રાજસ્થાનનાં અજેમરમાં થયો છે. વિવેક ઓબેરોયે હિન્દી, અંગ્રેજી, પંજાબી, કેનેડીયન સહીત અન્ય ઘણી દેશી- વિદેશી ભાષાઓ પર પકડ રાખે છે. વિવેકે મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે ઓકટોબર ૨૦૧૦ માં પ્રિયંકા અલવા સાથે લગ્ન કર્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૩ માં વિવેક ઓબેરોયેનાં ઘરે પુત્રનો જન્મ થયો, જેનું નામ વિવાન રાખવામાં આવ્યું હતું.

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

એશ્વર્યા સાથેનો સંબંધ ભારે પડ્યો ૨૦૦૩ માં વિવેક ઓબેરોયનું નામ થોડા સમય માટે એક્ટ્રેસ એશ્વર્યા રાય સાથે જોડાયું હતું. તે સમયે એશ્વર્યા બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનની ગર્લફ્રેન્ડ હતી. કહેવાય છે કે, વિવેક અને એશ્વર્યા રાયની રિલેશનશિપનાં લીધે સલમાન ખૂબ નારાજ થઇ ગયા હતા અને તે હંમેશા વિવેક ઓબેરોયેને ફોન કરીને એશ્વર્યાથી દૂર રહેવા માટે ધમકાવતા હતા.

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

આનો ખુલાસો ૨૦૦૩ માં એક ટીવી ચેનલ મારફતે તે સમયે જ્યારે વિવેક ઓબેરોયેએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો કે એશ્વર્યાની સાથે તેમના સંબંધનાં કારણે સલમાન તેમને ફોન કરી ધમકાવતા હતા. જો કે, એશ્વર્યાની સાથે તેમના સંબંધ વધુ દિવસ સુધી નાં ચાલી શક્યા, પરંતુ આની ચુકવણી તેમને ઘણા દિવસો સુધી ભોગવવી પડી હતી. આ પછી ઘણા સ્ટેજ પર વિવેકે સલમાન ખાનથી માફી પણ માંગી હતી.

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

'કંપની' થી મળી ઓળખ વિવેક ઓબેરોયે પોતાના કરિયરની શરૂઆત રામ ગોપાલ વર્માની ફિલ્મ 'કંપની' થી મળી હતી. આ ફિલ્મે તેમને ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુની સાથે બેસ્ટ સ્પોર્ટીંગ એકટરનો એવોર્ડ પણ અપાવ્યો હતો. આ પછી તેમણે લીડ એક્ટર ફિલ્મ 'રોડ' અને 'દમ' માં કામ કર્યું કર્યું, જેમાં તેમનાં અભિનયને ઘણી પ્રશંસા મળી હતી. આ પછી વિવેકે પોતાના કરિયરની સૌથી વધુ સફળ ફિલ્મ 'સાથીયા' માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમના ઓપોઝીટ રાની મુખર્જી હતી. ૨૦૦૪ માં આવેલી ફિલ્મ 'મસ્તી' એ તેમને કોમેડી એક્ટરનાં રૂપમાં ઓળખ અપાવી હતી. તેમની ચર્ચિત ફિલ્મોમાં 'ઓમકારા', 'શૂટ આઉટ એટ લોખંડવાલા', 'મિશન ઈસ્તંબુલ', 'પ્રિન્સ', 'ગ્રાંડ મસ્તી' 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' અને 'ક્રિશ ૩' શામેલ છે. જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

The post આજે બોલીવુડના અભિનેતા Vivek Oberoi નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આજે બોલીવુડના અભિનેતા Vivek Oberoi નો જન્મદિવસ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×