Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

વિશ્વ ગુજરાત તરફથી મુસ્લિમ બિરાદરોને Eid Mubarak

વિશ્વ ગુજરાત મુસ્લિમ બિરાદરોના Eid Mubarak પાઠવે છે. મુસ્લિમ બિરાદરો માટે આ ઈદમાં કુરબાનીનું મહત્વ રહેલું છે. તેથી તેને ઈદ-ઉલ-અદ્હા ના નામે પણ મનાવવામાં આવે છે. ઈદ-ઉલ-અદ્હા (બકરી ઈદ) વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને આ મુસ્લિમ તહેવાર પર ભેટ આપવામાં આવે છે. ઈદ-ઉલ-જુહા, કુરબાનીનો તહેવાર, ભારત અને વિશ્વમાં પરંપરાગત ધર્મોત્સાહ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. આને અરબી ભાષામાં ઈદ-ઉલ-અદ્હા અને ભારતીય ઉપ મહદ્વીપમાં ઉર્દૂમાં બકરી-ઈદ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે બકરાની કુરબાની આપવામાં આવે છે. ઈસ્લામી વિશ્વાસ મુજબ, ઈબ્રાહીમની પરિક્ષા લેવા માટે અલ્લાહે તેણે પોતાના પુત્રની કુરબાની આપવાનો હુકમ આપ્યો. તેથી મક્કાની નજીક મીનાના પહાડ પર ઈસ્લાઈલને વેદી પર ચઢાવતા પહેલા તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી. જ્યારે તેણે પોતાનુ કામ પુરૂ કર્યા પછી પટ્ટી હટાવી તો તેણે પોતાના પુત્રને સામે જીવતો ઉભો જોયો. બેદી પર કપાયેલ બકરીનુ બચ્ચુ પડ્યુ હતુ. આ તહેવાર ત્રણે દિવસોમાંથી એક દિવસ, પ્રત્યેક એવા મુસલમાન દ્વારા જેની પાસે ૪૦૦ ગ્રામ કે તેનાથી વધુ સોનુ છે, બકરો, ઘેંટુ અથવા કોઈ પણ ચારપગવાળા પશુને કુર્બાન કરવામાં આવે છે. આ અલ્લાહ અને તેના હુકમ પ્રત્યે શ્રધ્ધાનુ પ્રતિક છે. ઈદની નમાઝ પછી કુરબાનીનુ ગોશ્ત વહેંચવામાં આવે છે અને સાથે બેસીની ખાવામાં આવે છે. બકરી ઈદ એ ઈશ્વર તરફનો આદર છે. સંપૂર્ણ રીતે ઈશ્વરને તાબે થવું. ઈશ્વરને વશ થવું. જેમાં કુરબાની પણ ઈશ્વરની એક ઈચ્છા છે. જેમાં ઈશ્વરની ઈચ્છા પૂર્તિ માટે કુરબાની આપવાનો હુકમ છે જેને મુસ્લિમો અનુસરે છે.આ ઉપરાંત વિશ્વના દરેક ધર્મમાં આરાધનાની જે અલગ અલગ પદ્ધતિ છે.તેમાંથી ઇસ્લામ ધર્મમાં કુરબાની તેનો એક પ્રકાર છે.ધાર્મિક દ્રષ્ટિએ આનું વધારે મહત્વ છે. તેમજ કુરબાની કરીને તેનું રક્ત વહેવડાવાની અલ્લાહને ખુશ કરવાનો કોઈ ઉદેશ નથી. કુરબાનીનો મતલબ માત્ર અલ્લાહના હુકમને તાબે થવાનું છે.

The post વિશ્વ ગુજરાત તરફથી મુસ્લિમ બિરાદરોને Eid Mubarak appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

વિશ્વ ગુજરાત તરફથી મુસ્લિમ બિરાદરોને Eid Mubarak

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×