Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આજે Kohli, ધોની, ભુવી અને ટીમ ઇન્ડિયા બનાવી શકે છે આ રેકોર્ડ

શ્રીલંકા સામે ભારતીય ટીમે પાંચ વનડે મેચની સીરીઝમાં ૨-૦ થી શાનદાર લીડ બનાવી લીધી છે. આજે બંને દેશની વચ્ચે ત્રીજી વનડે રમાવવાની છે. જો ભારતીય ટીમ આ મેચ પણ જીતી જાશે તો તે સતત ત્રણ મેચ પોતાના નામે કરી સીરીઝ પણ જીતી શકે છે. ટીમ ઇન્ડિયાની નજર આ મેચની સાથે જ સીરીઝને પણ પોતાના નામે કરી લેશે. તેના સિવાય, ભારતીય ટીમ આ મેચમાં ઘણા રેકોર્ડ્સ પણ બનાવી શકે છે. જાણો ક્યા રેકોર્ડ્સ બનાવી શકશે ભારતીય ટીમ.... વિરાટ Kohli ૨૦૧૭ માં વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બનવાથી માત્ર ૪૨ રન દુર છે. તે અત્યારના સમયે ત્રીજા સ્થાન પર છે. ફાફ ડુ પ્લેસીસ ૮૧૪ અને ઇંગ્લેન્ડના જો રૂટે ૭૮૫ રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ તેમ છતાં ૭૭૩ રન છે. મહેન્દ્ર સિંહ ધોની વનડે મેચમાં ૧૦૦ સ્ટમ્પિંગ પુરા કરવાથી માત્ર એક શિકાર દુર છે. તેમ છતાં તે શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારા (૯૯ સ્ટમ્પિંગ) ના બરાબર છે. ધોની આ મેચમાં સંગાકારાને પાછળ છોડી સૌથી આગળ નીકળી શકે છે. જો ભારત આ મેચ જીતી જાશે તો આ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં તેમની સતત ૫ મી વનડે સીરીઝ જીત હશે. ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર વિદેશી ધરતી પર ૫૦ વિકેટ પૂરી કરવાથી માત્ર ૪ વિકેટ દુર છે. આશા છે કે, તે આ મેચમાં આ સિદ્ધિ મેળવી લેશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામે વનડે મેચમાં ૨૦૦૦ રન પુરા કરી શકે છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી શ્રીલંકા સામે ૪૩ મેચની ૪૨ ઇનિંગમાં ૧૯૪૨ રન બનાવ્યા છે. તે આંકડાથી ૫૮ રન દુર છે. તમને જણાવી દઈએ કે, વનડેમાં ૮૩૪૩ રન બનાવી ચુકેલા વિરાટ કોહલી અત્યાર સુધી કોઇપણ દેશ સામે ૨૦૦૦ રન બનાવી શક્યા નથી.

The post આજે Kohli, ધોની, ભુવી અને ટીમ ઇન્ડિયા બનાવી શકે છે આ રેકોર્ડ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આજે Kohli, ધોની, ભુવી અને ટીમ ઇન્ડિયા બનાવી શકે છે આ રેકોર્ડ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×