Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો Health માટે કઈ રીતે ફાયદાકારક છે લસણ

જાણો Health માટે ફાયદાકારક છે લસણ

સામાન્ય રીતે લસણનો ઉપયોગ ઘરોમાં સબ્જીમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરતું લસણના ઘણા ફાયદાથી આપણે અજાણ છીએ. લસણમાં એલિસન નામનું એક તત્વ મળી આવે છે જેમાં એન્ટી બેક્ટેરીયલ, એન્ટી વાયરલ એન્ટી ફંગલ જેવા ગુણધર્મો જોવા મળે છે. એક સર્વે અનુસાર લસણ શરીરની ચરબી ઓછી કરવામાં પણ મદદરૂપ બને છે. તમારી કેલેરી ઘટાડવા માટે લસણ ખુબ જ ઉપયોગી છે.

હદયરોગ માં છે ફાયદાકારક

લસણ હદયરોગની બીમારીમાં ખુબ ફાયદારૂપ છે. નિયમિત લસણ ખાવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. આ ઉપરાંત શરીરનું કોલેસ્ટ્રોલ ઘટાડવામાં લસણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. હદયની બીમારીઓથી બચવા માટે રોજ સવારે લસણની બે -ત્રણ કાળી ખાવી જોઈએ.

હાયપરટેન્શન ને કરે છે ઓછું

એક અહેવાલ પરમને લસણ હાઈબ્લડ પ્રેશરને ઓછું કરીને લોહીની નળીઓને પહોળી કરે છે જેના લીધે શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થતું જોવા મળે છે. જો લોહીની નળીઓ સાંકડી થઇ જાય તો હદયરોગના હુમલાની ભીતિ રહે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને દુર કરવા માટે રોજ લસણ ખાવું જરૂરી છે.

આર્થરાઇટિસને કરે છે ઓછું

સામાન્ય રીતે ઢીંચણનો દુખાવો દરેક ઉમરલાયક લોકોને જોવા મળતો હોય છે.લસણ આર્થરાઇટિસ જેવા રોગમાં પણ મદદરૂપ થાય છે.જે લોકોને રૂમેટોયડ આર્થરાઇટિસના લક્ષણ જોવા મળે તેના માટે લસણ રામબાણ ઈલાજ છે.જો તમને પણ આર્થરાઇટિસની સમસ્યા હોય તો રોજના ભોજનમાં લસણનો સમાવેશ કરવો હિતાવહ છે.

રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો

લસણ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતા શરીરને અન્ય રોગો સામે લડવા માટે યોગ્ય શક્તિ મળે છે. લસણમાં વિટામીન સી , બી 6 અને મેંગેનીઝ ખુબ પ્રમાણમાં જોવા મળે છે. લસણમાં એન્ટી ઓક્સીટેન્ડ ગુણ હોય છે જેના લીધે તે ઇન્ફેકશન સામે મજબૂતીથી મુકાબલો કરે છે.

The post જાણો Health માટે કઈ રીતે ફાયદાકારક છે લસણ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો Health માટે કઈ રીતે ફાયદાકારક છે લસણ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×