Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે ૨૫ ઓગસ્ટ ૨૦૧૫માં કરેલા સંબોધનના મુખ્ય અંશો

GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે ૨૫ ઓગસ્ટે કરેલા સંબોધનના મુખ્ય અંશો

ગુજરાતના અમદાવાદના ૨૫ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ ઓબીસી અનામતની માંગ લઈને યોજાયેલા પાટીદાર સંમેલનને બે વર્ષ પૂર્ણ થયા છે. જેમાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરુ કરનાર પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ૨૫ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ તેજાબી સંબોધન કર્યું હતું. જેને લઈને આ આંદોલન આજ દિન સુધી ચાલી રહ્યું છે.આ સમયગાળા દરમ્યાન આંદોલનને લઈને અનેક નવા પડાવ સામે આવ્યા છે. જો કે બે વર્ષ બાદ પણ આંદોલન હજુ ચાલુ છે અને પાટીદારો આજે પણ પોતાની માંગને બુલંદ કરીને સરકારને તાત્કાલિક અનામત આપવા માંગ કરી રહ્યાં છે. ત્યારે આવો નજર કરીએ હાર્દિક પટેલે ૨૫ ઓગસ્ટ ૨૦૧૫ના સંબોધનના કેટલાંક મહત્વના અંશો પર... વધુ વાંચવા આગળનું સ્લાઈડ ક્લિક કરો..

GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે ૨૫ ઓગસ્ટે કરેલા સંબોધનના મુખ્ય અંશો

"હક્ક પ્રેમ સે મીલે તો ઠીક હૈ, વરના હમેં છીનના ભી" અનામત નહીં તો સરકાર નહીં આન બાન અને શાનથી અનામતનો હક જોઈએ છે, વધુ વાંચવા આગળનું સ્લાઈડ ક્લિક કરો..

GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે ૨૫ ઓગસ્ટે કરેલા સંબોધનના મુખ્ય અંશો

અમારી લડત સિસ્ટમ વિરુધ્ધ છે પાટીદાર એક જૂથ થઈને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અમે ભિખારી નથી. અમે અમારા હકની માગણી કરી રહ્યા છીએ વધુ વાંચવા આગળનું સ્લાઈડ ક્લિક કરો..

GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે ૨૫ ઓગસ્ટે કરેલા સંબોધનના મુખ્ય અંશો

સરદારની પ્રતિમા બનાવો છો, પણ હ્રદયમાં સરદાર નહીં :મોદી સાહેબ પાટીદારોને અનામત મળ્યા બાદ જ આંદોલન પૂરું થશે: હાર્દિક પટેલ * ર૦૦ માણસોથી શરૂ થયેલુ આંદોલન આજે પ૦ લાખ સુધી પહોંચ્યુ છે. * અમે ભિખારી નથી. અમે અમારા હકની માગણી કરી રહ્યા છીએ * જે પાટીદારોનું સાંભળશે એ જ ગુજરાત ઉપર રાજ કરશે. * અમારી લડત સરકાર કે સમાજ સામે નથીઃ અમારી લડાઇ અધિકાર માટે છે * ખેડુત પુત્રને મેરીટમાં સ્થાેન નથી મળતુ તે સામેની અમારી લડત છે. * પ્રેમથી નહી મળે તો અનામત છીનવી લેતા પણ આવડે છે. * દેશભરમાં અમારા ર૭ કરોડ પાટીદારો છે. * આજે પાટીદારોએ પોતાની સંઘ શકિતનો પરિચય આપ્યોા છે. * કેન્દ્રી અને ગુજરાતમાં અમે ચૂંટીને પ્રતિનિધિઓ મોકલ્યાે છે. * અમે સરદારના વંશજો છીએ : પાટીદાર કયારેય ગદારી નથી કરતા * આતંકીઓ માટે સુપ્રિમ કોર્ટમાં કેસ ત્વપરીત ચાલતો હોય તો અનામત માટે કેમ નહિં? સીધો સવાલ * હાર્દિક પટેલ હિન્દી માં જુસ્સાપદાર પ્રવચન કરી રહ્યા છે. * આંદોલનના મામલે લેઉવા અને કડવા પટેલો એક બન્યાસ * ૨૦ લાખ પાટીદારો આજે અમદાવાદ આવ્યા એ જ અમારી સિદ્ધિ છે. * સુપ્રિમ કોર્ટ હોય કે હાઈકોર્ટ, અમને અમારો હક્ક જોઈએ છે, અમારી માગણી યોગ્યી જ છે. * પ્રેમથી આપો તો અમારો હક્ક લઈ લેશું, નહિં તો પટેલ પાવર દેખાડીશું * ૧૯૮૫માં કોંગ્રેસને ઉખાડીને ફેંકી દીધી હતી. * અમારો હક્ક આપો નહિં તો છીનવી લેતા આવડે છે. * આજે સરકારને ઉખેડી ફેંકવાની તાકાત ધરાવીએ છીએ. * અમે ભીખ નથી માગતા હક્ક માગીએ છીએ. * અમારે નેતા નથી બનવું * અમે હવે ખેડૂતોની વધુ આત્મગહત્યાએઓ સહન નથી કરી શકતા * આ ૧૦૦ મીટરની દોડ નથી, મેરેથોન દોડ છે. * ‘‘અનામત નહિં તો સરકાર નહિં'' નો સીધો નારો... * ભાજપ અને કોંગ્રેસ બંને રાજનીતિ કરી રહ્યા છે. * જો સરદાર વડાપ્રધાન હોત તો આવી સ્થિ તિ ન હોત. * અનામત માટે ગોળી ખાવા તૈયાર છું, પહેલી ગોળી મારી છાતીમાં ઝીલીશ. * હાર્દિક પટેલે મંચ ઉપરથી અનામત આંદોલનના એક ભાષણ દરમિયાન હાર્ટએટેકથી મૃત્યુા પામેલ ગોરધનભાઇ પટેલને યાદ કર્યા. * અમે રાવણની લંકા સળગાવી દેશું : મારે માત્ર સરદાર બનવું છે. * જો ઓબીસીનો હક્ક નહિ આપો તો પડાવી લેતા આવડે છે. * અમારી મા - બહેનો સામે કોઈએ આંખ ઉઠાવી તો ખબરદાર * મા - બહેનોએ પણ ખૂબ સારો સહકાર આપ્યોત છે * પટેલ એકતાથી નેતાઓ ખુશ નથી * આંદોલન અંગે કેટલીક ધમકીઓ મળી રહી છે. * કેસરીયા રંગ પર કોઈની છાપ નથી, પટેલ પણ ગુર્જર બનવા તૈયાર * અમે શ્રી રામના વંશજો છીએ. * ભારતમાં શા માટે વોટબેન્ક ની રાજનીતિ રમાઈ રહી છે? * એક વાર અમને પણ ગુર્જરવાળી કરવા દયો. * અમને પરેશાન કરવા માટેના વિકલ્પોદ લોકો ગુગલ પર શોધે છે.

The post GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે ૨૫ ઓગસ્ટ ૨૦૧૫માં કરેલા સંબોધનના મુખ્ય અંશો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે ૨૫ ઓગસ્ટ ૨૦૧૫માં કરેલા સંબોધનના મુખ્ય અંશો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×