Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

વિશ્વ ગુજરાત તરફથી ગણેશચતુર્થીની હાર્દિક શુભેચ્છા !

વિશ્વગુજરાત તમામ વાચકોને ગણેશચતુર્થી પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવે છે. વિધ્નહર્તા ભગવાન ગણેશજીનું આ પર્વ આપણને સૌને વિધ્નોથી મુક્ત રાખીને સમૃધ્ધ અને શકિતશાળી બનાવે. આજથી વિઘ્નહર્તા દેવ ગણેશજીની સ્થાપના કરી ગણેશ મહોત્સવનો મંગલારંભ થશે. દરમિયાન આજે ગણેશચતુર્થી નિમિત્તે ભક્તજનો ગણેશભક્તિમાં લીન થઇ જશે. ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ઉજવવામા આવે છે. જેને ગણેશ ચતુર્થી અને કલંક ચોથના નામે પણ ઉજવવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભિમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીજી એ પોતના ઉબટનમાંથી એક પુતળું બનવી તેમં પ્રાણ પ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ આપ્યુ હતું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા હતા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશજીએ અંદર જતાં રોક્યા હતા. આથી ક્રોધિત થયેલા ભગવાન શંકરે ગણેશજીનુ માથુ કાપી નાખ્યુ હતું. પાર્વતીજી શિવની સામે જોઇ દંગ રહી ગયા. જ્યારે શિવજીએ પાર્વતીજીને સમગ્ર વાત કહી તો પાર્વતી વિલાપ કરવા લાગ્યા અને બોલ્યા કે તે મારો પુત્ર હતો. તમે ગમે તે કરીને મારા પુત્રને જીવીત કરો. માતાની જીદ આગળ શંકરજી ધર્મસંકટમાં પડી ગયા હતા. બરાબર એ જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજી એ હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો. આ ઘટના ભાદરવા સુદચતુર્થીના દિવસે બની હતી. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. ગણેશભક્તોની આતુરતાના અંત સાથે આજે મંડપ, ઘરોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. દુંદાળા દેવની ભક્તિમાં કોઇ કચાશ બાકી ન રહી જાય તે માટે ગણેશભક્તો વાજતેગાજતે સરઘસ કાઢશે. દરમિયાન 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ, લેઝીમ, ઢોલનગારા અને ગણેશભક્તિનાં ગીતોથી વાતાવરણ ગૂંજી ઊઠશે. તેમજ અબીલ ગુલાલની છોળોથી વાતાવરણ રંગીન બની જશે. ટાબરિયાઓથી માંડીને મોટેરાઓ સુધી સૌકોઇ સરઘસમાં જોડાઇને ગણેશજીના આગમનને વધાવી લેશે. ગણેશજીની સ્થાપના પછી ૧૦ દિવસ સુધી પૂજા-અર્ચન, આરતી, મહાપ્રસાદ, કથા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

The post વિશ્વ ગુજરાત તરફથી ગણેશચતુર્થીની હાર્દિક શુભેચ્છા ! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

વિશ્વ ગુજરાત તરફથી ગણેશચતુર્થીની હાર્દિક શુભેચ્છા !

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×