Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ટી-૨૦ : Darren Bravo નો મોટો રેકોર્ડ, ૩૮ રનની ઇનિંગમાં ફટકારી ૬ સિક્સર

ટી-૨૦માં Darren Bravo એ બનાવ્યો આ મોટો રેકોર્ડ

વર્તમાન કેરેબિયન પ્રીમિયર લીગ (CPL-20) માં ડેરેન બ્રાવોની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. લીગની ૨૨ મી મેચમાં ટ્રીનબોગો નાઈટ રાઈડર્સ તરફથી રમતા Darren Bravo એ માત્ર ૧૦ બોલમાં ૩૮ રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં તેમને છ સિક્સર ફટકારી હતી. તેમની આ વિસ્ફોટક ઇનિંગના આધારે વરસાદથી પ્રભાવિત મેચમાં ટ્રીનબોગો નાઈટ રાઈડર્સે સેંટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રીઓટ્સ ટીમને ડકવર્થ લુઇસ નિયમના આધારે ૮ વિકેટથી હરાવ્યું હતું. તેની સાથે જ ૨૮ વર્ષના ડેરેન બ્રાવોએ ટી-૨૦ માં રેકોર્ડ બનાવી દીધો છે. સૌથી ઓછા રનની ઇનીગ (૩૮ રન) દરમિયાન છ સિક્સર ફટકારવાની વાત કરીએ તો ડેરેન બ્રાવોની આ ઇનિંગ રેકોર્ડ બુકમાં સામેલ થઈ ગઈ છે. ચાર વર્ષ પહેલા ગેરેથ હોપકિન્સે ૩૯ રનની ઇનિંગના દરમિયાન એટલી જ સિક્સર ફટકારી હતી.

ટી-૨૦માં ડેરેન બ્રાવોએ બનાવ્યો આ મોટો રેકોર્ડ

૩૮ અણનમ ડેરેન બ્રાવો, ટ્રીનબોગો નાઈટ રાઈડર્સ vs સેંટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રીઓટ્સ , બેસેટેર ૨૦૧૭ ૩૯ ગેરેથ હોપકિન્સે, ઓકલેન્ડ vs સીડી, એન પ્લેમાઉથ ૨૦૧૩

ટી-૨૦માં ડેરેન બ્રાવોએ બનાવ્યો આ મોટો રેકોર્ડ

ટાર્ગેટ મળ્યો હતો ૧૭ બોલમાં ૫૨ રન વરસાદના કારણે રમત રોક્યા બાદ ટ્રીનબોગો નાઈટ રાઈડર્સને ૧૭ બોલમાં ૫૨ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ડેરેન બ્રાવો ક્રીઝ પર ઉતર્યા અને શાનદાર શરૂઆત કરી દીધી હતી. તેમને ટીમને ૪ બોલ બાકી રાખતા જીત અપાવી દીધી હતી. આ દરમિયાન તેમનો સાથ નિભાવનાર એક વધુ ખતરનાક બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ હતા. બ્રેન્ડન મેક્કુલમે ૧૪ બોલમાં અણનમ ૪૦ રન બનાવ્યા હતા. તેમની આ ઇનિંગમાં ત્રણ સિક્સર અને ૫ ચોગ્ગાનો સમાવેશ થાય છે. જયારે ડેરેન બ્રાવોએ ચોગ્ગા નહી, ૬ સિક્સર ફટકારી હતી. આ અગાઉ સેંટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રીઓટ્સ ટીમે ક્રીસ ગેલ ૯૩ (૪૭) ની શાનદાર ઇનિંગના આધારે ૨૦ ઓવરમાં ૧૬૨/૩ રન બનાવ્યા હતા.

The post ટી-૨૦ : Darren Bravo નો મોટો રેકોર્ડ, ૩૮ રનની ઇનિંગમાં ફટકારી ૬ સિક્સર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ટી-૨૦ : Darren Bravo નો મોટો રેકોર્ડ, ૩૮ રનની ઇનિંગમાં ફટકારી ૬ સિક્સર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×