Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

વિચિત્ર બીમારી, વ્યક્તિના માથા પર નીકળી આવી સૂંઠ !

Cambodian man with a huge Tumor

કંબોડિયાના નિવાસી વિડ જેવી બીમારી આજ સુધી તમે જોઈ હશે નહિ, કારણકે તેને જોવા પર એવું લાગે છે કે, તેના માથા પર સૂંઠ છે. પરંતુ તેના માથા પર વધતું આ માંસ તેના ચહેરાનું આખો જમણો ભાગ કવર કરી ચૂક્યો છે. પ્રથમ વખત વિડને જોનાર એવું સમજે છે કે, આ કોઈ સૂંઠવાળો વ્યક્તિ છે. વિડની આ સ્થિતિ જોતા કોઈએ તેને નોકરી આપી નહિ. જન્મના સમયે વિડના માથા પર એક ગાંઠ હતી, તે હવે વધીને મોટી થઈ ગઈ છે. વિડની પાસે ઘરે નથી અને નોકરી પણ નથી. વિડના જીવનમાં એક આશાનું કિરણ જાગ્યું છે. બાળપણથી આ બીમારી સામે લડી રહેલ વિડને તેના દેવદૂત મળી ગયા છે. ૩૪ વર્ષીય વિડના જીવનમાં આશાની કિરણ ત્યારે જાગી, જ્યારે ગયા અઠવાડિયે એક ઓસ્ટ્રેલિયન કપલ (ડાયના અને જ્હોન નેટલટન) કંબોડિયા ફરવા આવ્યું. જ્યારે વિડ એક હોટલની પાસેના એક માર્ગથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ડાયનાની નજર તેની પર પડી અને તેણે જ્હોનને કહ્યું કે, તેમણે વિડની મદદ કરવી જોઈએ.

Cambodian man with a huge Tumor

જો કે, વિડ અંગ્રેજી બોલી શકતો નથી, આ કારણે તેને કોમ્યુનિકેશનમાં થોડી મુશ્કેલી થઈ, વિડને તેમણે જણાવ્યું કે, તેઓ તેની સર્જરી કરાવવા માંગે છે અને તેના માટે આ કપલે વિડના ગામના મુખિયાની રજા પણ લઈ લીધી છે. જ્હોને વિડના ફોટા ફેસબુક પર શેર કરી લોકો પાસે મદદની અપીલ કરી તો પર્થના એક બિઝનેસમેને તેનો કોન્ટેક્ટ કર્યો અને હવે તે બિઝનેસમેન સિંગાપોરના એક પ્લાસ્ટિક સર્જન સાથે વાત કરી રહ્યા છે. હવે આ કપલ રાહ જોઈ રહ્યું છે કે, સર્જરીથી વિડ ઠીક થઈ જાય.

The post વિચિત્ર બીમારી, વ્યક્તિના માથા પર નીકળી આવી સૂંઠ ! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

વિચિત્ર બીમારી, વ્યક્તિના માથા પર નીકળી આવી સૂંઠ !

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×