Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

બોક્સ ઓફિસ પર ‘Toilet: Ek Prem Katha’ ની કમાણી બરકરાર

અક્ષય કુમારની ફિલ્મ 'Toilet: Ek Prem Katha' હજુ પણ બોક્સ ઓફિસ પર દમદાર કમાણી કરી રહી છે. અક્ષયની ફિલ્મે પહેલા શાહરૂખની ફિલ્મ જબ હેરી મેટ સેજલને પછાડી અને હવે બરેલી કી બરફીને બોક્સ ઓફિસ પર ટક્કર આપી રહી છે. 'Toilet: Ek Prem Katha' ફિલ્મે ૧૧ દિવસમાં બોકસ ઓફિસ પર ૧૧૫ કરોડ કરતા વધારે કમાણી કરી ચૂકી છે અને આ ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની આ ૨૦૧૭ માં સતત બીજી સુપરહીટ ફિલ્મ છે.તે ની પહેલા અક્ષય કુમારની ફિલ્મ 'જોલી એલએલબી ૨' રીલીઝ થઇ હતી. આ સિવાય આ ફિલ્મ ૨૦૧૭ ની બીજી સૌથી મોટી ઓપનિંગ વિકેન્ડમાં પોતાનું નામ ૫ માં સ્થાન પર સામેલ કરી દીધું છે. આ ફિલ્મને આ સ્થાન બાહુબલી ૨, રઈસ, કાબિલ અને ટ્યુબલાઈટ પછી મળ્યું છે. ફિલ્મની સ્ટોરી ગામમાં રહેતા કેશવ એટલે કે અક્ષય કુમાર અને જયા ભૂમિ પેડનેકરની છે. ફિલ્મની સ્ટોરીની શરૂઆત અક્ષય કુમારથી થાય છે જે માંગલિક હોય છે. આ કારણે તેના પ્રથમ મેરેજ ભેંસ સાથે કરાવવામાં આવે છે અને ત્યાં જ તેની મુલાકાત જયા સાથે થાય છે. એક નજરમાં કેશવ અને જયાને પ્રેમ થઇ જાય છે અને ત્યારબાદ બંનેની લવસ્ટોરી આગળ વધે છે. મેરેજ પછી જયા જ્યારે કેશવના ઘરે આવે છે તો તેને ખબર પડે છે કે, તેમના ઘરમાં ટોઈલેટ નથી. આ વાત જયાને વધારે પરેશાન કરે છે. ટોઈલેટ ના હોવાના કારણે જયા ઘર છોડી દે છે અને કહે છે, તે ત્યારે જ પાછી આવશે જયારે ઘરમાં ટોઈલેટ હશે. શું કેશવના ઘરમાં ટોઇલેટ બનશે કે નહિ? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’નું નિર્દેશન નારાયણ સિંહે કર્યું છે. ટોઇલેટ એક પ્રેમ કથા’ નિર્દેશક નારાયણ સિંહની બીજી ફિલ્મ છે. આ પહેલાં તેમણે ૨૦૧૨માં ફિલ્મ ‘યે જો મોહબ્બત હૈ’ નિર્દેશિત કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, અનુપમ ખેર અને સના ખાન જેવા કલાકારો છે. ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ ફિલ્મમાં રોમાંસ છે, કોમેડી છે, ટ્રેજેડી છે. ફિલ્મમાં અક્ષય કુમારની એક્ટિંગ કમાલની છે તો બીજી તરફ ભૂમિએ પણ તેમનો બખૂબી સાથ નિભાવ્યો છે. અન્ય સ્ટાર્સનું કામ પણ વખાણવાલાયક છે.

The post બોક્સ ઓફિસ પર ‘Toilet: Ek Prem Katha’ ની કમાણી બરકરાર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

બોક્સ ઓફિસ પર ‘Toilet: Ek Prem Katha’ ની કમાણી બરકરાર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×