Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

રાતો-રાતો ખાલી થઈ ગયું આ જેસલમેરનું આ ગામ, જાણો શું છે રહસ્યમય કહાની

તમે ભાનગઢના કિલ્લા વિશે સાંભળ્યું હશે, પરંતુ કંઇક એવી જ કહાની જેસલમેરના કુલધરા ગામની પણ છે. આ ગામ માત્ર રાજસ્થાનમાં જ નહિ, પરંતુ વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. આ ગામને Haunted Village એટલે કે ભૂતિયા ગામના રૂપમાં માનવામાં આવે છે. ભાનગઢની જેમ જ આ ગામ પણ અચાનક જ એક રાતમાં સુમસામ થઈ ગયું અને પછી કોઈ અહી રહી શક્યું નહિ. આ ગામના સુમસામ થયા પાછળ ઘણા રાજ છુપાયેલા છે. થાર મરુસ્થલના વચ્ચે આ ગામ જેસલમેર શહેરથી ૧૭ કિલોમીટર દુર છે. સમગ્ર રીતે સુમસામ થયેલ ગામમાં પહેલા લોકો રહેતા હતા. તેની આસપાસ ૮૪ ગામોમાં પાલિવાલ બ્રાહ્મણોની વસ્તી રહ્યા કરતી હતી, પરંતુ અહી કંઇક થયું એવું કે સમગ્ર ગામ વાળા આ જગ્યાને છોડી ચાલ્યા ગયા હતા. ત્યારથી આ ગામ સુમસામ છે. દંતકથા અનુસાર ક્યારેક લોકોથી ભરેલું રહેનાર આ ગામના રાજપાઠને દીવાન સલીમ સિંહની નજર લાગી ગઈ હતી. ગામમાં એક પુજારીની પુત્રી પર સલીમ સિંહની ખરાબ નજર પડી. સલીમે આ છોકરીને જબરદસ્તી લગ્ન કરવા માટે ગામના લોકોને થોડા દિવસનો સમય આપ્યો હતો. આ લડાઈ જેટલી એક પુત્રીની સમ્માન હતી. એટલી જ ગામવાળાના આત્મ સમ્માનની પણ હતી. આ મુદ્દાને લઈને ગામના ચોરા પર પાલિવાલ બ્રાહ્મણોની બેઠક થઈ અને ૫૦૦૦ થી વધારે કુંટુંબે પોતાના સમ્માનના માટે રાજપાઠ છોડવાનો નિર્ણય કર્યો હતો. આગામી સાજે કંઇક એવી રીતે સુમસામ થયું કે, આજ સુધી અહી કોઈ આઈને રહી શક્યું નહિ. કહેવામાં આવે છે કે, તે બ્રાહ્મણોએ આ જગ્યાને શ્રાપ આપ્યો હતો કે, આ જગ્યા પર કોઈ પણ રહેવામાં સક્ષમ નહિ હોય. ત્યારથી આ ગામને ભૂતિયા ગામ કહેવામાં આવે છે.

The post રાતો-રાતો ખાલી થઈ ગયું આ જેસલમેરનું આ ગામ, જાણો શું છે રહસ્યમય કહાની appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

રાતો-રાતો ખાલી થઈ ગયું આ જેસલમેરનું આ ગામ, જાણો શું છે રહસ્યમય કહાની

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×