Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો… કેમ Kapil Sharma ની સાથે અમિતાભ બચ્ચનનું શૂટિંગ થયું કેન્સલ

Kapil Sharma છેલ્લા ઘણા દિવસથી તેમના કોમેડી શોનું શૂટિંગ કેન્સલ કરી રહ્યા છે. જેના કારણે Kapil Sharma ને ઘણી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એકવાર ફરીથી કપિલ શર્માનું શૂટિંગ રદ થઇ ગયું છે. જે તેમણે અમિતાભ બચ્ચની સાથે કરવાનું હતું. જો કે, આ વખતે શૂટિંગ કપિલના શોનું નહિ પરંતુ અમિતાભ બચ્ચનના શો કોન બનેગા કરોડપતિ માટે કરવાનું હતું. તમને જણાવી દઈએ કે, શૂટિંગ રદ થવાનું કારણ આ વખતે કપિલ નથી પરંતુ બીજું કંઈ છે. કોન બનેગા કરોડપતિની નવી સીઝન માટે અમિતાભ બચ્ચનની સાથે કપિલ શર્માને સેગમેન્ટ શૂટ કરવાનો હતો. પરંતુ આ શૂટિંગ શરુ થયા પહેલા કેન્સલ થઇ ગયું અને આ બધું કપિલ શર્માના કારણે નહિ પરંતુ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સીને ઈમ્પલોયીઝના કારણે થયું છે. આ હડતાળના કારણે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીનું કામકાજ લગભગ ઠપ થઇ ગયું છે. કેબીસી શોના બધા ક્રૂ મેમ્બરમાંથી મેકઅપ આર્ટીસ્ટ, લાઈટ મેન, સ્પોટ બોય હડતાળ પર હતા. જેના કારણે શૂટિંગ કરવું સંભવ નથી. તેવામાં કપિલ શર્માની સાથે અમિતાભ બચ્ચનને પણ શૂટિંગ કેન્સલ કરવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે જે લડાઈ થઇ હતી તેના કારણે કપિલ શર્માના શોની ટીમ બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. શોના કેટલાક કલાકાર કપિલ શર્માની સાથે વફાદારી નિભાવતા જોવા મળ્યા તો બીજી તરફ, કેટલાક કલાકાર શો છોડી અલગ થઇ ગયા હતા. કોમેડિયન કૃષ્ણા અભિષેક સોની ટીવી પર 'કોમેડી કંપની' નામનો એક નવો કોમેડી શો લઈને આવ્યા છે. 'ધ કપિલ શર્મા શો' નો ભાગ રહેલ અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે આ નવા કોમેડી શોનો ભાગ છે. જો કે, સુનીલ ગ્રોવર આ નવા શોનો કાયમી હિસ્સો હશે નહિ.

The post જાણો… કેમ Kapil Sharma ની સાથે અમિતાભ બચ્ચનનું શૂટિંગ થયું કેન્સલ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો… કેમ Kapil Sharma ની સાથે અમિતાભ બચ્ચનનું શૂટિંગ થયું કેન્સલ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×