Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ડે-નાઈટ ટેસ્ટ : વેસ્ટ ઇન્ડીઝ સામે England મજબુત સ્થિતિમાં, એલિસ્ટર કુકની રેકોર્ડ સદી

વેસ્ટ ઇન્ડીઝ સામે England મજબુત સ્થિતિમાં

England ક્રિકેટ ટીમે ગુરૂવારે વેસ્ટ ઇન્ડીઝ સામે ડે-નાઈટ ટેસ્ટના પ્રથમ દિવસે પોતાની સ્થિતિ ખુબ જ મજબુત કરી લીધી છે. બર્મિંગહામમાં પ્રથમ દિવસની સમાપ્તીએ ઇંગ્લેન્ડે ૯૦ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી ૩૪૮ રન બનાવી લીધા છે. મેજબાન ટીમની રન મશીન એલિસ્ટર કુક (૧૫૩ અણનમ) અને ડેવિડ માલન (૨૮ અણનમ) રન બનાવી ક્રીઝ પર રહેલા છે. કેપ્ટન જો રૂટે પણ ૧૩૬ રનની શાનદાર ઇનિંગ રમી હતી. તમને જણાવી દઈએ કે, ઇંગ્લેન્ડમાં પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમાઈ રહી છે. જ્યાં ઇંગ્લેન્ડે પ્રથમ વખત ગુલાબી બોલથી ટેસ્ટ રમી છે જયારે વેસ્ટ ઇન્ડીઝ બીજી વખત ડે-નાઈટ ટેસ્ટમાં ભાગ લઇ રહી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામે ઇંગ્લેન્ડ મજબુત સ્થિતિમાં

મેજબાન ટીમની રન મશીન એલિસ્ટર કુક (૧૫૩ અણનમ) એ પ્રથમ જ દિવસે ઘણા રેકોર્ડ્સ બનાવ્યા ઇંગ્લેન્ડને ખુબ જ મજબુત સ્થિતિમાં પહોંચાડી દીધું છે. ડાબા હાથના બેટ્સમેને પોતાની ૩૧ મી ટેસ્ટ સદી ફટકારી અને ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડમાં જ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યા હતા. એલિસ્ટર કુકે ગ્રેહામ ગૂચને પાછળ છોડ્યા, જેને ઇંગ્લેન્ડમાં ૫૯૧૭ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પોતાની ટેસ્ટ ડેબ્યુ કરી રહેલા માર્ક સ્ટોનમેં અને ટોમ વેસ્ટલી ૮-૮ રન બનાવી આઉટ થઈ ગયા અને ઇંગ્લેન્ડનો સ્કોર આઠમી ઓવરમાં ૩૯/૨ થઈ ગયો હતો.

વેસ્ટ ઇન્ડીઝ સામે ઇંગ્લેન્ડ મજબુત સ્થિતિમાં

ત્યાર બાદ એલિસ્ટર કુકે કેપ્ટન જો રૂટ સાથે ત્રીજી વિકેટ માટે ૨૪૮ રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી અને ઇંગ્લેન્ડને મજબુત સ્થિતિમાં લાવી દીધું હતું. ડે-નાઈટ ટેસ્ટ મેચમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે. એલિસ્ટર કુકે પોતાની ૩૧ મી અને જો રૂટે પોતાની ૧૩ મી સદી પૂરી કરી હતી. એલિસ્ટર કુકે પોતાની ઇનિંગમાં અત્યાર સુધી ૨૭૬ બોલનો સામનો કર્યો છે જેમાં ૨૩ ચોગ્ગાની મદદથી ૧૫૦ રન બનાવ્યા છે. ત્યારે કેપ્ટન જો રૂટે ૧૮૯ બોલમાં ૨૨ ચોગ્ગાની આધારે ૧૩૬ રન બનાવ્યા હતા. કેરેબિયન બોલર આ બને બેટ્સમેનોની સામે અસહાય જોવા મળ્યા હતા. સતત ૧૧ મી ટેસ્ટમાં ૫૦ થી ઉપરનો સ્કોર બનાવ્યા બાદ જો રૂટે ૧૩૬ રન બનાવી રોચની બોલ પર આઉટ થઈ ગયા પરંતુ એલિસ્ટર કુકે એક તરફથી ટીમને સંભાળી રાખી અને પોતાના ૧૫૦ રન પણ પુરા કર્યા હતા. ચોથી વિકેટ માટે તેમને મલાન સાથે અણનમ ૬૧ રન ભાગીદારી કરી લીધી છે. વેસ્ટ ઇન્ડીઝ તરફથી કેમાર રોચે બે અને મિગુએલ કમીન્સે ૧ વિકેટ લીધી છે. કાઈલ હોપે વેસ્ટ ઇન્ડીઝ તરફથી પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું.

The post ડે-નાઈટ ટેસ્ટ : વેસ્ટ ઇન્ડીઝ સામે England મજબુત સ્થિતિમાં, એલિસ્ટર કુકની રેકોર્ડ સદી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ડે-નાઈટ ટેસ્ટ : વેસ્ટ ઇન્ડીઝ સામે England મજબુત સ્થિતિમાં, એલિસ્ટર કુકની રેકોર્ડ સદી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×