Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આજથી જૈન સમાજમાં Paryushan મહાપર્વનો પ્રારંભ

જૈન સમાજમાં Paryushan પર્વનો આજથી પ્રારંભ થયો છે. ત્‍યાગ અને તપના આદર્શને મૂર્તિમંત કરતું પર્વાધિરાજ Paryushan પર્વની જૈન સમાજમાં અનેરા ઉલ્લાસથી ઉજવણી થશે. દેશમાં વસતા ૨૪૦૦૦ કરતા વધુ જૈનો આજે પર્યુષણ મહાપર્વના પ્રારંભ સાથે જ ભક્તિના અનેરા રંગે રંગાઇ ગયા છે. દેરાસરોમાં સેવા-પૂજા સાથે મહારાજશ્રીઓના પ્રવચનો સાંભળવા હજારો શ્રાવક-શ્રાવિકાઓ એકત્રિત થશે. અને દેરાસરોમાં અનેક પ્રકારની પારંપારિક આંગીઓ કરાશે. પર્વાધિરાજની વિશેષતા એ છે કે એની પાછળ સર્વજ્ઞ ભગવંતોની દ્રષ્‍ટિ પડેલી છે. શ્રી જિનશાસનની છબી રહેલી છે. પર્વાધિરાજ પર્યુષણના આ દિવસો આધ્‍યાત્‍મિક જ્ઞાનનો પહેલો પાઠ સમજાવનારા છે. સમગ્ર દેશમાં સમસ્‍ત જૈન સમાજ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ પર્વની અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવણી થશે. જિનાલયોને રોશનીના શણગાર તથા સુશોભન કરાયા છે. પર્વના આ દિવસોને વધાવવા સમસ્‍ત જૈન સંઘોમાં અનેરો હર્ષોલ્લાસ છવાયો છે. વિવિધ તપ આરાધનાઓ, ઉપાશ્રયોમાં પૂ. ગુરૂ ભગવંતોના આધ્‍યાત્‍મિક પ્રવચનો, જિનાલયોમાં આઠ દિવસ શ્રી સ્‍નાત્રમૂની, ભવ્‍યાતીત આંગી, ભાવના (ભકિત સંગીત) વગેરે યોજાશે. દેશના દેરાસરો અને ઉપાશ્રયોમાં સવારે પાંચ વાગ્યાથી દર્શન ખુલશે. અને દરેક ઉપાશ્રયોમાં પૂજ્યશ્રી દ્વારા વિશેષ પ્રવચન અને ગ્રંથોનું આમગ વગેરે વ્યાખ્યાન થશે. વદ અમાસના રોજ કલ્પસૂત્ર ગ્રંથનું વાંચન શરૂ થશે અને ભાદરવા સુદ એકમે પ્રભુ મહાવીર સ્વામીના જન્મવાંચન થશે. આ અવસરે આઠ દિવસ સુધી સવાસ-સાંજ સામુહિક પ્રતિક્રમણ, ભક્તામર પાઠ તેમજ સ્નાત્ર પૂજા, બપોરે સ્વાધ્યાય તેમજ બાળકો માટે ભજન તેમજ દીપ સંધ્યા પ્રતિયોગીતા પણ હોય છે. દાદાવાડીમાં પ્રતિષ્ઠિત ગુરૂ ભગવંતોની સુંદર અંગરચનાની સાથે જ આખા પરિસરની આકર્ષક વિદ્યુત સજાવટ પણ કરવામાં આવે છે. પર્યુષણ જૈનશાસનનું મહાપર્વ છે. જેની પાસે બીજાની ભુલને માફ કરવાની તાકાત છે તે જ સાચા અર્થમાં ધર્માત્મા બની શકે છે. પર્યુષણનો આરંભ બધા જ જીવોને જીવનદાન દેવાનો છે. આપણે આપણી શક્તિને નિર્બલને કચડવામાં માનીએ છીએ. પ્રકૃતિની વિરાધના કરીએ છીએ. આનાથી જ બધુ ચક્ર પ્રભાવિત થઈ રહ્યું છે. મનુષ્ય વનસ્પતિની સાથે સાથે જેટલો ક્રુરતાપુર્ણ વ્યવહાર કરે છે તેનાથી જીવન અશાંત તેમજ અનીતિપુર્ણ થઈ ગયું છે.

The post આજથી જૈન સમાજમાં Paryushan મહાપર્વનો પ્રારંભ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આજથી જૈન સમાજમાં Paryushan મહાપર્વનો પ્રારંભ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×