Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

૫૦ રૂપિયાની New Currency નોટનો ફોટો થયો વાયરલ, શું તમે જોયો?

માર્કેટમાં અત્યાર સુધી તમે ૨૦૦ રૂપિયાની New Currency નોટનો વાયરલ ફોટો જોયો હશે પરંતુ, હવે સોશિયલ મીડિયા પર ૫૦ રૂપિયાનો ફોટો ફરી રહ્યો છે. આ ફોટોમાં ૫૦ રૂપિયાની નવી નોટના બંડલ દેખાઈ રહ્યા છે. ૫૦ ની નોટ જોવામાં સંપૂર્ણ રીતે બદલાયેલી દેખાય છે, તેનો રંગ ફિરોઝી કલર છે. સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે, આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. RBI એ અત્યાર સુધી પોતાની તરફથી ૫૦ રૂપિયાની નવી નોટની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ઘટનાક્રમની જાણકારી રાખનાર એક સિનીયર ગવર્ન્મેન્ટ ઓફિસરે જણાવ્યું છે કે, ૫૦ રૂપિયાની નવી નોટમાં બ્લેકીશ ગ્રે કલર ટોનમાં મહાત્મા ગાંધીનો એક સ્કેચ આપવામાં આવશે. તેની પાછળના ભાગમાં દક્ષિણ ભારતનાં કોઈ મંદિરનો ફોટો હશે. જૂની ૫૦ રૂપિયાની નોટ પણ ચલણમાં રિઝર્વ બેંકે ડિસેમ્બર ૨૦૧૬ માં કહ્યું હતું કે, તેઓ જલ્દી જ ૨૦ રૂપિયા અને ૫૦ રૂપિયાની નવી નોટ લઈને આવશે. તેમજ ૨૦ અને ૫૦ રૂપિયાની હાલની નોટ ચાલતી રહેશે. કરન્સી નોટોને અલગ-અલગ રંગોમાં લાવવામાં આવે છે, જેથી જે લોકો અશિક્ષિત છે, તેમને આ નોટોને ઓળખવામાં કોઈ સમસ્યા ન આવે. નોટોની પાછળનાં ભાગમાં સંસ્કૃતિ, ઐતિહાસિક જગ્યાઓ, ભારતનાં વૈજ્ઞાનિકો કૌશલ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધતા પગલાથી જોડાયેલ પ્રતીકોને લેવામાં અવી રહ્યા છે. ૨,૦૦૦ રૂપિયાની નોટમાં જ્યાં મંગળયાનનાં ફોટોસ લેવામાં આવ્યા છે. તેમજ ૫૦૦ રૂપિયાની નોટમાં દિલ્હી સ્થિત લાલ કિલ્લાનો ફોટો છે. નવી નોટમાં દેવનાગરી લિપીનાં અંક અને મહાત્મા ગાંધીનાં ગોળ રિમવાળા ચશ્માં પણ સામેલ છે. ૫૦ રૂપિયાની જે નોટ હાલમાં ચલણમાં છે, તેમાં પાછળનાં ભાગમાં પાર્લામેન્ટની બિલ્ડીંગ છે અને આ ગુલાબી-બેંગની રંગની છે. ૫૦ રૂપિયાની નવી નોટ ડિસ્ટ્રિબ્યુશન અંતે પહેલા જ રિઝર્વ બેંકની ચેસ્ટમાં પહોંચ્યા છે.

The post ૫૦ રૂપિયાની New Currency નોટનો ફોટો થયો વાયરલ, શું તમે જોયો? appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

૫૦ રૂપિયાની New Currency નોટનો ફોટો થયો વાયરલ, શું તમે જોયો?

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×