Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat Election 2017 : અમદાવાદ જીલ્લાની Dholka બેઠક પર કોળી પટેલ, દલિત અને ક્ષત્રિય મતદારો નિર્ણાયક

Gujarat વિધાનસભાની ચુંટણીઓને લઈને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષ તેમની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠક માટે યોજાનારી આ ચુંટણી આ વખતે ખુબ જ મહત્વની છે. જેમાં ભાજપ અને કોંગ્રેસે સિવાય આમ આદમી પાર્ટી પણ ચુંટણી લડે તેવી શકયતા છે અથવા તો સારા ઉમેદવારને સપોર્ટ કરે તેવી શકયતા છે. વર્ષ ૨૦૧૨માં ભાજપ સામે ગુજરાત પરિવર્તન પાર્ટી મેદાનમાં હતી. જેના લીધે ભાજપને ઘણી બેઠક પર નુકશાન સહન કરવું પડ્યું હતું. જો કે આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં આવે તો મહદઅંશે કોંગ્રેસની વોટબેંકને નુકશાન થઈ શકે છે. આ ઉપરાંત હાલમાં જ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે. જો કે તેમણે અન્ય રાજકીય પક્ષમાં નહીં જોડાવવાની જાહેરાત કરી છે. જયારે ત્યાર બાદ યોજાયેલી રાજયસભાની ચુંટણીમાં ભારે રસાકસી વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલ તથા ભાજપના બે ઉમેદવાર અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીનો વિજય થયો હતો. જયારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અને કોંગ્રેસ ઉમેદવાર અહમદ પટેલ હરાવવા મેદાને પડેલા બળવંતસિંહ રાજપૂતનો પરાજય થયો હતો. જયારે જીત બાદ કોંગ્રેસે ૧૪ ધારાસભ્યોને સસ્પેન્ડ પણ કરી દીધાં છે.જેના લીધે આ રાજીનામાઓ અને સસ્પેન્સથી રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોનો ઉમેરો ચોક્કસ થશે. તેવા સંજોગોમાં આ વખતની ચુંટણી તેના મુદ્દાઓ અને પ્રચારની તકનીક વધુ રસાકસી ભરેલી રહેશે. તેવા સમયે ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠક પરની રાજકીય સ્થિતિ સમજવા માટે વિશ્વ ગુજરાત વિધાનસભા ફેક્ટ ફાઈલ ની સીરીઝ શરુ કરી રહ્યું છે. જેમાં ગુજરાતની ૧૮૨ વિધાનસભાની છેલ્લી બે ટર્મ એટલે કે વર્ષ ૨૦૦૭ બાદની સ્થિતિનો ચિતાર રજુ કરીશું. એટલે કે છેલ્લા ૧૦ વર્ષમાં આ બેઠકને આવરી લેતી મહત્વની વિગતો અને ફેક્ટરોનો તલસ્પર્શી અભ્યાસ રજુ કરવામાં આવશે. જેમાં આજે ગુજરાત વિધાનસભાની Dholka બેઠકનો અભ્યાસ રજુ કરવામાં આવ્યો છે. અમદાવાદ જીલ્લાની Dholka વિધાનસભા બેઠક ગુજરાત વિધાનસભાની અમદાવાદ જીલ્લાની Dholka વિધાનસભા બેઠકમાં ધોળકા જીલ્લા ઉપરાંત બાવળા તાલુકાના અમુક ગામોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠકમાં કુલ ૨,૧૩,૪૮૩ મતદારો છે. જેમાં ૧,૧૨,૨૨૪ પુરુષ મતદારો અને ૧,૦૧,૨૫૮ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ વિધાનસભામાં કુલ ૨૨૯ પોલીંગ બુથનો સમાવેશ થાય છે. અમદાવાદ જીલ્લાની ધોળકા વિધાનસભા બેઠક સામાન્ય રીતે ગ્રામીણ બેઠક છે. આ બેઠકના વર્ષ ૨૦૧૨ના ચુંટણી પરિણામ પર નજર કરીએ તો જણાશે કે ધોળકા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ ચાવડાને ૧૩. ૦૪ ટકા મતની સરસાઈથી હરાવીને બેઠક મેળવી હતી. જયારે વર્ષ ૨૦૦૭માં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કાનજીભાઈ તળપદાએ ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ૨૧૮૦ મતથી હરાવીને આ બેઠક મેળવી હતી. અમદાવાદ જીલ્લાની ધોળકા બેઠક પરના જાતીય સમીકરણ પર નજર કરીએ તો જણાશે કે મતદારોમાં કોળી પટેલ ૧૭.૮ ટકા ,પટેલ ૧૦. ૮ ટકા, દલિત ૧૭.૮ ટકા, ક્ષત્રિય ૧૫.૩ ટકા, મુસ્લિમ ૧૧.૨ ટકા , ઠાકોર ૧૦.૨ ટકા , માલધારી ૭.૬ ટકા, અને અન્ય ૯.૩૦ ટકા નો સમાવેશ થાય છે. આમ, જોવા જઈએ તો આ બેઠક પર કોળી પટેલ, દલિત અને ક્ષત્રિય મતદારો નિર્ણાયક જોવા મળે છે. જો કે અમદાવાદ જીલ્લાની આ ગ્રામીણ બેઠક જાળવી રાખવી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે.

The post Gujarat Election 2017 : અમદાવાદ જીલ્લાની Dholka બેઠક પર કોળી પટેલ, દલિત અને ક્ષત્રિય મતદારો નિર્ણાયક appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat Election 2017 : અમદાવાદ જીલ્લાની Dholka બેઠક પર કોળી પટેલ, દલિત અને ક્ષત્રિય મતદારો નિર્ણાયક

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×