Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આ પૌષ્ટિક પીણાંની મદદથી મેળવો તંદુરસ્ત અને Glowing Skin

આ પૌષ્ટિક પીણાંથી મેળવો તંદુરસ્ત ત્વચા

આપણી ત્વચા પાણી, પ્રોટીન, ખનીજ-રસાયણ સહિત કેટલાક વિભિન્ન ઘટકોથી બનેલી છે. ત્વચાનું સરેરાશ વજન ૬ પાઉન્ડ હોય છે. સારી ત્વચા બનાવવી એક મહત્વનો રોલ હોય છે. કારણ કે, ત્વચાનાં કારણે તમે બહારનાં સંક્રમણ અને માઈક્રોબ્સ એટલે કે કીટાણુંઓનાં આક્રમણથી બચી શકાય છે. તમને તે જાણીને આશ્ચર્ય થશે કે, તમારી ત્વચા દરેક ૨૭ દિવસમાં પુર્નજીવિત (Rejunuvate) થાય છે. તેથી સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ત્વચાની દેખરેખ ઘણી જ જરૂરી છે. સમય સાથે આપણી ત્વચામાં બદલાવ દેખાવા લાગે છે. આ બદલાવોનું કારણ માત્ર ઉંમર જ નથી. અધૂરા પોષણ, સૂર્યનાં કિરણો, તણાવ અને પ્રદૂષણ પણ ત્વચાની રંગત બગડે છે અને આ કરચલીઓનું કારણ બને છે. વધતી ઉંમરની અસરથી બચાવવા તેમજ તંદુરસ્ત અને Glowing Skin બનાવવા માટે આજે અમે તમને જણાવીશું કેટલાંક ડ્રીંક વિશે, આવો જાણીએ...

કોકો

કોકો ડ્રીંક ટેસ્ટમાં ઘણું સારું હોય છે. તેમાં ખાંડ હોય છે, જે ત્વચામાં માટે ઘણી જ લાભદાયક સાબિત થાય છે. કોકો ખીલ સામે લડવામાં મદદગાર થાય છે તથા તેનાં સેવનથી બ્લડ પણ સાફ થાય છે અને ચહેરા પર તેજ આવે છે. કોકો ત્વચાનાં ભેજ ને જાળવે છે સાથે જ ત્વચાને અંદરથી સાફ કરે છે.

ટમેટા

ટમેટામાં tannins નામનું તત્વ હોય છે જે ચહેરા પરનું ટેનિંગ દૂર કરે છે અને ચહેરા ને ગોરાપણુ પ્રદાન કરે છે. ટામેટાને અડધું કાપીને નીચોવી લો અને તેના રસને કાઢી લો. પછી ટામેટાને પગ પર ઘસવાથી ત્વચાનું ટેનિંગ દૂર થાય છે. તમે વિચારી શકો છો કે, જો ટમેટાને ત્વચા પર ઘસવાથી ટેનિંગ દૂર થાય છે તો તેનું જ્યુસ ત્વચા માટે ઘણું જ અસરકારક છે. ટમેટા ત્વચાને હાઈડ્રેટ રાખે છે અને ભેજને પર્યાપ્ત માત્રામાં જાળવી રાખે છે.

દાડમ

દાડમ એક ઔષધીય ફળ અને તેનામાં અનેક રોગ મટાડવાની ભરપુર શકિત છે. દાડમ દરેક ઋતુમાં મળતું ઊત્તમ ફળ છે. તેમાં અનેક રસાયણ છે. પોષક તત્ત્વો તથા વિટામિન, પ્રોટીન, ખનીજ, કાર્બોહાઇટ્રેડ, ચરબી, રેષા વગેરે ખૂબ છે. દાડમમાં વિટામિન એ,બી,સી, ખૂબ માત્રામાં છે. દાડમનું જ્યુસ ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. દાડમ ત્વચામાં કોલેજનનું પ્રમાણ વધારે છે.

હળદર

શિયાળામાં દર બે દિવસે રાત્રે ઊંઘતા પહેલા ગરમ દૂધમાં હળદર પાઉડર, સૂંઠ પાઉડર અને મધ ભેળવીને પીવાથી ત્વચા તંદુરસ્ત રહે છે. તેમજ તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. હળદરવાળું દિવસભરનાં થાકને દૂર કરે છે, તેમજ શરીરનાં દુઃખાવામાં આરામ મળે છે. માખણમાં થોડી માત્રામાં પીસેલી હળદર ભેળવીને પગમાં લગાવવાથી પગના દાગ-ધબ્બા દૂર થઇ જશે.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં ઑક્સિડેન્ટનું પ્રમાણ ઊંચું હોય છે. ગ્રીન ટી વજન ઘટાડવાની સાથે ત્વચાની પણ દેખરેખ કરે છે. ગ્રીન ટી પીવાથી સારી ઊંઘ આવે છે, જે ત્વચા માટે ઘણી જ ફાયદાકારક છે. દિવસમાં બે કપ ગ્રીન ટી પિવાથી ખરાબ કેલેસ્ટોરોલનું લેવલ આપમેળે જ નીચું થઈ જાય છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે ગ્રીન ટી વજનને વધારવાની પ્રક્રિયાને ધીમી પાડી દે છે .

The post આ પૌષ્ટિક પીણાંની મદદથી મેળવો તંદુરસ્ત અને Glowing Skin appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આ પૌષ્ટિક પીણાંની મદદથી મેળવો તંદુરસ્ત અને Glowing Skin

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×