Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ઇંગ્લેન્ડ સામે India U-19 ટીમે ૫-૦ થી ક્લીનસ્વીપ કરી રચ્યો ઈતિહાસ

ઇંગ્લેન્ડ સામે India U-19 ટીમે ૫-૦ થી ક્લીનસ્વીપ કરી રચ્યો ઈતિહાસ

ભારતની અન્ડર-૧૯ ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા પાંચમી અને અંતિમ યુવા વનડે ક્રિકેટ મેચમાં મેજબાન ઇંગ્લેન્ડ અન્ડર-૧૯ ને ખુબ જ નજીકની મેચમાં એક વિકેટથી હરાવી પાંચ મેચની શ્રેણીમાં ૫-૦ થી ક્લીન સ્વીપ કરી હતી. ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે ૨૨૨ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમે ૪૯.૨ ઓવરમાં નવ વિકેટે ૨૨૬ રન બનાવી પોતાના વિજયી અભિયાનને ચાલુ રાખ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી લિયામ બેક્સે સૌથી વધુ ૫૧ રન બનાવ્યા જયારે હૈરી બ્રુક્સે ૪૯ તથા નીચલા ક્રમના બેટ્સમેન ટોમ લૈમનબાઈએ ૩૧ અને હેનરી બ્રુક્સે અણનમ ૨૫ રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય ટીમ તરફથી લેગ સ્પિનર રાહુલ ચાહરે ૬૩ રન આપી ચાર અને ડાબા હાથના સ્પિનર અભિષેક શર્માએ ૩૩ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડ સામે ઇન્ડિયા અન્ડર-૧૯ ટીમે ૫-૦ થી ક્લીનસ્વીપ કરી રચ્યો ઈતિહાસ

કેપ્ટન પુર્થ્વી શો (૪૬ બોલમાં સાથ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૫૨ રન) એ ભારતને ઝડપી શરૂઆત અપાવી પરંતુ જયારે સ્કોર ૮૭ રન હતો ત્યારે તે આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ ભારતીય ટીમે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી હતી. હાર્વિક દેસાઈએ ૪૪ અને એસ રાધાકૃષ્ણને ૩૦ રન બનાવ્યા પરંતુ એક રનના અંદર ત્રણ વિકેટ ગુમાવી સ્કોર નવ વિકેટે ૨૧૭ રન થઈ ગયો હતો.

ઇંગ્લેન્ડ સામે ઇન્ડિયા અન્ડર-૧૯ ટીમે ૫-૦ થી ક્લીનસ્વીપ કરી રચ્યો ઈતિહાસ

કમલેશ નાગરકોટી (અણનમ ૨૬) એ એવામાં એક તરફથી ઇનિંગ સંભાળી રાખી અને છેલ્લી ઓવરમાં વિજયી ચોગ્ગો ફટકાર્યો જે ભારતના યુવા ટેસ્ટના સિવાય પાંચ મેચની વનડે શ્રેણીમાં પણ ક્લીન સ્વીપ કરી પ્રવાસનો શાનદાર અંત કરવામાં સફળ રહ્યા હતા. ભારતે આ અગાઉ બે મેચની યુવા ટેસ્ટ શ્રેણીમાં ૨-૦ થી જીત મેળવી હતી. એટલું જ નહી આ જીત સાથે જ ભારતની અન્ડર-૧૯ ટીમે પ્રથમ વખત ૫ મેચની શ્રેણીને ૫-૦ થી જીત છે, આ જીત સાથે જ ભારતીય અન્ડર-૧૯ ટીમ વિશ્વની પાંચમી એવી ટીમ બની ગઈ છે જે ૨ દેશોની શ્રેણીને ૫-૦ થી સફાયો કર્યો હતો.

The post ઇંગ્લેન્ડ સામે India U-19 ટીમે ૫-૦ થી ક્લીનસ્વીપ કરી રચ્યો ઈતિહાસ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ઇંગ્લેન્ડ સામે India U-19 ટીમે ૫-૦ થી ક્લીનસ્વીપ કરી રચ્યો ઈતિહાસ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×