Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

જાણો… Make Up Brush ને સાફ કરવાની ટીપ્સ…

સ્કિનની હેલ્થ જાળવી રાખવા માટે મેકઅપ બ્રશને સાફ રાખવાં જરૂરી છે. વધારે પડતા લોકો Make Up Brush ને સામાન્ય રીતે ગંદુ થતાં ફેંકી દેવાતું હોય છે. પરંતુ મેકઅપ બ્રશને સાફ કરવાની ટિપ્સ ભાગ્યે જ કોઈ માનુનીને ખબર હશે. મેકઅપ બ્રશને સાફ કરવા માટે કોઈ વિશેષ ખર્ચ કરવાની જરૂર નથી, ઘરમાં વપરાતી વસ્તુથી જ બ્રશને સારી રીતે સાફ કરી શકાય છે મેકઅપ બ્રશ સાફ કરવાની ટિપ્સ : કલીન્ઝરથી બ્રશમાંથી નાની-નાની ગંદકી પણ નીકળી જાય છે. શેમ્પૂ અને થોડા ઓઈલને મિકસ કરીને પણ બ્રશની સફાઈ કરી શકો છો. બ્રશને એકદમ હળવા હાથે સાફ કરવું જોઈએ. બ્રશના વાળને વધુ વાળવા ન જોઈએ. મેકઅપ કર્યા બાદ બ્રશને એમ જ મૂકી દેવાને બદલે તુરંત જ સાફ કરવાનો નિયમ બનાવી લેવો જોઈએ. ક્લીન્ઝર : એક લાઇટ ફોમિંગ ક્લીન્ઝરથી પણ તમે બ્રશને સાફ કરી શકો છો. બ્રશને સાફ કરવા માટે હૂંફાળું ગરમ પાણી વાપરો. વિનેગર : એક બાઉલમાં થોડું વિનેગર લો પછી તેમાં થોડું ગરમ પાણી ઉમેરો અને બ્રશને ડુબાડી દો. થોડી વાર બાદ તેના પર હાથ રગડીને સાફ કરી લો. શેમ્પૂ : એક મોટા બાઉલમાં હૂંફાળું ગરમ પાણી ભરો. તેમાં બેથી ત્રણ શેમ્પૂની બુંદ ઉમેેરો. આ પાણીમાં બ્રશને ડુબાડી રાખો અને થોડી વાર બાદ હાથથી સાફ કરી લો. ફેસવોશ : ફેસવોશમાં ફીણ સારું થાય છે. જેનાથી તમે મેકઅપ બ્રશને સારી રીતે સાફ કરી શકો છો. હૂંફાળા પાણીમાં ફેસવોશ મિક્સ કરીને તે દ્રાવણથી બ્રશને સાફ કરો, સારી રીતે સાફ થઈ જશે.

The post જાણો… Make Up Brush ને સાફ કરવાની ટીપ્સ… appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

જાણો… Make Up Brush ને સાફ કરવાની ટીપ્સ…

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×