Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

અક્ષય કુમારની ફિલ્મ ‘Toilet-Ek Prem Katha’ એ પાંચ દિવસમાં કરી ધમાકેદાર કમાણી

ઘણા લાંબા સમયથી બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મો રીલીઝ થઇ પરંતુ કોઈ રેકોડબ્રેક કમાણી કરી શકી નહિ. તાજેતરમાં અક્ષય કુમારની ફિલ્મ 'Toilet-Ek Prem Katha' રીલીઝ થઇ હતી. જે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. અક્ષય કુમારની ફિલ્મ રીલીઝ થયાના પાંચ દિવસમાં બોક્સ ઓફિસ પર ૮૩.૪૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની આ ૨૦૧૭ માં સતત બીજી સુપરહીટ ફિલ્મ છે.તે ની પહેલા અક્ષય કુમારની ફિલ્મ 'જોલી એલએલબી ૨' રીલીઝ થઇ હતી. આ સિવાય આ ફિલ્મ ૨૦૧૭ ની બીજી સૌથી મોટી ઓપનિંગ વિકેન્ડમાં પોતાનું નામ ૫ માં સ્થાન પર સામેલ કરી દીધું છે. આ ફિલ્મને આ સ્થાન બાહુબલી ૨, રઈસ, કાબિલ અને ટ્યુબલાઈટ પછી મળ્યું છે. અક્ષય કુમારની 'ટોઇલેટ એક પ્રેમ કથા' દેશભરમાં રિલીઝ થઇ ગઈ છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે, ફિલ્મને લઈને દર્શકોની વચ્ચે ગજબનો ક્રેઝ છે. જેની અસર ફિલ્મના બોક્સ ઓફિસ ઓપનિંગ કલેક્શન પર જોવા મળી છે. જો બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવામાં આવે તો ફિલ્મ 'ટોઇલેટ એક પ્રેમ કથા' એ પ્રથમ દિવસે 13.10 કરોડની કમાણી કરી હતી. આ એક સામાજિક મુદ્દા પર આધારિત ફિલ્મ છે અને તેની સાથે કોમેડી પણ છે. જો તમે અક્ષય કુમારના ફેન છો તો આ ફિલ્મ તમને જરૂર ગમશે. ફિલ્મની સ્ટોરી ગામમાં રહેતા કેશવ એટલે કે અક્ષય કુમાર અને જયા ભૂમિ પેડનેકરની છે. ફિલ્મની સ્ટોરીની શરૂઆત અક્ષય કુમારથી થાય છે જે માંગલિક હોય છે. આ કારણે તેના પ્રથમ મેરેજ ભેંસ સાથે કરાવવામાં આવે છે અને ત્યાં જ તેની મુલાકાત જયા સાથે થાય છે. એક નજરમાં કેશવ અને જયાને પ્રેમ થઇ જાય છે અને ત્યારબાદ બંનેની લવસ્ટોરી આગળ વધે છે. મેરેજ પછી જયા જ્યારે કેશવના ઘરે આવે છે તો તેને ખબર પડે છે કે, તેમના ઘરમાં ટોઈલેટ નથી. આ વાત જયાને વધારે પરેશાન કરે છે. ટોઈલેટ ના હોવાના કારણે જયા ઘર છોડી દે છે અને કહે છે, તે ત્યારે જ પાછી આવશે જયારે ઘરમાં ટોઈલેટ હશે. શું કેશવના ઘરમાં ટોઇલેટ બનશે કે નહિ? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’નું નિર્દેશન નારાયણ સિંહે કર્યું છે. ટોઇલેટ એક પ્રેમ કથા’ નિર્દેશક નારાયણ સિંહની બીજી ફિલ્મ છે. આ પહેલાં તેમણે ૨૦૧૨માં ફિલ્મ ‘યે જો મોહબ્બત હૈ’ નિર્દેશિત કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, અનુપમ ખેર અને સના ખાન જેવા કલાકારો છે. ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ ફિલ્મમાં રોમાંસ છે, કોમેડી છે, ટ્રેજેડી છે. ફિલ્મમાં અક્ષય કુમારની એક્ટિંગ કમાલની છે તો બીજી તરફ ભૂમિએ પણ તેમનો બખૂબી સાથ નિભાવ્યો છે. અન્ય સ્ટાર્સનું કામ પણ વખાણવાલાયક છે.

The post અક્ષય કુમારની ફિલ્મ ‘Toilet-Ek Prem Katha’ એ પાંચ દિવસમાં કરી ધમાકેદાર કમાણી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

અક્ષય કુમારની ફિલ્મ ‘Toilet-Ek Prem Katha’ એ પાંચ દિવસમાં કરી ધમાકેદાર કમાણી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×