Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

નાસ્તા માટે ફટાફટ બનાવો આ વાનગીઓ

ફરસી પૂરી

સામગ્રી : મેંદો ૨૫૦ ગ્રામ જીરું ૧ ચમચી અજમો ૧/૨ ચમચી અધકચરા વાટેલા મારી ૧/૨ ચમચી મીઠું, તેલ, પાણી, ઘી જરૂરિયાત મુજબ રીત: સૌ પ્રથમ મેંદો એક વાસણમાં ચાળી લેવો તેમાં મીઠું, અજમો, વાટેલા મરી, જીરું ઉમેરવું ત્યારબાદ તેમાં ૫ ચમચી તેલ ઉમેરીને ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ કઠણ લોટ તૈયાર કરવો, હવે આ લોટને ૧૫ થી ૨૦ મિનીટ ઢાંકીને રાખવો. ત્યાર પછી તેમાંથી રોટલી બને તેવા એકસરખા લુવા તૈયાર કરવા. હવે આ લુવા માંથી રોટલી વણવી. આ રોટલી ઉપર એક ચમચી ઘી વ્યવસ્થિત રીતે લગાવવું. હવે આ રોટલીને વાળીને એક રોલ તૈયાર કરવો. આ રોલને ચપ્પુ વડે કટ કરી એકસરખા માપના પૂરી બને તેવા લુવા તૈયાર કરી લેવા. આ લુવાને હથેળી ઉપર ઉભા રાખી બીજી હથેળી વડે દબાવી દેવા. હવે પુરીઓ વણી લેવી. તેના પર ચપ્પુ વડે કાપા કરવા કે જેથી પુરી ફૂલે નહિ, પુરી તળવા માટે એક વાસણમાં ગેસ પર ધીમાં તાપે તેલ ગરમ કરવું, હવે ધીમા તાપે જ પૂરીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેવી, આવી રીતે બધી પૂરી તળી, તેને ઠંડી કરી, એક હવાચુસ્ત ડબામાં ભરી દેવી.

જીરા બિસ્કીટ

સામગ્રી : મેંદો - ૧૨૦ ગ્રામ માખણ [ બટર ] - ૫૦ ગ્રામ ખાંડ - ૫૦ ગ્રામ મીઠું - ૧/૨ ચમચી અથવા સ્વાદ મુજબ જીરું - ૨ ચમચી અથવા સ્વાદ મુજબ ખાવાનો સોડા - ફક્ત ૧ ચપટી બેકિંગ પાઉડર - ૧ ચમચી પાણી - જરૂર મુજબ રીત : સૌ પ્રથમ માખણમાં ખાંડનો પાઉડર ઉમેરી તેને ખુબ ફેટવું, ત્યાં સુધી ફેટવું કે ખાંડનો પાઉડર ઓગળીને માખણ સાથે ભળી ના જાય, હવે આ મિશ્રણમાં મેંદો, સોડા,બેકિંગ પાઉડર અને મીઠું ચાળીને નાખવું, તેમાં જીરું ઉમેરવું બધું હાથ વડે મિક્સ કરવું, અને જરૂર પડે તો જ પાણી નાખી લોટ બાંધી લેવો, હવે આ લોટમાંથી મોટો લુવો લઇ પાતળો રોટલો વણી લેવો, તેને ચપ્પુ વડે કટ કરી અથવા મનગમતા આકારના કુકી કટર વડે કટ કરી,તેમાં કાટા અથવા ચપ્પુ વડે કાપા કરી, બેકિંગ ટ્રે માં ગોઠવવા, હવે બિસ્કીટને ઓવનમાં 180 ડીગ્રી તાપમાન પર 15 મિનીટ માટે બેક કરવા, ખુબજ ટેસ્ટી બિસ્કીટ તૈયાર થઇ જશે,આ બિસ્કીટને ડબ્બામાં ભરી લેવા.

બટાકાની ચકરી

સામગ્રી: ૫૦૦ ગ્રામ બટાકા ૨ ચમચી ઝીણા વાટેલા આદું મરચા ૧ લીંબુ નો રસ ૧ કપ મગની દાળ ૨ ચમચી ખાંડ મીઠું સ્વાદાનુસાર રીત : મગની દાળ ચાર થી પાંચ કલાક પલાળી રાખો. પછી તેને વરાળથી બાફી લો બટાકાને બાફી મસળી લો. દાળ તથા મસાલો ભેગા કરી ચારણી પર ઘસી લો જેથી કણી ના રહે. પછી એક પેનમાં તેલ મુકો. ધીમા ગેસે ચકરીને તળી લો.

રતલામી સેવ

સામગ્રી : ચણાનો ઝીણો લોટ ૫૦૦ ગ્રામ આશરે તેલ એક વાટકી પાણી એક વાટકી સોડા બાયકાર્બ અડધી ચમચી મીઠું-મરચું સ્વાદ મુજબ, હિંગ ચપટી એક લીંબુ, મરી, અજમો અડધી ચમચી રીત : અજમાને વાટી લેવો, મરીને પણ ખાંડીને ભૂકો કરી લેવો. હવે તેલ અને પાણી સરખે ભાગે ભેગાં કરીને હાથેથી અથવા મિક્ષરમાં ફીણવા. એકદમ સફેદ “દૂધિયું” તૈયાર થાય તેમાં સોડા અને અડધા લીંબુનો રસ અને એકદમ ઝીણું ચાળેલું સફેદ તીખું મરચાની ભૂકી ઉમેરવી અને તે દૂધિયા પાણીમાં સમાય તેટલો જ ચણાનો લોટ ભેળવવો. મીઠું, મરી, હિંગ વગેરે ઉમેરી મસળવું. સેવનાં સંચાથી અથવા ઝારાથી ગરમ તેલમાં સેવ પાડવી.

ડ્રાય ભાખરવડી

સામગ્રી : (પડ માટે) ચણાનો લોટ ૪૦૦ ગ્રામ ઘઉંનો લોટ ૧૦૦ ગ્રામ મીઠું, મરચું, હળદર અને તેલ પ્રમાણસર ફીલિંગ માટે : ચણાનો લોટ ૨૦૦ ગ્રામ જીણી સેવ ૧૦૦ ગ્રામ સુકું કોપરું ૨૫ ગ્રામ તલ ૧ ટેબલ સ્પૂન ખસખસ ૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો ૧ ટેબલ સ્પૂન . ખાંડ, આમચૂર ૧ ટી સ્પૂન જીરું, ધાણાજીરું, મીઠું, મરચું ૧ ટી સ્પૂન ચટણી માટે : શીંગદાણા ૫૦ ગ્રામ લસણ ૧૦ કળી લાલ મરચું ૧ ચમચો મીઠું અનેગોળ નાંખી વાટી ચટણી બનાવવી ચટણીને વાટતી વખતે થોડું પાણી નાંખી રસાદાર બનાવવી રીત : ચણા અને ઘઉંનો લોટ ભેગો કરી લો. તેમાં મીઠું થોડી હળદર અને તેલનું મોણ નાખી કઠણ કણક બાંધી લો. ચણાના લોટમાં મીઠું મરચુ અને તેલનું મોણ નાંખી ખીરું તૈયાર કરવું. પેનમાં તેલ મુકી ભજિયાં તળી લેવા. ઠંડા પડે એટલે ખાંડી, ચાળી રવાદાર ભૂકો બનાવી લો. તેમાં ચણાની સેવ નાંખવી, સુકુ કોપરાનું છીણ ઉમેરો. આ ફિલીંગમં શેકેલા તલ ખસખસ મીઠુ ગરમ મસાલો ઉમેરો. ધાણાજીરું, ખાંડ અને આમચૂર પાવડર પણ ઉમેરો, કણકમાંથી પાતળો મોટો રોટલો વણી લો. રોટલા પર ચટણી લગાડો અને મસાલો પાથરો, પછી તેનો સખત વીંટો વાળી કટકા કરી લો આ કટકાને બરાબર દબાવી તેલમાં તળી લો. ભાખરવડી તૈયાર છે.

ખસતા કચોરી

સામગ્રી : ૧ કપ મગની દાળ ૨ ચમચા તેલ ૧/૨ ચમચી તજ – લવિંગ નો ભુક્કો ૨ ચમચી લાલ મરચું ૧ ચમચી વાટેલા મરી ૨ કપ મેંદો ૧ ચમચી વરિયાળી અડધી ચમચી જીરું મીઠું સ્વાદાનુસાર રીત : મગની દાળને ૫ થી ૭ કલાક પલાળી કકરી વાટી લો. ૨ ચમચા તેલ ગરમ કરી દાળને શેકી લો. દાળનો દાણો છૂટો પડે પછી તેમાં બધો સુકો મસાલો ખાંડીને તેમાં ભેગો કરો.મીઠું, લાલ મરચું નાંખી પૂરણ તૈયાર કરો મેંદા માં ૩ ચમચા તેલ, મીઠું નાંખી સાધારણ નરમ લોટ બાંધો. મસળીને તેમાંથી લુવો લઇ તેની વાડકી બનાવી તેમાં ૧ ચમચી પૂરણ મૂકી ચારેબાજુથી બંધ કરી હાથથી ચપટી દબાવી કચોરીને આકરા તાપે તેલ ગરમ થાય એટલે ધીમો ગેસ કરી ગુલાબી તળી લો. કચોરીને ફોડી તેના ઉપર ફણગાવીને બાફેલા મગ, ઝીણી કાપેલી ડુંગળી, ઝીણી સેવ, ગળી તથા તીખી ચટણી નાખી સર્વ કરો.

મસાલા પૂરી

સામગ્રી : ૨ કપ મેંદો અથવા ઘઉંનો લોટ ૧ કપ બેસન ૧/૨ કપ મેથીના પત્તા બારીક સમારેલ ૨ ચમચી આદુ-લસણની પેસ્ટ ૧/૨ ચમચી ગરમ મસાલો ૧/૨ ચમચી હળદર પાવડર ૧ ચમચી ધાણા પાવડર લાલ મરચું પાવડર ૧ નાની ચમચી અજમો સ્વાદ અનુસાર મીઠું તેલ રીત : સૌપ્રથમ મેંદો અથવા ઘઉંનો લોટ અથવા બેસન મિક્સ કરી એક વાસણમાં ચાળી લો. હવે લોટમાં મેથીના પત્તા, આદુ-લસણની પેસ્ટ, અજમો, હળદર, ઘાણા, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને મીઠું નાખી મિક્સ કરો. ત્યારબાદ લોટમાં થોડું-થોડું પાણી મિક્સ કરી નરમ લોટ બાંધી લો. લોટને ૧૫ મિનિટ માટે ઢાંકી લો. ત્યારબાદ લોટમાંથી નાના-નાના ગુલ્લા બનાવી રાખો, તેની પૂરીઓ વણી લો. ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરો. હવે તેલમાં પૂરી નાખી મધ્યમ આંચ પર બ્રાઉન થવા સુધી તળી લો. પૂરીને પલટી બીજી તરફ તળો. ત્યારબાદ તેને પ્લેટમાં નીકાળી લો. આ પ્રકારે બધી પૂરી શેકી લો. તૈયાર છે ગરમાગરમ મસાલા પૂરી. તેને આચાર, ચટણી અથવા આલુની સબ્જી સાથે સર્વ કરો.

શક્કરપારા

સામગ્રી : ૧ કપ મેંદો ૨ ચમચી માખણ ૧/૨ કપ દળેલી ખાંડ ૩ કપ ખમણેલું લીલું કોપરું ૧ નાની ચમચી ઈલાયચીનો ભૂકો ૩ થી ૪ ચમચી દૂધ ઘી પ્રમાણસર મીઠું પ્રમાણસર રીત : મેંદામાં માખણ, મીઠું, ખાંડ, કોપરું અને ઈલાયચીનો ભૂકો નાખી, દૂધથી લોટ બાંધવો. લોટ થોડોક ઢીલો રાખવો. લોટનો રોટલો વણી, કાપા કરી ગરમ ઘીમાં તળવા. આ શક્કરપારા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે.  

The post નાસ્તા માટે ફટાફટ બનાવો આ વાનગીઓ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

નાસ્તા માટે ફટાફટ બનાવો આ વાનગીઓ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×