Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

નિહાળો… ભારતના સૌથી પ્રખ્યાત શિવાલય

દેવાધિદેવ મહાદેવના ભકતો માટે તેમની ભકિત આરાધના નો ઉત્તમ દિવસ એટલે Maha Shivratri. આ પ્રસંગે દેશભરના નાના મોટા શિવાલયોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને આયોજનો કરવામા આવે છે. અને આ મંદીરો સવારથી રાત્રીના બાર વાગ્યા સુધી શંખ નાદ અને ઢોલ,ઝાલર સાથે હર..હર.. મહાદેવના બુલંદ આસ્થા રૂપી નાદ સાથે ગુંજી ઉઠી છે. તો જુઓ...ભારતના સૌથી પ્રખ્યાત શિવાલય.......

Kedarnath, Uttarakhand

કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ એ ભગવાન સદાશિવ ને સમર્પિત એવું હિંદુઓનું પવિત્રતમ્ સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે. આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમ્યાન અક્ષયતૃતિયા થી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાંજ ભગવાનને સ્થળાંતરિત કરીને ઉખીમઠ ખાતે પૂજન અર્ચન અર્થે લાવવામાં આવે છે. આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાને કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ એટલે કે "કેદાર"ના "નાથ" તરીકે પૂજવામાં આવે છે.

Somnath, Gujarat

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માચરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

Mallikarjuna Swamy, Andhra Pradesh

શ્રી મલ્લિકાર્જુન સ્વામીએ ભારતના આંધ્ર પ્રદેશના શ્રી શૈલમમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. આ સ્થાન ૨૭૫ પાદલ પેત્ર સ્થાનમાંનુ એક છે.

Mahakaleshwar, Madhya Pradesh

મહાકાલેશ્વર જયોર્તિલિંગનું મંદિર મધ્યપ્રદેશના પવિત્ર શિપ્રા નદીને કિનારે ઐતિહાસિક શહેર ઉજજૈનમાં આવેલું છે. જેને ભારતની અતિ પવિત્ર સાત નગરીઓ પૈકી એક ગણવામાં આવે છે. ઉજજૈન ઈન્દોરથી ૮૦ કિ.મી. અને સુરતથી ૪૮૬ કિ.મી.ના અંતરે છે. હજારો વર્ષ પહેલાં આ સ્થળે વેદપ્રિય નામનો બ્રાહ્મણ પોતાના ચાર પુત્રો સાથે રહેતો હતો. જેઓ પોતાની શિવભકિત માટે પ્રખ્યાત હતા. બાજુના જંગલમાં રહેતા દૂષણ નામના રાક્ષસે પોતાની તાંત્રિક વિધ્યાથી બ્રહ્માજીની ઉપાસના કરી વરદાન મેળવીને હાહાકાર મચાવી દીધો. એના ત્રાસમાંથી મુકિત મેળવવા આ બ્રાહ્મણોએ મહાયજ્ઞ કરી ભગવાન શંકરને અહીં પધારવા આહવાન આપ્યું જે સાંભળીને ભગવાન શંકર અહીં પધાર્યા અને પોતાના ત્રીજા લોચનથી દૂષણ અને તેની અસુર શકિતને ભસ્મીભૂત કરીને ભયંકર હુંકાર સાથે મહાકાલ સ્વરૂપ ધારણ કરી એ ભસ્મ પોતાના શરીરે લગાવી તે પછી ભગવાન શંકર અહીં જયોર્તિલિંગરૂપે બિરાજમાન થયા હતા.

Omkareshwar, Madhya Pradesh

મધ્યપ્રદેશમાં આવેલું આ ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ નર્મદા નદીના કિનારે આવેલું છે. આ સ્થાન પર ભગવાન શિવના બે મંદિરો છે- ઓમકારેશ્વર અને મમલેશ્વર. કહેવામાં આવે છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર બે ભાગમાં છુટુ પડી ગયું હતું. ઓમકારેશ્વરની ખાસીયત એ છે કે અહીંયાનો પર્વત ॐ ના આકારમાં દેખાય છે. આ સાથે નર્મદા નદી પણ ॐ ના આકારે વહેતી દેખાય છે. ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતાં. પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વરમાં વિધ્યાચલે પણ તપસ્યા કરી હતી.

Bhimashankar, Maharashtra

પૂના શહેરથી લગભગ 110 કિ.મી. ઉત્તર-પશ્ચિમ અને ગાંવખેડાથી 50 કિ.મી.ના અંતરે સહ્યાદ્રિ પર્વતમાળામાં આરુઢ છે ભોલે બાબાનું ધાન ભીમાશંકર મંદિર. આ સ્થળેથી ભીમા નદી નિકળીને દક્ષિણ પશ્ચિમ દિશામાં વહીને રાયચૂર જિલ્લામાં કૃષ્ણા નદી સાથે મળી જાય છે. આ સ્થાનને ભગવાન શિવના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગના રૂપમાં પૂજવામાં આવે છે. ભીમશંકર મહાદેવને ભગવાન શિવના પ્રસિદ્ધ તીર્થના રૂપમાં પૂજા કરવામાં આવે છે. ભીમાશંકાર ભારમાં જોવા મળતા બાર જ્યોતિર્લિંગમાંથી એક હોવાને લીધે વિશેષ કરીને પ્રસિદ્ધ છે. આ બાર જ્યોતિર્લિંગોમાં પાંચ મહારાષ્ટ્રમાં સ્થિત છે. 3.250 ફિટની ઊંચાઈ ઉપર સ્થિત આ મંદિર આખા દેશમાં આસ્થાનું એક મોટું કેન્દ્ર માનવામાં આવે છે.

Kashi Vishwanath, Uttar Pradesh

ગંગા નદીના પશ્ચિમી તટ પર આવેલુ વારાણસી નગર વિશ્વના પ્રાચીન શહેરોમાંથી એક માનવામાં આવે છે તથા અહીં ભારતની સાંસ્કૃતિક રાજધાનીના રૂપમાં સુશોભિત છે. આ નગરના હૃદયમાં વસેલા છે ભગવાન કાશી વિશ્વનાથનુ મંદિર જે પ્રભુ શિવ, વિશ્વેશ્વર કે વિશ્વનાથના મુખ્ય જ્યોતિર્લિગોમાંથી એક મનાય છે. સ્ત્રી હોય કે પુરૂષ, યુવાન હોય કે વૃધ્ધ, દરેક અહીં મોક્ષ મેળવવા માટે જીવનમાં એક વખત તો અવશ્ય આવે છે. એવુ માનવામાં આવે છે કે અહી આવનારો દરેક શ્રધ્ધાળુ ભગવાન વિશ્વનાથને પોતાની માનીતી ઈચ્છા સમર્પિત કરે છે.

Trimbakeshwar, Maharashtra

મુંબઈથી ભુસાવલ જતી રેલ્વે લાઈન પર ૧૮૮ કિ.મી. દૂર મહારાષ્ટ્રમાં નાસીક રોડ રેલ્વે સ્ટેશન આવેલુ છે ત્યાંથી નાસિક શહેર ૮ કિ.મી. દૂર છે. અને અહિંથી મોટર રસ્તે ૨૮ કિ.મી. પશ્ચિમે બ્રહ્મગિરિ નામનાં પર્વત આવેલો છે. જે ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે. અને તેની તળેટીમાં ત્ર્યંબકેશ્વર મહાદેવના જયોર્તિલિંગનું મંદિર આવેલ છે. આ મંદિર પંદરેક ફૂટ ઊંચા કિલ્લાથી રચાયેલ છે. ઉત્તરમાં આવેલ સિંહદ્વારમાંથી દાખલ થતાં જ વિશાળ પટાંગણ આવે છે. અને તેની વચ્ચે ૯૦ ફૂટ પહોળું, ૧૧૫ ફૂટ લાંબુ અને ૯૫ ફૂટ ઊંચુ અદ્ભૂત કોતરણીવાળું કાળમીંઢ પથ્થરનું ભવ્ય મંદિર આવેલ છે. આ જયોર્તિલિંગ પરંપરાગત શિવલિંગ જેવું નથી.

Vaidyanath, Deoghar, Jharkhand

આ જ્યોતિર્લીંગ ઝારખંડના દેવધર નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનુ ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લીંગ અહીં આવેલું છે તે કારણે આને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લીંગ એક સિધ્ધપીઠ છે. કહેવામાં આવે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે.

Nageshwar, Dwarka, Gujarat

દ્વારકાની સીમમાં આવેલું નાગેશ્વર મંદિર કે નાગનાથ મંદિર એ પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે. તે બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને 'દારુકાવન નાગેશમ્' તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.

Tarakeshwar Temple, West Bengal

શિવના દસ રૂદ્રાવતારોમાં બીજો અવતાર તારકેશ્વર નામથી પ્રચલિત છે. તારકેશ્વરનું સ્વરૂપ તારાની જેમ જ પીતાંબરી છે એટલે કે, પીળો નીલમ. તારકેશ્વર અવતારની શક્તિદેવી તારા માનવામાં આવે છે. તારા પીઠ પશ્ચિમ બંગાળના વીરભૂમમાં સ્થિત દ્વારકા નદીની પાસે મહાશ્મસાનમાં સ્થિત છે. તેથી તે મંદિર તારકેશ્વર મંદિર તરીકે ઓળખાય છે.

Murudeshwara Temple, Karnataka

ભારતના દક્ષિણ ભાગના કર્ણાટક રાજ્યમાં ઉત્તર કન્નડ જિલ્લો છે. આ જિલ્લાના ભટકલ તાલુકામાં જ મુરુદેશ્વર મંદિર છે. આ મંદિર અરબ સાગરના કિનારે બનેલું છે. સમુદ્રતટ હોવાને કારણે અહીં પ્રાકૃતિક વાતાવરણ દરેકનું મન મોહી લે છે. ખૂબ જ સુંદર હોવાની સાથે-સાથે આ શિવ મંદિર ખૂબ જ ખાસ છે કારણ કે આ મંદિરના પરિસરમાં ભગવાન શિવની એક વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ મૂર્તિ એટલી મોટી અને આકર્ષક છે કે તેને દુનિયાની બીજી સૌથી વિશાળ શિવ મૂર્તિ માનવામાં આવે છે.

Bhavnath Mahadev Temple

ભવનાથ ભારતનાં ગુજરાત રાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. જો કે હવે આ ગામ જુનાગઢ મહાનગર પાલિકામાં ભેળવી દેવાયું છે. જુનાગઢ શહેરથી ભવનાથ ૭ કિ.મી. દુર આવેલું છે. પ્રસિધ્ધ ગિરનાર પર્વતમાળાની તળેટીમાં વસેલું આ ગામ હિંદુ અને જૈન ધર્મના અનુયાયીઓ માટેનું યાત્રાસ્થળ છે. અહીં પ્રસિધ્ધ ભવનાથ મહાદેવનું મંદિર, મૃગીકુંડ તથા અનેક પુરાણ પ્રસિધ્ધ મંદિરો આવેલાં છે. સમ્રાટ અશોક દ્વારા અહીં બંધાવાયેલું સુદર્શન તળાવ ઔતિહાસિક સ્થળ ગણાય છે.

Srikalahasti Temple, Andhra Pradesh

આંધ્રપ્રદેશના તિરુપતિ શહેરની પાસે આવેલ શ્રીકાલહસ્તી નામના કસ્બા શિવ-શંભુના ભક્તો માટે વિશેષ મહત્વનુ સ્થાન છે. પેન્નાર નજીની શાખા સ્વર્ણામુખી નદીના કિનારે વસેલુ આ સ્થાન કાલહસ્તીના નામથી ઓળખાય છે. દક્ષિણ ભારતમાં આવેલ ભગવાન શિવના તીર્થસ્થાનોમાં આ સ્થાનનુ વિશેષ મહત્વ છે. નદીના કિનારાથી પર્વતના તળિયા સુધી પ્રસારિત આ સ્થાનને દક્ષિણ કૈલાશ અને દક્ષિણ કાશી નામથી ઓળખવામાં આવે છે.

Kandariya Mahadeva Temple, Madhya Pradesh

કંદરિયા મહાદેવ મંદિરના ચબૂતરાની ઉત્તર દિશામાં જગદમ્બા દેવીનું મંદિર આવેલું છે. જગદમ્બા દેવીનું મંદિર પહેલાં ભગવાન વિષ્ણુને સમર્પિત હતૂં, તેમ જ એનું નિર્માણ ઇ. સ. ૧૦૦૦ અને ઇ. સ. ૧૦૨૫ની વચ્ચેના સમયકાળમાં કરવામાં આવ્યું હતું. સૈકડ઼ોં વર્ષોં પશ્ચાત અહીં છતરપુરના મહારાજાએ દેવી પાર્વતીની પ્રતિમા સ્થાપિત કરાવી હતી, આ કારણે એને દેવી જગદમ્બા મંદિર કહેવામાં આવે છે. અહીં ઉત્કીર્ણ મૈથુન મૂર્તિઓમાં ભાવોની ઊંડી સંવેદનશીલતા શિલ્પની વિશેષતા છે. આ મંદિર શાર્દૂલોના કાલ્પનિક ચિત્રણ માટે પ્રસિદ્ધ છે. શાર્દૂલ એવું પૌરાણિક પશુ હતું જેનું શરીર વાઘનું અને મસ્તક પોપટ, હાથી અથવા વરાહનું હતું.

Chidamabaram Nataraja Temple, Tamil Nadu

ચિદમ્બરમ શહેરમાં આવેલા મંદિરનું આખુ નામ તો થિલ્લાઈ નટરાજ મંદિર છે. ચોલા, પલ્લવા, પાંડયા, વિજયનગર અને ચેરા એમ દક્ષિણ ભારતના તમામ મોટા સામ્રાજ્યો વખતે મંદિરના બાંધકામમાં થોડો ઘણો જિર્ણોદ્ધાર થયો છે. મંદિર ધાર્મિકતા જેટલુ જ પ્રસિદ્ધ તેના બાંધકામ અને ઈજનેરી કૌશલ્ય માટે છે.

Jambukeswarar Temple, Trichy, Tamil Nadu

તમિલનાડુના તિરૃચિરાપલ્લીમાં આવેલ જંબુકેશ્વર મંદિર જળનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિર ૧૮૦૦ વર્ષ પુરાણુ છે, જ્યારે ત્યાં ચોલા રાજવીઓનું શાસન હતું. દક્ષિણ ભારતના મંદિરોમાં હોય એવી વિશાળ પરસાળ અને ગોપુરમ ધરાવતુ આ મંદિર ૨૫ ફીટ ઊંચી દિવાલથી ઘેરાયેલું છે.

Koteshwar Temple, Rudraprayag, Uttarakhand

ઉત્તરાખંડ રદ્રપ્રયાગના પહાડી રાજ્યમાં કોટેશ્વર મંદિરના મુખ્ય શહેરથી ૩ કિલોમીટર દુર કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. કોટેશ્વર એક પ્રાચીન મંદિર ભગવાન શિવને સમર્પિત છે. તે એક પ્રખ્યાત હિંદુ મંદિર છે. આ ગુફા મંદિર અલકનંદા નદીના કિનારે સ્થિત છે.

Bhojeshwar Shiva Temple, Madhya Pradesh

ભગવાન શિવને સમર્પિત ભોજેશ્વર મંદિરને પૂર્વ દિશાનું સોમનાથ પણ કહેવામાં આવે છે. આ મંદિરની સૌથી ખાસ વિશેષતા અહીયાના શિવલિંગનો વિશાળ આકાર છે. આ શિવલિંગની ઊંચાઈ લગભગ ૨.૩ મીટર જેટલી છે અને પરિધ ૫.૩ મીટર જેટલો છે. આ મંદિર ૧૧મી શતાબ્‍દીમાં રાજા ભોજ દ્વારા બનાવડાવવામાં આવ્યું હતું. અહીં શિવરાત્રિના પર્વની ઉજવણી ખુબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. મંદિરની નજીકમાં જ એક જૈન મંદિર પણ આવેલું છે, જેમાં એક જૈન તીર્થંકરની ૬ મીટર ઊંચી કાળા રંગની પ્રતિમા સ્‍થાપિત કરવામાં આવેલી છે.

Vadakkunnathan Temple, Kerala

Tungnath Temple, Uttarakhand

Kailashnath Temple, Maharashtra

Ramanathaswamy, Tamil Nadu

Grishneshwar, Maharashtra

Amarnath Temple, Kashmir

Brihadeswarar Temple, Tamil Nadu

Shore Temple, Tamil Nadu

Lingaraj Temple, Odisha

Kotilingeshwara Temple, Karnataka

Daksheswara Mahadev Temple, Haridwar

Annamalaiyar Temple, Tamil Nadu

The post નિહાળો… ભારતના સૌથી પ્રખ્યાત શિવાલય appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

નિહાળો… ભારતના સૌથી પ્રખ્યાત શિવાલય

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×