Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

GST ના મુદ્દે ગુજરાત સહિતના દેશભરના કાપડબજારો ત્રણ દિવસ બંધ પાળશે

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવનાર GST ના મુદ્દે દેશભરના કાપડ બજારો આગામી તા. ૨૭ થી ૨૯ જૂન એમ ત્રણ દિવસ બંધ પાળશે તેવી જાહેરાત નવી દિલ્હીમાં કાપડ બજારના વેપારી એસોસિએશનની સંયુકત બેઠકમાં કરવામાં આવી હતી. GST નો વિરોધ કરવાની રણનીતિ ઘડવા ભારતીય ઉદ્યોગ વેપાર મંડળના નેજા હેઠળ કાપડ સાથે સંકળાયેલા દેશભરના નાના મોટા ૫૦૦ જેટલા એસોસિએશનોની નવી દિલ્હીના બેઠક મળી હતી. આ બેઠકમાં અમદાવાદના કાપડ બજારના અગ્રણીઓ પણ જોડાયા હતા. અમદાવાદના અગ્રણી કિરીટ પટેલે જણાવ્યું હતું કે, શુક્રવારે નવી દિલ્હી ખાતે દેશભરના તમામ કાપડ બજારના વેપારી એસોસિયેશનોની સંયુક્ત બેઠક બાદ સાંજે વિરોધ માટેનાં પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે તારીખ ૨૭, ૨૮ અને ૨૯મી જૂન એમ ત્રણ દિવસ સુધી દેશભરમાં કાપડ સાથે સંકળાયેલી તમામ બજારો બંધ રાખવાનુ નક્કી કરવામાં આવ્યું છે. આ બંધમાં દેશભરના કાપડના વેપારીઓ જોડાશે, જેમાં ગુજરાતના કાપડ બજાર સાથે સંકળાયેલા વેપારી એસોસિએશનો પણ જોડાશે. આ ઉપરાંત જો તારીખ ૩૦ સુધીમાં કોઇ નિર્ણય નહીં આવે તો તે પછી આગણની રણનીતિ ઘડાશે તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં જોડાયેલા મસ્કતી માર્કેટ મહાજનના અગ્રણીએ જણાવ્યું હતું કે, આ GST નું ભારણ છેલ્લા ૬૦ વર્ષમાં લાગુ પડયુ નથી, તેવા સંજોગોમાં હવે જો આ ભારણ લાદવામાં આવશે તો અમદાવાદનો આખોય કાપડ ઉદ્યોગ નબળો પડે તેવી શકયતા છે અને આ સાથે અગાઉ જે દત્તા સામંત હડતાળ વખતે જેવી સ્થિતી સર્જાઈ હતી, તેવી સ્થિતિ સર્જાય તેમ જણાઇ રહ્યુ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, “હવે એવી સ્થિતિ નિર્માણ થવા જઇ રહી છે, કે હવે માર્કેટ માત્ર ડિમાન્ડ સપ્લાય પર જ ચાલશે અથવા ઓવર ડિમાન્ડ હશે તો જ ચાલશે. અને અમારા કામકાજો મંદીમાં ધકેલાઇ રહ્યા છે. અમારી પાસેથી માલ લેતા મોટા શહેરોનાં બજારો જયારે જીએસટી નંબર નથી લેવાના તો અમે શા માટે? સાથે જો કોઇ માલ લેવા જ તૈયાર ન હોય તેવા સંજોગોમાં અમદાવાદ માલનો ઉત્પાદન કરીને કરશે શું? તે પ્રશ્ન છે. આ ઉપરાંત તેના કારણે પ્રોસેસ હાઉસોમાં માલ નહીં જાય અને લાખો કારીગરો બેકાર થાય તેવી સ્થિતિ નજરે પડી રહી છે, અને તેની લાંબા ગાળા સુધી હડતાળ ચાલી તો વેપારી, બેંકો અને ખેડૂતો સુધી ગંભીર અસર થાય તેમ છે. સરકારને તો જીએસટીમાં બધુ કામ એક ઝાટકે કામ કરવું છે, તેમાં શરતો પણ એવી મુકે તે વેપારીઓને માન્ય નથી.” આ અગાઉ ઓલ ઇન્ડિયા ટેક્ષટાઇલ જીએસટી સંઘર્ષ સમિતિની બેઠકોનો સિલસિલો હિન્દુસ્તાન મર્કન્ટાઇલ એસોસિએશના નેજા હેઠળ તા. ૨૧મી અને ૨૨મી એમ બે દિવસ દરમિયાન નવી દિલ્હી ખાતે ચાલ્યો હતો. ત્યાર બાદ કાપડ બજાર સાથે સંકળાયેલા વેપારીઓના તમામ એસોસિએશનોના હોદ્દેદારોની હાજરીમાં વિરોધ માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી.

The post GST ના મુદ્દે ગુજરાત સહિતના દેશભરના કાપડબજારો ત્રણ દિવસ બંધ પાળશે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

GST ના મુદ્દે ગુજરાત સહિતના દેશભરના કાપડબજારો ત્રણ દિવસ બંધ પાળશે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×