Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

નવી કંપનીઓ માટે GST રજીસ્ટ્રેશન ૨૫ જૂનથી શરૂ…

ઈ-કોમર્સ કંપનીઓ અને ટીડીએસ (ટેક્સ ડીડક્ટડ ઓન સોર્સ) કાપનાર ૨૫ જૂનથી ખુદ GST નેટવર્ક પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. તે દિવસે પોર્ટલ નવા રજીસ્ટ્રેશન માટે ફરી ખુલશે. તે સિવાય હાલમાં એક્સાઈઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેલ્યૂ ટેક્સ (વેટ) આપનારને જીએસટીએન પોર્ટલ પર ટ્રાન્સફર માટે એક વધુ મોકો મળશે. કારણ કે, તેમના માટે પણ રજીસ્ટ્રેશન રવિવારે ખુલશે. જે ત્રણ મહિના સુધી જારી રહેશે. જીએસટીએન પોર્ટલ ૨૫ જૂનથી રજીસ્ટ્રેશનનાં નવા આવેદન સ્વીકારશે. GST સિસ્ટમમાં કારોબાર કરવા માટે જીએસટીએન પર રજીસ્ટ્રેશન જરૂરી છે. કારોબારીઓને આ પોર્ટલ પર મહિનાની સંપૂર્ણ સપ્લાઈનાં આંકડા નાખવા પડશે અને રિટર્ન ફોર્મ જમા કરાવવાનું રહેશે. જીએસટીએન એ નિવેદનમાં કહ્યું છે કે, જીએસટી પ્રેકટીશન, ટીડીએસ અને ઈ-કોમર્સ પરિચાલકો માટે પણ રજીસ્ટ્રેશન શરુ થશે. નવી ટેક્સ સિસ્ટમ વ્યવસ્થા માટે આઈટી આધાર ઉપલબ્ધ કરાવતી જીએસટીએન હાલમાં કરદાતાઓ એ પણ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) નાં અમલીકરણથી ૫ દિવસ પહેલા ટ્રાન્સફરનો મોકો આપશે. કુલ ૮૧ લાખ ટેક્સપેયર્સમાંથી ૬૫.૫ લાખ પહેલા જ આ પોર્ટલ પર ટ્રાન્સફર થઇ ચુક્યા છે. જીએસટીએનનાં ચેરમેન નવીન કુમારે કહ્યું છે કે, લોકોને ગભરાવાની જરૂર નથી. જો તમે તેના પર નથી આવી શક્યા તો તમને એક વધુ મોકો મળશે. આ કાયદો કહે છે કે, જો કોઈ પણ તે ટેક્સ હેઠળ રજીસ્ટ્રર છે તો જીએસટીમાં તેનો સમાવેશ થઇ જશે, જો તેમની પાસે વેલિડ પાન નંબર છે તો તેને રજીસ્ટ્રેશન નંબર મળશે. આ પોર્ટલ ૨૫ જૂનથી જીએસટી વ્યાવસાયિકોનાં નામાંકન માટે પણ ૨૫ જૂને ખુલશે. જીએસટીએન પોર્ટલ ૫ નવેમ્બરથી ૩૦ એપ્રિલ સુધી ખુલ્યું હતું. ત્યાર બાદ જૂનમાં પણ તેને હાલના કરદાતાઓના નામાંકન માટે ૧૫ દિવસ સુધી ખોલવામાં આવ્યું હતું.

The post નવી કંપનીઓ માટે GST રજીસ્ટ્રેશન ૨૫ જૂનથી શરૂ… appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

નવી કંપનીઓ માટે GST રજીસ્ટ્રેશન ૨૫ જૂનથી શરૂ…

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×