Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Microsoft એ લોન્ચ કર્યું ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળું મોડર્ન કીબોર્ડ

માઈક્રોસોફ્ટનું ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળું મોડર્ન કીબોર્ડ

Microsoft એ ગુરુવારે ગુપ્ત રીતે એક નવું કીબોર્ડ રજૂ કર્યું છે. તેનું નામ માઈક્રોસોફ્ટ મોર્ડન કીબોર્ડ રાખવામાં આવ્યું છે. કંપનીએ તેની કિંમત $129.99 (લગભગ ૮,૫૦૦) રૂપિયા રાખવામાં આવી છે. કંપનીની યુએસ વેબસાઈટમાં તેને 'Coming Soon Tag' સાથે લિસ્ટમાં રાખવામાં આવ્યું છે. જોકે, તેના વેચાણ વિશે કોઈ જાણકારી સામે નથી આવી. આ કીબોર્ડની સૌથી મોટી ખાસિયત તેમાં આપવામાં આવેલ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે.

માઈક્રોસોફ્ટનું ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળું મોડર્ન કીબોર્ડ

આ કીબોર્ડને એલ્યુમિનિયમ ફ્રેમમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ મોર્ડન કીબોર્ડ દ્વારા Windows 10 યુઝર્સ પોતાના ડિવાઈસમાં હેલો ફિંગરપ્રિન્ટ ઑથન્ટિકેશન એનેબલ કરી શકશે. આ ફિંગરપ્રિન્ટ સ્કેનરનાં કીબોર્ડમાં રાઈટ સાઈડનાં વિન્ડોઝ બટનમાં આપવામાં આવ્યું છે. આ સ્કેનર કોઈ પણ સિસ્ટમ અથવા કોઈ વેબસાઈટમાં સાઈન ઇન કરવા માટે કરી શકાય છે.

માઈક્રોસોફ્ટનું ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળું મોડર્ન કીબોર્ડ

ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળા Microsoft મોડર્ન કીબોર્ડ Windows 8, macOS 10.10.5, Android 4.2, iOS 8 અને iOS 9 અથવા તેનાથી વધારે વાળી સિસ્ટમમાં કામ કરશે. યુઝરને ધ્યાનમાં રાખે કે, તેમનું ડિવાઈસ કીબોર્ડને કામમાં લાવવા માટે Bluetooth 4.0 અથવા તેનાથી વધારેનો સપોર્ટ કરતો હોય. કંપનીએ ગ્રાહકોની સાનુકુળતા માટે વાયર અથવા વાયર વગર ચલાવવાનો પણ ઓપ્શન આપ્યો છે.

માઈક્રોસોફ્ટનું ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળું મોડર્ન કીબોર્ડ

કીબોર્ડનું ડાયમેન્શન 420.9x112.6x19.3mm છે અને તેનો વજન ૪૨૦ ગ્રામ છે. વાયરલેસ મોડર્ન કીબોર્ડ બે AAA અલ્કાઈન રીચાર્જેબલ બેટરી પર કામ કરશે. કંપનીનાં દાવા મુજબ, આ બેટરી એક વાર સંપૂર્ણ રીતે ચાર્જ થયા બાદ ૨ મહિના સુધી ચાલશે. તેમાં એક વર્ષની લિમિટેડ વોરંટી પણ આપવામાં આવશે.

The post Microsoft એ લોન્ચ કર્યું ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળું મોડર્ન કીબોર્ડ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Microsoft એ લોન્ચ કર્યું ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળું મોડર્ન કીબોર્ડ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×