Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

બનાવો આ ખાસ ચટાકેદાર વાનગીઓ

આલુ મટર મસાલા

સામગ્રી : ૧/૨ અડધો કિલો વટાણા ૨ નંગ બટાટા સમારેલા ૨ નંગ ડુંગળી સમારેલી ૨ નંગ ટામેટાં સમારેલા ૧ ટી સ્પૂન આદું-લસણની પેસ્ટ ૨ નંગ લીલા મરચાં સમારેલાં ૧૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર ૧૧/૨ ટી સ્પૂન ધાણાજીરૂં પાવડર ૧/૨ ટી સ્પૂન હળદર ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો ૧ ટેબલ સ્પૂન ઘી મીઠું સ્વાદાનુસાર તેલ જરૂર મુજબ કોથમીર રીત :  સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખીને સાંતળો. ડુંગળી એકદમ લાઈટ બ્રાઉન રંગની થાય એટલે તેમાં આદું-લસણની પેસ્ટ નાખઈને સાંતળો. લગભગ એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરૂં, થોડી કોથમીર, ટામેટાં અને લીલા મરચાં નાખીને બરાબર મિક્ષ કરો. પેસ્ટમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં બટાટા અને વટાણાં નાખીને બરાબર મિક્ષ કરીને પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. જો જરૂર લાગે તો થોડું પાણી છાંટો. વટાણાં અને બટાટા બંન્ને ચઢી જાય ત્યાં સુધી ઢાંકીને ચઢવા દો. છેલ્લે ગરમ મસાલો અને ઘી નાખીને બરાબર મિક્ષ કરીને એકાદ મિનિટ સુધી ચઢવા દો. હવે કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ આલુ મટર મસાલા સર્વ કરો.

દમ આલુ અમૃતસરી

સામગ્રી : નાના બટાકા - ૫૦૦ ગ્રામ જીરું - ૧ ચમચી હિંગ - ચપટી ડુંગળી - ૨ નંગ આદુ-લસણ પેસ્ટ - ૧ ચમચી લાલ મરચું પાવડર - ૧ ચમચી જીરું પાવડર - ૧ ચમચી ધાણા પાવડર - ૧ ચમચી હળદર પાવડર - ૧ ચમચી ગરમ મસાલા પાવડર - ૧ ચમચી મીઠું - સ્વાદ અનુસાર સરસીયાનું તેલ - ૧ ચમચી પાણી - ૨ કપ કોથમીર ડેકોરેશન માટે રીત : બટાકાને છોલી તેને કાંટા ચમચીની મદદથી કાણા પાડો, પછી આ બટાકાને ૧૫ મિનિટ માટે મીઠાના પાણીમાં મૂકી ડો. ત્યારબાદ તેને એક પેનમાં તેલ મૂકી તેમાં ડીપ ફ્રાય કરો. હવે બટાકાઓને નીકાળીને પેપર પર મૂકો અને ફરીથી પેનમાં ઓછુ તેલ લઈને જીરું અને હિંગ નાખો. ત્યારબાદ સમારેલી ડુંગળી નાખી તેને ગોલ્ડન બ્રાઉન કરો. ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ નાખીને તેને ૩ મિનિટ સુધી ફ્રાય કરો. તેમાં સમારેલા ટામેટા, મીઠું, જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર નાખીને ૫ મિનિટ સુધી હલાવો. જ્યારે ટામેટા ગળી જાય ત્યારે તેમાં અડધો કપ પાણી નાખો અને સારી રીતે મિક્સ કરી દો. હવે તેમાં ફ્રાય કરેલા બટાકા નાખીને ૫ મિનિટ સુધી ચડાવવા દો. જ્યારે બટાકામાં ગ્રેવી સારી રીતે સમાઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો અને સમારેલી કોથમીર વડે તેના પર ડેકોરેશન કરી સર્વ કરો.

પંજાબી છોલે

સામગ્રી : કાબુલી ચણા (છોલે) – ૨૫૦ ગ્રામ ચાની પત્તીઓ – ૨ ચમચી તજ – ૧ ટુકડો લવિંગ – ૨ નંગ મરી પાવડર – ૧/૨ ચમચી લીલા મરચા – ૨ થી ૩ આદુ – ૧ નાનો ટુકડો ડુંગળી – ૨ ઝીણી સમારેલી આમચૂર પાવડર – ૩ ચમચી ગરમ મસાલો – ૧ ચમચી ટામેટાની પેસ્ટ – ૧/૨ કપ તેલ – ૨ ચમચી મીઠું સ્વાદ અનુસાર સૂકા મસાલા : તમાલ પત્ર – ૧-૨ રાઈના દાણા – ૨ ચમચી જીરું – ૨ ચમચી મેથીના દાણા – ૨ ચમચી લવિંગ – ૨ થી ૩ સૂકા લાલ મરચા – ૧ થી ૨ રીત : એક વાસણમાં કાબુલી ચણા પાણીમાં ૬ થી ૮ કલાક માટે પલાળી દો. કૂકરમાં પલાળેલા છોલે નાખીને તેમાં ચાની પત્તીઓ કપડામાં બાંધીને તેની પોટલી નાખીને બાફવા માટે મૂકી દો. છોલે બાફી ગયા પછી તેમાંથી ચાની પોટલી નીકાળી દો. હવે, લવિંગ, તજ, મરી, ૨ લીલા મરચાં અને આદુને બારીક ક્રશ કરી લો અને આ પેસ્ટને બાફેલા છોલેમાં મિક્સ કરી દો. એક કઢાઈમાં સૂકા મસાલા, ગરમ મસાલો, ટામેટાની પેસ્ટ, આમચૂર પાવડર, મારી પાવડર નાખીને તેમાં છોલેનું પાણી પણ ઉમેરી તેને ઘટ્ટ થવા સુધી હલાવો. ત્યારબાદ બાફેલા છોલે તેમાં મિક્સ કરીને સારી રીતે સાંતળો. એક ફ્રાય પેનમાં ઘી ગરમ કરીને તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો જયારે ડુંગળી બ્રાઉન થઈ જાય ત્યારે તેમાં છોલે નાખો અને ૧૫ મિનિટ સુધી તેને ઢાંકીને રાખો. ગરમાગરમ છોલે બારીક સમારેલી કોથમીર, ડુંગળી અને ટામેટાથી ગાર્નીસ કરી સર્વ કરો.

પનીર કોફ્તા

સામગ્રી : કોફ્તા બનાવવા માટે : છીણેલું પનીર – ૧૦૦ ગ્રામ બાફેલા બટાકાનો માવો – ૩ કપ છીણેલું નાળિયેર – ૧/૨ કપ આદું-મરચાંની પેસ્ટ – ૧ ટીસ્પૂન કાજુનો અધકચરો ભૂકો – ૧/૪ કપ ધોઈને સારી રીતે સાફ કરેલી કોથમીર – ગાર્નિશિંગ માટે ગ્રેવી બનાવવા માટે : ટામેટાં – ૪થી ૫ નંગ ડુંગળી – ૨ નંગ લસણની પેસ્ટ – ૨ ટીસ્પૂન બાફેલાં ગાજર – ૨ નંગ દહીં – ૧ કપ ગરમ મસાલો – ૧ ચમચી વાટેલાં આદું-મરચાં – ૪ ચમચી લાલ મરચું – ૨ ચમચી તેલ – ૪ ચમચી હળદર – ૧ ચમચી રીત : બાફેલા બટાકાના માવામાં મીઠું ઉમેરો. પનીરમાં કોફ્તાની બધી જ સામગ્રી મિક્સ કરી પૂરણ તૈયાર કરો. બટાકાના માવામાંથી નાની પૂરી કરી તેમાં પનીરવાળું પૂરણ ભરી નાના કોફતા વાળવા. તવામાં તેલ મૂકી કોફ્તાને બ્રાઉન રંગના શેકી દો. ગ્રેવીની સામગ્રી મિક્સ કરી ગ્રેવી બનાવી લેવી. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ગ્રેવીની સામગ્રી વઘારવી દો. ત્યારબાદ તેમાં હળદર, મીઠું, મરચું ઉમેરી થોડું પાણી નાખી ગ્રેવીને ત્રણથી ચાર મિનિટ ઉકાળવી દો. ત્યારપછી તવામાં ડીપ ફ્રાય કરેલા કોફતા ઉમેરી ૨થી ૩ મિનિટ રાખો. પનીર કોફતા તૈયાર છે. કોથમીરથી ગાર્નિશિંગ કરી ગરમ ગરમ નાન સાથે સર્વ કરો.

સરસો કા સાગ

સામગ્રી : ૫૦૦ ગ્રામ સરસોના પત્તા ૧૫૦ ગ્રામ પાલક ૨૫૦ ગ્રામ ટામેટા ૨-૩ લીલા મરચા ૨ ઈચ લાંબુ આદુ ૨ ચમચી સરસોનું તેલ ૨ ચમચી ઘી ૨ ચપટી હિંગ ૧/૨ ચમચી જીરું ૧/૪ ચમચી હળદર પાવડર ૧/૪ કપ મકાઈનો લોટ ૧/૪ ચમચી લાલ મરચું પાવડર મીઠું સ્વાદ અનુસાર રીત : સરસો અને પાલકના પત્તા ધોઈ સાફ કરી લો. પાણી કાઢી તેને સમારી લો. તેને કૂકરમાં એક કપ પાણી મિક્સ કરી બાફી લો. ટામેટા, લીલા મરચા અને આદુને મિક્સીમાં બારીક ક્રશ કરી લો. કઢાઈમાં તેલ ગરમ કરો. મકાઈનો લોટ બ્રાઉન થવા સુધી શેકો. તેને અલગ રાખો. હવે તેલ કઢાઈમાં નાખી ગરમ કરો. તેમાં હિંગ અને જીરું નાખો. ત્યારબાદ તેમાં ડુંગળી અને લસણ શેકો. બાફેલા અને ક્રશ કરેલ સાગને હવે શેકેલા મસાલામાં મિક્સ કરો. જરૂરિયાત પ્રમાણે પાણી, મકાઈનો લોટ અને મીઠું નાખી રાંધો. હવે તેને બાફી ૫-૬ મિનિટ સુધી ધીમી આંચ પર રાંધો. તાજા માખણથી ડેકોરેટ કરો અને મકાઈની રોટલી અથવા પરોઠા સાથે ગરમાગરમ સર્વ કરો.

કઢાઈ પનીર

સામગ્રી: ૨૫૦ ગ્રામ પનીર ૩ નંગ કેપ્સિકમ મરચા ૪ નંગ ડુંગળી ૪ નંગ ટમેટા આદુ નાનો ટુકડો ૧ ટીસ્પૂન લાલ મરચાનો પાવડર ૨ તમાલપત્ર ૪ લવિંગ ૧ તજનો ટુકડો ૩ ટીપાં કેસરી કલર ૪ ટેબલસ્પૂન ઘી રીત : પનીર અને કેપ્સિકમને લાંબા પિસમાં કાપી લો. પછી ડુંગળી, ટમેટા, આદુ, મીઠું, લાલ મરચાનો પાવડર અને કેસરી કલરને મિક્સ કરીને ગ્રાઈન્ડ કરો. તજ અને લવિંગને પીસી લો. ત્યારબાદ એક પેનમાં ઘીને ગરમ કરો. તેમાં તમાલપત્ર અને તજ-લવિંગનો પાવડર ઉમેરો. તેમાં ડુંગળી-ટમેટાની પેસ્ટ ઉમેરો. મધ્યમ આંચ પર ત્યા સુધી પકાવો જ્યા સુધી ઘી અલગ ન પડવા લાગે. હવે તેમાં પનીર અને કેપ્સિકમના ટુકડા ઉમેરો. હળવી આંચ પર પાકવા દો. જ્યારે કેપ્સિકમ થોડા નરમ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. કઢાઈ પનીર તૈયાર છે, તેને પરાઠા અથવા રોટી સાથે સર્વ કરી શકો છો.

બેબી કોર્ન-પનીર

સામગ્રી : ૨૫૦ ગ્રામ પનીર ૧૦-૧૫ બેબી કોર્ન ૨ ડુંગળી ૩ શિમલા મરચું ૩ ટામેટા ૨ ચમચી તેલ/માખણ ૧/૨ ચમચી હળદર ૨-૩ ચમચી લાલ મરચું પાવડર ૨ ચમચી જીરા પાવડર ૧ ચમચી કસૂરી મેથી ૨ ચમચી કોથમીર મીઠું સ્વાદાનુસાર રીત : પનીરને ચોરસ ટુકડામાં સમારી લો અને બેબી કોર્નની પાતળી સ્લાઈસ કરી લો. ડુંગળીને છોલી મોટા ટુકડામાં સમારી લો અને ટામેટા-શિમલા મરચાના બીજ નીકાળી તેના મોટા ચોરસ ટુકડા કરી લો. તેલ અથવા માખણ ગરમ કરી તેજ આંચ પર ડુંગળી બ્રાઉન થવા સુધી શેકો. બેબી કોર્ન, શિમલા મરચું, ટામેટા, હળદર, લાલ મરચું, જીરું, કસૂરી મેથી અને મીઠું નાખી શાકભાજી શેકો. પનીરના ટુકડા નાખી થોડું વધારે તળી લો અને ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી ૫ મિનિટ સુધી ઢાંકીને રાંધો. ગરમાગરમ સબ્જી તૈયાર છે. કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો.

પનીરી દાલ

સામગ્રી : ૧ કપ પનીરના ટુકડા કાપેલા ૨ કપ ચણા દાળ પાણીમાં પલાળેલી ૧ ચમચી આદુ-લસણ પેસ્ટ ૨ તેજપત્તા ૪ લવિંગ ૧ ટુકડો તજ ૨ મોટી ઈલાયચી ૨ ડુંગળી બારીક સમારેલ ૨ ટામેટા હળદર પાવડર ૨ ચમચી લાલ મરચું પાવડર તેલ જરૂરિયાત મુજબ મીઠું સ્વાદ અનુસાર રીત : એક વાસણમાં તેલ ગરમ કરી પનીર તળી લો. કુકરમાં તેલ ગરમ કરો અને લવિંગ, તેજપત્તા, તજ અને ઈલાયચીનો વઘાર કરો. ડુંગળી નાખી બ્રાઉન થવા સુધી તેને શેકો. ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચું, ટામેટા નાખી થોડા સમય સુધી શેકો. હવે તેમાં ચણા દાળ, મીઠું અને પાણી નાખી સરખી રીતે મિક્સ કરો. જ્યારે દાળ તૈયાર થઈ જાય ત્યારે તેમાં તળેલા પનીરના ટુકડા નાખો. તૈયાર છે ગરમાગરમ પનીરી દાલ.

The post બનાવો આ ખાસ ચટાકેદાર વાનગીઓ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

બનાવો આ ખાસ ચટાકેદાર વાનગીઓ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×