Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

સરકાર મારે માસ્ટરસ્ટ્રોક સાબિત થશે GST, આ રીતે વધશે નોકરીઓની સ્કોપ

કેન્દ્ર સરકાર જુલાઈથી સંપૂર્ણ દેશમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવાની તૈયારીમાં લાગેલી છે. જ્યાં GST લાગુ થયા બાદ કેન્દ્ર સરકારની આવકમાં વધારાની આશા છે. તેમજ તે પણ દાવો છે. GST દેશમાં મોટા કારોબારી મોકા સાથે લઈને આવે છે. જીએસટી કેન્દ્ર સરકાર માટે મોટી રાહત સાબિત થશે. કારણ કે, બેરોજગારીનાં આંકડા તેને પરેશાન કરી રહ્યા છે. તેના લીધે સરકારે ૭૫ લાખ રૂપિયાનાં ટર્નઓવર વાળા કારોબારીઓથી વધારે આશા લગાવી રાખે છે. આ ટર્નઓવર વાળા દેશમાં મોટા સ્તરે ટ્રેડીંગ, મેન્યુફેક્ચરિંગ અને રેસ્ટોરન્ટ કારોબારી છે. આ ક્ષેત્રોમાં જીએસટી બાદ કારોબારમાં અને ઝડપી થવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે ટ્રેડિંગ કરી રહેલ લોકોથી ૧ ટકા ટેક્સ લેશે. તેમજ મેન્યુફેક્ચરિંગ કરનાર નાના કારોબારીઓથી ૨ ટકા અને રેસ્ટોરન્ટ કારોબાર કરનાર 5 ટકા ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે. હાલનાં સમયમાં આ બધી સેવાઓ પર વધારે ટેક્સ હતો. ખાસ વાત તે છે કે, સૌથી વધારે ટેક્સ ચોરી પણ આ ક્ષેત્રોમાં થાય છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII) નાં એક અધ્યયનમાં મળી આવ્યું છે કે, GDP માં ૧ ટકા વધારાથી નવા રોજગાર પેદા થશે. જીએસટી લાગુ થયા બાદથી GDP ૨ ટકાથી ૨.૫ ટકા વધવાની આશા છે. જેનાથી લોકોની આવક વધશે. પરિણામે લોકોની ખરીદ શક્તિ પણ વધશે. ગ્લોબલ હન્ટનાં એમડી સુનિલ ગોયલનું કેહવું છે કે, શરૂઆતી ૧-૨ વર્ષોમાં એકાઉન્ટીંગ અને ટ્રેનીંગ કંપનીઓમાં GST લાગુ થયા બાદથી નોકરીઓ આવશે. મેન્યુફેક્ચરિંગ, એફએમસીજી, ઈ-કોમર્સ, ટેલિકોમ, ઓટોમેટિવ અને મીડિયા સેક્ટર જ સૌથી વધારે ફાયદામાં રહેશે. આ ક્ષેત્રોમાં સૌથી વધારે નોકરીઓ મળશે. સ્કીલ ડેવલપમેન્ટ અને ઓન્ટ્રનશિપ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) રાજીવ પ્રતાપ રૂડીનું પણ કહેવું છે કે, જીએસટીથી ૫ લાખ કોમ્પ્યુટર ઓપરેટરને જોબ મળશે. તેમનું કહેવું છે કે, 'જીએસટી' લાગુ થયા બાદ સામાન્ય રીતે ૫ લાખ કોમ્પ્યુટર ઓપરેટર્સની જરૂર હશે, જેની પાસે ફાઇનાન્સ રિલેટેડ જાણકારી હશે. હવે જોવું રહ્યું કે, શું સરકારની આશા પર જીએસટી ખરું ઉતરે છે અને નાના કારોબારીઓ આ ટેક્સની ભેટનો ફાયદો ઉઠાવતા નવી નોકરીઓ આપવામાં સફળ થાય છે.

The post સરકાર મારે માસ્ટરસ્ટ્રોક સાબિત થશે GST, આ રીતે વધશે નોકરીઓની સ્કોપ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

સરકાર મારે માસ્ટરસ્ટ્રોક સાબિત થશે GST, આ રીતે વધશે નોકરીઓની સ્કોપ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×