Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

મોડલ, અભિનેત્રી Kritika Chaudhary નું મર્ડર, ઘરમાંથી મળ્યો સડેલો મૃતદેહ

મોડલ, એક્ટ્રેસ Kritika Chaudhary નું ત્રણ-ચાર દિવસ પહેલા તેના મુંબઈનાં ફ્લેટમાં કેટલાક અજાણ્યા લોકોએ મર્ડર કર્યું હતું. તેમનો ફ્લેટ બહારથી બંધ હતો. એક પોલીસ ઓફિસરે કહ્યું કે, અમે ઘટનાસ્થળ પર છીએ અને આ કેસની તપાસ કરી રહ્યા છીએ. Kritika Chaudhary નું એપાર્ટમેન્ટ મુંબઈનાં અંધેરી વેસ્ટ વિસ્તારમાં છે. તેની લાશ સડી ગઈ હતી અને રૂમનું એસી ચાલુ હતું. આ વિશે પોલીસ ઓફિસરે કહ્યું કે, એસી ઓન રાખવામાં આવ્યું હતું. જેથી દુર્ગંધ બહાર આવી શકે નહિ. અમને લાગે છે કે, આ મર્ડર ત્રણ-ચાર દિવસ પહેલા થયું છે. આજે દુર્ગંધ બહાર આવવાની શરુ થઇ છે. એક અન્ય પોલીસ ઓફિસરે જણાવ્યું કે, આજે 3:૪૫ ની આસપાસ અંબોલી પોલીસને ફોન આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, એપાર્ટમેન્ટમાંથી દુર્ગંધ આવી રહી છે. જ્યારે અમે દરવાજો ખોલ્યો તો અમને યુવતીની સડેલી લાશ જોવા મળી હતી. બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પોલીસે અત્યારે આકસ્મિક મોતનો ગુનો દાખલ કર્યો છે. એવી ખબર સામે આવી રહી છે કે, કૃતિકાના માથા પર કોઈ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. આ સિવાય ઘટનાસ્થળેથી કેટલીક એવી વસ્તુઓ મળી છે જેનાથી લાગે કે તેની સાથે રૂમમાં કોઈ અન્ય વ્યક્તિ હોવી જોઈએ. આજુબાજુનાં લોકોના જણાવ્યા પ્રમાણે, કૃતિકાના ફ્લેટમાં ઘણા લોકોની અવરજવર રહેતી હતી. કૃતિકા અંધેરી વિસ્તારમાં રહેતી હતી. મોડલ, અભિનેત્રી કૃતિકા ચૌધરીએ કંગના રાણાવત સાથે ફિલ્મ રજ્જોમાં કામ કર્યું હતું. આ સિવાય તે ઘણી ટીવી સીરીયલ્સમાં નજર આવી ચૂકી છે.  

The post મોડલ, અભિનેત્રી Kritika Chaudhary નું મર્ડર, ઘરમાંથી મળ્યો સડેલો મૃતદેહ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

મોડલ, અભિનેત્રી Kritika Chaudhary નું મર્ડર, ઘરમાંથી મળ્યો સડેલો મૃતદેહ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×