Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ઘરે બનાવો મોમાં પાણી લાવી દે તેવી ચટપટી વાનગીઓ

દહીં ભલ્લા

સામગ્રી : અડધો અડધો કપ મગ અને અડદની દાળ મીઠું સ્વાદ અનુસાર ૨ ચમચી મગ બાફેલા અડધો કિલો દહીં ૨ ચમચી આદુ મરચાની પેસ્ટ ૧ ચમચી જીરા પાવડર તળવા માટે તેલ રીત : મગ અને અડદની દાળને અલગ-અલગ ૫-૬ કલાક સુધી પાણીમાં પલાળીને રાખો અને મિક્સરમાં ક્રશ કરી લો. તેમાં આદુ-લીલા મરચાની પેસ્ટ અને મીઠું નાખો. એક પેનમાં તેલ ગરમ કરી દાળનું થોડું મિશ્રણ લો અને હથેળી પર રાખી ચપટો આકાર આપો. ત્યારબાદ ગરમ તેલમાં તે બ્રાઉન થાય ત્યાં સુધી તે તળો. એક વાસણમાં પાણી લો. તેમાં તળેલા વડા નાખો. થોડા સમય પછી જ્યારે તે ફૂલી જાય ત્યારે હળવા હાથે દબાવીને તેમાંથી પાણી નીચોવી દો અને બહાર નીકાળી દો. એક સર્વિંગ પ્લેટમાં વડા મૂકો તેના પર ગળી ચટણી, જીરું પાવડર અને ચાટ મસાલો નાખી મગ અને કેળાની વેફર્સથી ડેકોરેટ કરી તેને સર્વ કરો.

દિલ્હી ચાટ

સામગ્રી : દહીં-વડાનો લોટ : ૧૦૦ ગ્રામ ચણાનો લોટ : ૫૦ ગ્રામ બાફેલ બટાકા : ૧૦૦ ગ્રામ મેંદો : ૧૦૦ ગ્રામ ફણગાવેલા મગ : ૫૦ ગ્રામ પલાડેલ દેશી ચણા : ૫૦ ગ્રામ ઝીણી સેવ : ૧૦૦ ગ્રામ ચણાના લોટની શેકેલ જીરૂ પાવડર : ૨૫ ગ્રામ જીરાનો ચાટ મસાલો : ૧ ટે.સ્પુન વલોવેલ મોડું દહીં : ૫૦ ગ્રામ રીત : - સૌ પ્રથમ દહીં-વડા નાં લોટના વડા ઉતારવા. હવે ચણાના લોટની બુંદી પાડવી. - હવે બાફેલ બટેકા નાં ઝીણા ટુકડા કરવા. - ત્યારબાદ મેંદા નાં લોટની કડક પૂરી તૈયાર કરી તેના નાના-નાના ટુકડા કરવા. - હવે ફણગાવેલા મગ ને ગરમ પાણીમાં સહેજ બાફવા તેમજ દેશી ચણાને પણ બાફવા. - તેમાં થોડો ચાટ મસાલો મિક્સ કરવો. સર્વિંગ કરતી વખતે સર્વિંગ પ્લેટ માં બધી જ વસ્તુ થોડી-થોડી ભેગી કરી તેના પર દહીં, ટોમેટો કેચપ, લીલી ચટણી, જીરૂ પાવડર, તેમજ ચાટ મસાલો નાખવો. - હવે તેને ઝીણી સેવ, કોથમીર અને જેલી વડે ગાર્નીશ કરી સર્વ કરવો.

મિસળ પાઉં

સામગ્રી : ડુંગળી સમારેલી – ૨ નંગ લીંબુનો રસ લસણની પેસ્ટ – ૧ ચમચી મીઠું સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર હળદર પાવડર ગરમ મસાલો ફરસાણ – ૧/૨ કપ ફણગાવેલા મગ – ૧ કપ ફણગાવેલા મઠ – ૧ કપ તેલ – ૨ ચમચી હિંગ – ચપટી મીઠા લીમડાના પાન કોથમીર – ૨ ચમચી રીત : સૌપ્રથમ ફળગાવેલા મગ અને ફળગાવેલા મઠને બરાબર સાફ કરી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં હિંગ, મીઠો લીમડો અને થોડી ડુંગળી નાખી ૧ મિનિટ સુધી તેને સાંતળો. ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ઘાણાજીરું પાવડર ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમાં થોડું પાણી મિક્સ કરી ઉકળવા દો. પાણી ઉકળી જાય પછી તેમાં ગરમ મસાલો અને કોથમીર નાખી ૮ મિનિટ સુધી ચઢવવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. સર્વ કરતી વખતે એક બાઉલમાં ફણગાવેલા કઠોળનું મિશ્રણ ઉમેરો. ત્યારબાદ તેની પર થોડું મિશ્રણ મિક્સ કરો. છેલ્લે તેના પર થોડી ડુંગળી, કોથમીર નાખી સર્વ કરો.

રગડા પેટીસ

સામગ્રી : ૨૦૦ ગ્રામ કઠોળ ના લીલા વટાણા ૧ નંગ ડુંગળી ની પેસ્ટ ૩ થી ૪ કળી લસણ ક્રશ કરેલું ૨ ટામેટા ની પ્યુરી ૩ થી ૪ લીલા મરચા ક્રશ કરેલા ૧ નાનો ટુકડો આદું ક્રશ કરેલું ૨ ટી.સ્પૂન લાલ મરચું ૨ ટી.સ્પૂન ધાણાજીરું ૧ ૧/૨ ટી.સ્પૂન હળદર સ્વાદ પ્રમાણે મીઠું ૨ ટેબ.સ્પૂન ખાંડ ૨ ટેબ.સ્પૂન ટોમેટો કેચપ ૨ ટેબ.સ્પૂન તેલ ૧ ટી.સ્પૂન ગરમ મસાલો ૧ ટી.સ્પૂન જીરું પેટીસ માટે : ૫ નંગ બાફેલા બટાકા સ્વાદઅનુસાર મીઠું ૨ થી ૩ નંગ લીલા મરચા ઝીણા સમારેલા ૧ થી ૧ ૧/૨ ટેબ.સ્પૂન આરા લોટ (જરૂર પ્રમાણે) ૨ ટેબ.સ્પૂન ખાંડ ૧ ટી.સ્પૂન ગરમ મસાલો ૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી ૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોબીજ ૨ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા કેપ્સીઈક્મ ૨ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા ગાજર ૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર ચપટી લીંબુ ના ફૂલ શેલો ફ્રાય કરવા માટે તેલ ગાર્નીશિંગ માટે: સેવ ઝીણા સમારેલા ટામેટા દાડમ ના દાણા ઝીણી સમારેલી કોથમીર ખજુર આંબોળિયા ની ચટણી રગડો બનાવવા માટેની રીત : સૌ પ્રથમ ૪ થી ૫ કલાક પલાળી ને રાખેલા વટાણા ને બાફી ને સાઈડ પર રાખો. બીજા એક પેન માં તેલ મૂકી તેમાં જીરું નો વઘાર કરી તેમાં ડુંગળી અને લસણ સાંતળો. ત્યારબાદ તેમાં આદું મરચા ની પેસ્ટ નાખી પછી ટામેટા ની પ્યુરી ઉમેરો બરોબર ખદખદે એટલે તેમાં મીઠું,મરચું,હળદર,ધાણાજીરું,ખાંડ,ગરમ મસાલો અને ટોમેટો કેચપ ઉમેરો. ઉકળી ને એકરસ થાય પછી બાફેલા વટાણા ઉમેરો. 3 થી 4 મિનીટ માટે ઉકાળી ને ગેસ બંધ કરી દો. પેટીસ બનાવવા માટેની રીત : બાફી ને છીણેલા બટાકા માં મીઠું, લીલું મરચું, લીંબુ ના ફૂલ, ખાંડ, ગરમ મસાલો, ડુંગળી, કોથમીર અને જરૂર પ્રમાણે આરા લોટ ઉમેરી નાની નાની પેટીસ વાળી નોન સ્ટીક તવી પર બન્ને બાજુ બદામી રંગ ની થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો. તૈયાર થયેલી ૨ પેટીસ ને સર્વિંગ ડીશ માં મૂકી તેની પર રગડો પથરો. તેની પર ખજુર,આંબોળિયાની ચટણી અને લીલી ચટણી રેડો. ત્યારબાદ તેની પર વલોવેલું દહીં રેડો,ઈચ્છા હોય તો લસણ ની ચટણી પણ રેડી શકાય. ત્યાર બાદ તેની પર સેવ ભભરાવો.અને પછી ટામેટા,કાંદા,કોથમીર અને દાડમ ના દાણા વડે ગાર્નીશ કરી ગરમ ગરમ પીરસો.

આલુ ટિક્કી

સામગ્રી : ૨૫૦ ગ્રામ બટાકા બાફેલા ૨ મોટી ચમચી બ્રેડનો ભૂકો ભરવા માટેની સામગ્રી : ૧૦૦ ગ્રામ ચણાની દાળ અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી લાલ મરચું પાવડર ૨-૩ ચમચી લીલા મરચા સમારેલા મીઠું સ્વાદ અનુસાર ૨ મોટી ચમચી સમારેલ કોથમીર ૧ નાની ચમચી તેલ ૧ કપ પાણી રીત : બટાકા બાફી તેને મસળી લો. ચણાની દાળ ધોઈ એક કપ પાણીમાં પલાળીને રાખો. એક કપ પાણીની સાથે ઓવનમાં ૧૦૦ ડિગ્રી સેલ્સિયસ પર ૧૦ મિનિટ અને ૬૦ ડિગ્રી સેલ્સિયસ પર ૫ મિનિટ સુધી ઢાંકીને બાફો. બાફેલા બટાકામાં બ્રેડનો ભૂકો નાખી નરમ મિશ્રણ તૈયાર કરો. ભરવાનું મિશ્રણ તૈયાર કરવા માટે ચણાની દાળ અને બધી સામગ્રી સારી રીતે મિકસ કરી લો. હવે હથેળી પર તેલ લગાવીને મિશ્રણને ટિક્કીનો આકાર આપો. ઓવન ૨૫૦ ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરો. ઓવનની ફ્લેટ ડીશ પર ટિક્કી મૂકો. ૨૫૦ ડિગ્રી સેલ્સિયસ પર ૨૫-૩૦ મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. ગ્રીન ચટણી અને સોસની સાથે તેને સર્વ કરો.

વેજિટેબલ કટલેસ

સામગ્રી : ૧૦૦ ગ્રામ લીલા વટાણા ૧૦૦ ગ્રામ ગાજર ૩૦૦ ગ્રામ બટાટા ૧૦૦ ગ્રામ ફણસી ૧૦૦ ગ્રામ ફૂલગોબી ૧ મોટી ડુંગળી ૧ ચમચી જીરૂ બ્રેડનો ભૂકો ફૂદીનો અને ટામેટાં. આદુ, મરચાં, તેલ, લીંબુ, મીઠું, કોથમીર જરૂરિયાત પ્રમાણે. રીત : સૌ પ્રથમ બટાકાને બાફી, છાલ કાઢી માવો બનાવો. પછી બધા શાકને બાફીને માવો કરો. હવે બધું ભેગું કરી તેમાં બ્રેડનો ભૂકો નાખો. બધું હલાવી પૂરણ કરો. તેના નાના ગોળા કરીને કટલેસનો આકાર આપો અને પછી તેને બંને બાજુ તેલ વડે તવા પર શેકી લો. હવે બે કટલેસ વચ્ચે કાંદા ને ટામેટાની સ્લાઈસ મૂકી ઉપયોગ કરો. વેફર, સલાડ અને ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

રાજ કચોરી

સામગ્રી : મેંદો – ૧ કપ સોજી – ૧/૪ કપ બેકિંગ સોડા – ૨ ચપટી તેલ – તળવા માટે કચોરી ભરવા માટેની સામગ્રી (જરૂરિયાત પ્રમાણે) : બાફેલા બટાકા – નાના સમારેલા બાફેલા વટાણા મગની દાળ બાફેલી દહીં શેકેલુ જીરું સંચળ મીઠું સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ગળી ચટણી લીલી ચટણી સેવ ભુજીયા દાડમના દાણા રીત : એક મોટા વાસણમાં મેંદો, સોજી અને બેકિંગ સોડા એક સાથે મિક્સ કઠણ લોટ બાંધી લો. હાથમાં થોડું તેલ લગાવીને તેણે મસળીને નરમ કરી લો અને તેણે ઢાંકીને રાખો. હવે કઢાઈમાં તેલ ગરમ કરો. બાંધેલા લોટના લૂઆ બનાવીને તેને વણી લો. પછી તેને ગરમ તેલમાં તળી લો. એક પ્લેટમાં તળેલી રાજ કચોરી મૂકો. સામગ્રી ભરવા માટે તેને વચ્ચેથી તોડી લો હવે તેમાં બટાકા, વટાણા, બાફેલા મગની દાળ, થોડું જીરું અને અન્ય સામગ્રી નાખીને દાડમના દાણા અને સેવથી સજાવીને તરત જ સર્વ કરો.

પનીર દહીંવડા

સામગ્રી : પનીર – ૨૦૦ ગ્રામ બાફેલા બટાકા – ૨ નંગ આરારૂટ – ૨ ચમચી તેલ – તળવા માટે લીલું મરચું – ૧ ઝીણું સમારેલું આદુ – ૧/૨ ઈંચનો ટુકડો (ક્રશ કરેલુ) મીઠું – સ્વાદ અનુસાર દહીં – ૩ થી ૪ કપ લીલી ચટણી – ૧ કપ ગળી ચટણી – ૧ કપ લાલ મરચું પાવડર – ૧ થી ૨ નાની ચમચી શેકેલું જીરું – ૨ થી ૩ ચમચી રીત : એક બાઉલમાં પનીર ક્રશ કરી લો અને બાફેલા બટાકા છોલીને તેણે છીણી લો. આરારૂટ નાખીને તેને મિક્સ કરી લો. આ મિશ્રણમાં મીઠું, આદુ અને લીલું મરચું નાખીને સારી રીતે નાખી તેણે મસળીને ગૂંથી લો. વડા બનવા માટે મિશ્રણ તૈયાર છે. એક કઢાઈમાં વડા તળવા માટે તેલ નાખો અને તેણે ગરમ કરો. મિશ્રણમાંથી થોડું મિશ્રણ નીકાળી તેણે ગોળ કરો અને હથેળી વડે તેણે દબાવી ચપટો આકાર આપો. વડાને ગરમ તેલમાં નાખો. ૩ થી ૪ વડા બનાવીને કઢાઈમાં નાખો અને વડાને ફેરવી બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળો. તળેલા વડા એક પ્લેટ પર નેપકીન પેપર પાથરી તેના પર મૂકો. આ પ્રકારે બધા વડા બનાવીને તૈયાર કરો. બધા વડા તૈયાર થઈ જાય પછી એક પ્લેટમાં ૩-૪ વડા રાખો. તેની પર દહીં નાખો તેની પર શેકેલું ઝીરું અને લાલ મરચું પાવડર નાખો. હવે તેની પર ગળી ચટણી અને લીલી ચટણી નાખો. હવે એક વખત ફરીથી દહીં નાખો. તૈયાર છે ચટપટા પનીર દહીંવડા.

તવા ચાટ

સામગ્રી : ૨ સમોસા ૨ ડુંગળી સમારેલી ૧/૨ ચમચી સમારેલ લીલા મરચા ૧ ચમચી લાલ મરચું પાવડર ૧ ચમચી સંચળ ૧ ચમચી ચાટ મસાલો ૧ ચમચી ધાણા-જીરું પાવડર ૧ ચમચી આંબલી ૨ ચમચી દહીં ૧ ટામેટું ૧/૨ કપ સૂકા વટાણા ૧ ચમચી હળદર પાવડર તળવા માટે તેલ મીઠું સ્વાદ અનુસાર રીત : વટાણા રાત્રે પાણીમાં પલાળીને રાખો. બીજા દિવસે સવારે પ્રેશર કૂકરમાં વટાણામાં હળદર પાવડર અને ટામેટું નાખી બાફી લો. ત્યારબાદ તવા પર તેલ ગરમ કરી ડુંગળીને એક મિનિટ સુધી શેકો. સમોસાના ચાર ટુકડા કરી ડુંગળીમાં મિક્સ કરો. લીલા મરચા, લાલ મરચું અને ધાણા પાવડર નાખી તેને શેકો. ૧ બાઉલ છોલે મિક્સ કરી પાણી સૂકાય ત્યાં સુધી તેને શેકો. આંબલી, કોથમીર અને અડધો કપ પાણી મિક્સ કરો. ચાટને પ્લેટ પર ફેલાવી તેની પર દહીં, કોથમીર, ચાર મસાલો અને સંચળ નાખો. સેવ વડે ગાર્નિશ કરી તેને સર્વ કરો.

The post ઘરે બનાવો મોમાં પાણી લાવી દે તેવી ચટપટી વાનગીઓ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ઘરે બનાવો મોમાં પાણી લાવી દે તેવી ચટપટી વાનગીઓ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×