Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Aamir Khan એ બદલ્યો લૂક, હવે હરિયાણી અંદાજમાં પહેરી નોઝ પીન

દંગલમાં ધમાકેદાર પરફોર્મન્સ આપ્યા પછી હવે Aamir Khan ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કામ કરી રહ્યા છે. યશરાજ બેનર માટે આ ફિલ્મમાં Aamir Khan ફર્સ્ટ ટાઈમ અમિતાભ બચ્ચનની સાથે કામ કરી રહ્યા છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ઇન્સ્ટાગ્રામ પર આમિર ખાનની સાથે એક ફોટો શેર કર્યો છે જેમાં આમિર ખાને નોઝ પીન પહેરી છે. જો કે, બધા જાણે છે કે, આમિર પોતાની દરેક ફિલ્મ માટે અલગ લૂક ધારણ કરે છે. અને તેને લઈને તે અલગ-અલગ પ્રયોગ પણ કરતા હોય છે. દંગલ માટે જ્યારે તેમણે વજન વધાર્યું તો બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા પરંતુ હવે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન માટે તેમણે નોઝ પીન પહેરી બધાને હેરાન કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર આમિર ખાને ફિલ્મ 'દંગલ' માટે ઘણું વજન વધાર્યું હતું. હવે તે પોતાનું વજન ઘટાડતા નજર આવી રહ્યા છે. તેનું કારણ છે બીજી ફિલ્મ. સુપરસ્ટાર આમિર ખાને કહ્યું કે, તેમની અપકમિંગ ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માં તે એક દુબળા-પાતળા લૂકમાં જોવા મળશે અને તેની સાથે તે તેમના વાળ પણ વધાશે અને દાઢી પણ રાખશે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ ફિલિપ મીડોવ્સ ટેલરની નવલકથા 'કન્ફેશન્સ ઓફ અ ઠગ' પર આધારિત છે. આ ફિલ્મ વિજય કૃષ્ણ આચાર્ય દ્ધારા નિર્દેશિત છે. જેઓ 'ધૂમ' ફ્રેન્ચાઈઝી માટે ફેમસ છે. 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માં ફર્સ્ટ ટાઈમ આમિર ખાન અને અમિતાભ બચ્ચન એકસાથે આવી રહ્યા છે. તો એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફિલ્મ ધમાકેદાર કમાણી તો કરશે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, યશરાજની આ ફિલ્મનો પ્રોજેક્ટ વધારે મોંઘો છે. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ આમિર ખાનની આગામી ફિલ્મ 'ઠગ્સ ઓફહિન્દુસ્તાન' અત્યારથી ચર્ચામાં છે. આ ફિલ્મ ૨૦૧૮ માં દિવાળીના દિવસે રીલીઝ થશે. આ ફિલ્મમાં પણ આમિરનું નવું લૂક જોવા મળશે. આમિર ખાન પણ આ ફિલ્મને લઈને વધારે ઉત્સાહિત છે.

The post Aamir Khan એ બદલ્યો લૂક, હવે હરિયાણી અંદાજમાં પહેરી નોઝ પીન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Aamir Khan એ બદલ્યો લૂક, હવે હરિયાણી અંદાજમાં પહેરી નોઝ પીન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×