Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

બાહુબલીઓ બાદ માફિયા ડોન પર પડી Yogi ની નજર, જાહેર કર્યું નવું ફરમાન

ઉત્તર પ્રદેશના ૯૦ થી વધુ બાહુબલીઓને તેમના ગૃહ જનપદથી દુરની જેલોમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી Yogi આદિત્યનાથની સરકારના સ્થાનિક અપરાધ નેટવર્કને ધ્વસ્ત કરવાના પ્રયત્ન હેઠળ આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. સ્થાનાંતરિત કરવામાં આવેલ બાહુબલીઓમાં મુખ્તાર અન્સારી, મુન્ના બજરંગી, અતીક અહમદ, શેખર તિવારી, મૌલાના અનવારુલ હક, મુકીમ ઉર્ફ કાલા, ઉદયભાન સિંહ ઉફ ડોક્ટર, ટીટુ ઉર્ફ કિરનપાલ, રાકી ઉર્ફ કાકી અને આલમ સિંહ સામેલ છે. અપર પોલીસ મહાનિર્દેશક જીએલ મીણાએ જણાવ્યું કે, ડોન સળીયા પાછળ છે. જો કે, તેમની ગેંગના લોકો હત્યા, અપહરણ, લુંટ અને ખંડણીને સરળતાથી અંજામ આપવામાં આવે છે. ૯૦ થી વધારે કેદીઓએ એક જેલમાંથી બીજી જેલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. જે લોકો આગ્રા, વારાણસી અને બરેલીની માનસિક હોસ્પિટલોમાં દાખલ છે. તેમને ચિન્હિત કરવામાં આવી રહ્યા છે. જેલ પ્રશાસને માનસિક હોસ્પિટલોને પત્ર મોકલીને નિર્દેશ આપ્યો છે કે, વિચારાધીન કેદીઓના સ્વાસ્થ્ય રીપોર્ટ મોકલે. હોસ્પિટલમાંથી જેલ જશે યુપીના ડોન તેમણે જણાવ્યું કે, વિભિન્ન માનસિક હોસ્પિટલમાં દાખલ ૧૮ જેલ અંત:વાસીઓની ઓળખાણ કરવામાં આવી છે. તેમના વિરુદ્ધ ધરપકડનું વોરંટ આપવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ હોસ્પિટલોના ચિકિત્સા અધિકારીઓ પાસે રીપોર્ટ માંગવામાં આવ્યો છે, જ્યાં વિચારાધીન કેદી દાખલ છે. મોટાભાગના કુખ્યાત અપરાધી છે. પકડાઈ જવાના ડરથી હવે ડોકટરોએ એવા વિચારધીન કેદીઓને હોસ્પિટલમાંથી રજા આપવાનું શરુ કરી દીધું છે. ડોકટરોને આવું કરવા માટે કડક નિર્દેશ આપવામાં આવ્યા છે. ધમકાવવા માટે જેલમાંથી કરતા હતા ફોન જેલ પ્રશાસનને સુચના મળી છે કે, ગેંગના સદસ્ય જેલમાં મળવા જાય છે અને ત્યાંથી અપરાધિક ઘટનાની યોજના બને છે. છાપા દરમિયાન અપરાધીઓને બેરેકમાંથી મોબાઈલ ફોન અને સીમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. વ્યવસાયી, ઠેકેદાર અને સરકારી અધિકારીઓ તથા વાત નહિ માનનારને જેલમાંથી કોઈ બાહુબલીનો ફોન જ ધમકાવવા માટે જરૂરી હોય છે. અંત:વાસીઓને એક જેલમાંથી બીજી જેલમાં સ્થાનાંતરિત કરવાનું કારણ તેમનું નેટવર્ક તોડવાનું છે. યુપી સીએમના નિર્દેશ પર થઇ કાર્યવાહી યુપીના મુખ્યમંત્રીએ ૩૦ માર્ચે કાનુન-વ્યવસ્થાની સમીક્ષા કરતા પોલીસ અને કારાગાર અધિકારીઓને કાર્યવાહી માટે કહ્યું હતું. ત્યારબાદ મુખ્તાર અન્સારીને લખનૌથી બાંદા જેલ મોકલવામાં આવ્યા છે. અતીક અહમદને નૈની થી દેવરિયા મોકલવામાં આવ્યા. મુન્ના બજરંગીને ઝાંસીથી પીલીભીત અને શેખર તિવારીને બારાબંકીથી મહારાજગંજ જેલ મોકલવામાં આવ્યા. સ્પેશલ ટાસ્ક ફોર્સ અને આતંકવાદ વિરોધિ સ્કવોડે જેલમાં બંધ માફિયા ડોનની ગતિવિધિઓની તપાસ કર્યા બાદ સુચના જેલ પ્રશાસનને આપી છે.

The post બાહુબલીઓ બાદ માફિયા ડોન પર પડી Yogi ની નજર, જાહેર કર્યું નવું ફરમાન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

બાહુબલીઓ બાદ માફિયા ડોન પર પડી Yogi ની નજર, જાહેર કર્યું નવું ફરમાન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×