Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

૨૦૧૮ માં બોક્સ ઓફિસ પર થશે મહાકલેશ, આ ફિલ્મ સાથે ટકરાશે Akshay ની ‘2.0’

બોલિવુડમાં વર્ષની શરૂઆત બે બિગ બજેટની ફિલ્મોના કલેશ સાથે થઇ હતી અને તેની સીધી અસર તેના બોક્સ ઓફિસ કલેક્શન પર પડી હતી. આ વર્ષે આ પ્રકારની ઘણી મોટી ફિલ્મો પરસ્પર ટકરાવા માટે તૈયાર છે. આ વાતને સમજતા Akshay Kumar સ્ટારર '2.૦' ની રિલીઝ ડેટ દિવાળીથી વધારી આગળ કરી દેવામાં આવી છે પરંતુ ક્લેશનું સંકટ હજુ પણ ખતમ થયું નથી. વર્ષ ૨૦૧૮ માં Akshay Kumar ની 2.0 રિલીઝ કરવામાં આવશે પરંતુ આ ચક્કરમાં હવે તેમની ફિલ્મ વર્ષ ૨૦૧૮ ફર્સ્ટ મહાક્લેશનું કારણ બની શકે છે. ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ નાં રોજ નીરજ પાંડેની ફિલ્મ 'અય્યારી' સાથે તેમની ફિલ્મ ટકરાશે. આ ફિલ્મમાં અક્ષયના ક્લોઝ ફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં છે. તો બીજી તરફ આ જ તારીખે સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ચંદા મામા દૂર કે પણ રિલીઝ થશે. ૨૬ જાન્યુઆરી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન માટે ઘણું સારું સાબિત થાય છે. કારણકે આ દિવસે રજા હોવાના કારણે તેનો ફાયદો મળે છે. તો હવે તે જોવું દિલચસ્પ હશે કે, આ કલેશ રોકવા માટે આ ફિલ્મ નિર્માતા શું તરકીબ કરે છે. ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ૨.૦ ની રિલીઝ ડેટ ટળી ગઈ છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાની હતું પરંતુ હવે આ ફિલ્મ આગામી વર્ષે ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મની ટક્કર બોક્સ ઓફિસ પર અજય દેવગણની 'ગોલમાલ અગેન' અને આમિર ખાનની 'સિક્રેટ સુપરસ્ટાર' સાથે થવાની હતી. આ કારણે છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મ ચર્ચામાં હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક વૈજ્ઞાનિકની ભૂમિકામાં જોવા મળશે. અક્ષયના રોલનું નામ રિચર્ડ હશે. અક્ષયે આ રોલ માટે પોતાનો લૂક એકદમ બદલી નાખ્યો છે.

The post ૨૦૧૮ માં બોક્સ ઓફિસ પર થશે મહાકલેશ, આ ફિલ્મ સાથે ટકરાશે Akshay ની ‘2.0’ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

૨૦૧૮ માં બોક્સ ઓફિસ પર થશે મહાકલેશ, આ ફિલ્મ સાથે ટકરાશે Akshay ની ‘2.0’

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×